શતરંગ / ફ્રૂટ સેલેડ વિથ આઈસ્ક્રીમ
- આહારની અનુરાગીની હેલો……! ફૂડિઝ ઉનાળાના છેલ્લા થોડા દિવસો બાકી છે. અને મેં વિચાર્યું કે, મારે

- આહારની અનુરાગીની
હેલો……! ફૂડિઝ ઉનાળાના છેલ્લા થોડા દિવસો બાકી છે. અને મેં વિચાર્યું કે, મારે તમારી સાથે એક છેલ્લી સમર રેસીપી સેર કરવી જોઈએ. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સના મિશ્રણથી બનેલી ખરેખર મેડલી અને ઇઝી સેલેડ રેસીપી,ટોપડ વિથ સ્કૂપ્સ ઓફ આઈસ્ક્રીમ. બધી મનપસંદ વસ્તુઓ એકસાથે હોય . જ્યારે તમારી સામે આઇસક્રીમ સાથે આ ફ્રુટ સેલેડ હોય ત્યારે તમે ખરેખર બીજું શું માંગી શકો? તમે તેને નાસ્તા અથવા ડેઝર્ટ તરીકે માણી શકો છો. આ કંપ્લીટલી તમારી ચોઈસ છે, સો લેટ્સ ટ્રાય ઘીસ રિફ્રેશિંગ સેલેડ વિથ આહારની અનુરાગીની .
ફ્રૂટ સેલેડ વિથ આઈસ્ક્રીમ વિશે :
આઈસ્ક્રીમ સાથે ફ્રુટ સેલેડ એ ઘણી ઇન્ડિયન રેસ્ટોરાંમાં ખુબજ લોકપ્રિય ડેઝર્ટ છે. શા માટે? કારણ કે કેટલાક ફળો એકસાથે મૂકવા અને તેને આઈસ્ક્રીમ સાથે ટોપ કરવું એ ખરેખર ઇઝી છે. આ સ્યોર શોર્ટ વિનર રેસિપી છે. જે અતિ લોકપ્રિય છે !
ઘરે મારી પાસે મારું વર્ઝન છે જ્યાં હું ઝડપી ફ્રુટ સૅલેડ ને ટૉસ કરું છું, તેને થોડું વધુ આકર્ષક બનાવવા માટે કેટલાક નટ્સ ઉમેરી અને હોમમેઇડ આઈસ્ક્રીમ સાથે સર્વ કરું છું. કોઈ વધારાની સુગર સીરપ અથવા અન્ય કોઈ સ્વીટનર આ રેસીપીમાં નથી કારણ કે મેં જે ફળોનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે તે કુદરતી રીતે મીઠા હોય છે.
મેં આ રેસીપીમાં ઉપયોગ કર્યો છે તે સિવાય તમે તમારી પસંદગીના કોઈપણ સીઝનલ ફ્રૂટ પસંદ કરી શકો છો. તમે જેલી અને કસ્ટાર્ડ સાથે,આઇસક્રીમ સાથે ફ્રુટ સેલેડનું આ કોમ્બિનેશન પણ પીરસી શકો છો.
આ સિમ્પલ ફ્રુટ સેલેડ રેસીપી છે. જેમાં આઈસ્ક્રીમને બાદ કરતાં તમામ ગૂડનેસ છે. તેથી, તે હેલ્થી છે,પરંતુ તેજ સમયે ખૂબજ સ્વાદિષ્ટ પણ છે.
ફ્રૂટ સેલેડ વિથ આઈસ્ક્રીમ બનાવવાની રીત:
ફળોને સારી રીતે ધોઈ તેને પિલ (છોલવું ) કરો અને મીડીયમ સાઈઝ માં સમારો :
1 મોટું કેળું
2 મીડીયમ કદની કેરી
4 થી 5 નાના થી મીડીયમ ચિકૂ
10 થી 12 સ્ટ્રોબેરી
1 ડ્રેગન ફ્રૂટ
- એક બાઉલમાં સમારેલા મિક્સ ફળો લ્યો. તમે ફળોને રેફ્રિજરેટ કરીને પણ સમારી શકો છો.
- તમે તમારી ચોઈસ ના ફ્રૂટ પણ એડ કરીશકો છો, પણ ધ્યાન રાખવું કે તરબૂચ અને સિટ્રસ(ખાટાં) જેવા ફળોને ટાળો કારણ કે તે મિલ્ક બેઝ પ્રોડક્ટ સાથે કંપેટેબલ નથી (જેને તમે વિરુધ આહાર પણ કઈ શકો છો ).
- એક બાઉલમાં સમારેલા મિક્સ ફ્રૂટ લઇ તેને ચમચી વડે સારી રીતે મિક્સ કરો.
- 2 થી 3 ચમચી સમારેલા નટ્સ જેવા કે કાજુ,બદામ અને પિસ્તા અથવા તમારા મનપસંદ સૂકા મેવા ઉમેરો.
- સમારેલા નટ્સને મિક્સ ફ્રૂટ સાથે મિક્સ કરો.
- ફ્રૂટ સેલેડના મિશ્રણને બાઉલ અથવા આઈસ્ક્રીમ કપમાં પીરસો
- ફ્રુટ સેલેડની ઉપર બેથી ત્રણ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ મૂકો.
- સ્ટ્રોબેરીના થોડા ટુકડા અથવા કોઈપણ ફળ અથવા બેરીઝથી ગાર્નિશ કરો. ઉપરાંત,ઉપરથી થોડા સમારેલા નટ્સ છાંટો.
આઈસ્ક્રીમ અને નટ્સ સાથે ફ્રુટ સેલેડ પીરસો.
સેલેડ્સ આર સો ગુડ ફોર ઓલ સીઝન
ઠંડી કે ગરમ,ઉનાળો કે શિયાળા માટે,તીખું કે મીઠી, મિલ કે સ્નેક માટે – સેલેડ ની વર્સટાલિટી ની બાઉન્ડરી નથી હોતી!
તે ફન, કલરફુલ, રિફ્રેશિંગ, ફિલિંગ સામાન્ય રીતે બનાવવા માટે સરળ છે અને લોટ્સઓફ નિયૂટ્રિશનને એક બાઉલમાં પેક કરે છે. જ્યારે તમે પાર્ટી મોડમાં હોવ, ત્યારે તમે તમારા સૅલડ ને જેઝ -અપ કરી બિંગવરથી બનાવી શકો છો !
So, if you are looking for goodness in a bowl, a salad is your best bet!
આઇસક્રીમ સાથેનું આ સરળ સમર ફ્રુટ સેલેડ જે વિવિધ ફળો અને નટ્સ નું મિશ્રણ છે જે સ્કુપ ઓફ વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે.
- પૂનમ રાજગોર








