મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ઈશ્વર તમારું નહીં સાંભળે કારણકે...

- અસામાન્ય આખા બોલી વ્યક્તિ એમ જ માનતી હોય છે કે સાચી બોલી છે કારણકે… એક શોર્ટસ્ટોરી કહેવી છે. સ

શતરંગ / ઈશ્વર તમારું નહીં સાંભળે કારણકે...

- અસામાન્ય

આખા બોલી વ્યક્તિ એમ જ માનતી હોય છે કે સાચી બોલી છે કારણકે…

એક શોર્ટસ્ટોરી કહેવી છે.

સુખી-સંપન્ન એક ઉદ્યોગપતિ પાસે તેનો મિડલ કલાસ મિત્ર આવ્યો. તેણે કહ્યું કે, બિઝનેસ કરવો છે, મદદ કર. ઉદ્યોગપતિ મિત્રએ કરી. થોડા સમય પછી ફરી આવ્યો. તેણે ધંધામાં નુકશાની કરી હતી. હવે નોકરી જોઈતી હતી. ઉદ્યોગપતિ મિત્રએ આપી. થોડા મહિના પછી એ પોતાના સંતાનના એડમિશન માટે આવ્યો. ઉદ્યોગપતિ મિત્રએ ભલામણ કરી આપી. ફરી આવ્યો. દીકરીના લગ્ન. મિત્રએ હેલ્પ કરી. ફરી આવ્યો. દિકરાને કોન્ટ્રાકટ અપાવી દેવાનો હતો. ઉદ્યોગપતિ મિત્રએ અપાવી દીધો. ફરી આવ્યો. મકાન લેવું હતું પણ... 

વાત આમ જચાલતી રહે તો તમે શું પ્રતિભાવ આપો? એ જ કે, યાર, પેલો મિડલ કલાસ મિત્ર તો ખરો છે. ઉદ્યોગપતિ મિત્રને ચૂસી રહ્યો છે.

માની લો કે તમે બૌદ્ધિક છો.

- તો તમે ઉદ્યોગપતિ મિત્રને (મદદ કરતાં રહેવા બદલ) મૂરખ જ ગણાવી દો. ખરુંને? શોર્ટસ્ટોરીને અહીં જરા ટવિસ્ટ આપવાનો છે. હવે પેલા મધ્યમવર્ગીય મિત્રની જગ્યાએ તમારી જાતને ગોઠવો અને ઉદ્યોગપતિના સ્થાને ઈશ્વરને મૂકીને આખી વાત ફરીથી વિચારો. એવું જ લાગશે કે તમે ભગવાનને ચૂસી (લૂંટી જ) રહ્યા છો. વાત-વાતમાં આપણે ઈશ્વરને વચ્ચે નાખી દેનારા અબુધ લોકો છીએ. પરીક્ષા કે નોકરી માટે ઈશ્વરના આર્શીવાદ માંગીએ ત્યાં સુધી તો બરાબર છે પણ પત્ની દીકરીને (કે દીકરાને જ વળી) જન્મ આપે એ માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરનારી પ્રજા છીએ આપણે. આમાં ઈશ્વર કયાં આવ્યો? સાયન્સ કહે છે તે પ્રમાણે શુક્રાણુમાંના અંડકોષ વર્તે એ મુજબ દીકરી કે દિકરો જન્મતાં હોય છે. પરીક્ષાનું પેપર હોય કે નોકરીનો ઈન્ટરવ્યુ... ઈશ્વર એ ચેક કરવાનો હોતો નથી છતાં જવાબદારી તેની બનાવી દેતાં હોઈએ છીએ આપણે.

- અને આ ડિલ આટલેથી અટકે છે ખરી?

ઈશ્વર પાસેથી આશીર્વાદના સ્વરૂપે મનગમતું માંગવામાં આપણે ક્યારેય કોઈ મર્યાદા રાખી છે? તપાસી જૂઓ તમારી જાતને. ઈશ્વરને બે હાથ જોડ્યા નથી કે મનપસંદ કે ધાર્યું કરાવવાનું લિસ્ટ આપણે મનોમન તેને કહી જ દેતાં હોઈએ છીએ. પત્નીના માસિકની સમસ્યાથી માંડીને પોતાના પ્રમોશન સુધી અને બેબીના બોયફ્રેન્ડથી લઈને માર્કેટમાંથી ખરીદેલાં શેરના ભાવ સુધી… કંપનીના ટાર્ગેટથી માંડીને ભાઈ-ભાભીના ઝઘડા સુધી અને ગર્લફેન્ડના પ્યારથી તાણીને છેક બિગ બોસના લાડકા થવા સુધીની વાતો આપણે સતત ઈશ્વર પાસે માંગતા જ રહીએ છીએ. ઈશ્વર આપણો ધંધો ચલાવી દે અને ઘરને હેન્ડલ કરતો રહે ત્યાં સુધીનું માંગતા રહેતા હોવા છતાં ક્યારેય આપણે એવું વિચારતા નથી કે... યાર, ઈશ્વર આપી આપીને કેટલું આપે? કેટલાંને આપશે ? તીર્થોમાં ઉમટનારા મોટાભાગે તો 'માંગણ' કક્ષાના ભિખારી જ હોય છે. એવું નથી કે એ લોકો મહેનત નથી કરતાં કે પ્રયત્નો નથી કરતાં... બધું કરે છે પણ ઈશ્વર પાસે તેમની ડિમાન્ડ 'ટોપ પ્રાયોરિટી' જેવી જ હોય છે. ઈશ્વરે કે ગોડે કે ખુદાએ એ સાંભળવું જ જોઈએ એવું અમે પણ માની છીએ પણ તો સવાલ થાય કે, આમાં ઈશ્વર ક્યાં, કોની વાત સાંભળી –સમજીને તેના પર આશીર્વાદ વરસાવશે?

ઈમાનદારીથી કહીએ તો, આ જરા મુશ્કેલ લાગે છે. શક્ય છે કે મારી આવક કરતાં ઈશ્વરને કોઈની ભૂખ વધારે મહત્વની લાગે. તમારા બાબાના એસએસસીના રિઝલ્ટ કરતાં કોઈની ક્રિટીકલ સર્જરી પર આશિર્વાદ વરસાવવાનું વધુ જરૂરી લાગે. પેલા ભાઈની દીકરી માટેના મૂરતિયા કરતાં જિંદગીના છેલ્લાં દિવસો ગણનારાને ઈશ્વર કદાચ, બે વધુ 'ગુડ ન્યુઝ' મોકલવા માંગતા હોય એવું પણ બની શકે...

...અને આપણે ત્યારે માનીએ કે યાર, ઈશ્વર આપણું સાંભળતો નથી. જો તમને એવું ન લાગતું હોય તો માનજો કે ચલતા પુર્જા ટાઈપ્ડ માણસ છો કારણકે તમે ઈશ્વર પાસે 'લોટરી સ્ટાઈલ'થી માંગો છો. લાગે તો બખ્ખા અને પછી નવી ડિમાન્ડઃ શેરબજારમાં કમાઈ દીધું. પુત્રને પ્રમોશન મળી ગયું. બેબીનું ગ્રીનકાર્ડનું પતી ગયું. હવે જરા નાનાભાઈની ફેકટરીને દોડતી કરી દો, પ્રભુ, 

માની લો કે, ઈશ્વરે મનગમતાં આશીર્વાદ ન આપ્યા તો? બીજું શું, થોડી પુજા-દર્શન અને નાળિયેર વધારે. અ)પણે એટલાં શાણાં છીએ કે ઈશ્વરને મૂરખ માનીએ છીએ પણ હકીકતે ઈશ્વર એવો નથી. જૂઓ, માંગીએ છીએ તે બધું ક્યાં આપે છે?

- નરેશ શાહ

આ સમાચાર શેર કરો