શતરંગ / જાણો તમારા આવનારા સપ્તાહ વિશે ટેરો કાર્ડ્સ શું કહે છે?
- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ

- ફ્યુચર ફ્રોમ ટેરો
આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે.
જૂન 10 – જૂન 16
મેષ (એરિસ) માર્ચ 21-એપ્રિલ 19
હેલ્થ: (મોરાલિટી)
આ સપ્તાહે તમારે તબિયતનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું તેવી સલાહ આ કાર્ડ આપી રહ્યું છે. બોડી પેઈન, ગાયનેક ઇશ્યુઝ, આંખ, કાન, ગળાનો દુઃખાવો આવી શકે છે. જૂની બીમારી ઉથલો મારી શકે છે. સેવન ચક્ર મેડીટેશન કરવું, જ્યાં જરૂર લાગે ત્યાં મેડીકલ હેલ્પ લેવી અને સાથે જ બોડીમાં જે ઈશ્યુ હોય તે છુપાવવા નહિ.
કરિયર: (લેટિંગ ગો)
આ કાર્ડ કહે છે કે, આ સપ્તાહે કરિયરનું બધારે પડતું ટેન્શન ના લેવું. બને તો બ્રેક લઈને પોતાના ઈમોશનલ પ્રોબ્લેમ સોલ્વ કરવા જેથી કરિયરની ક્લેરિટી આવે. ઓફિસમાં કોઈ વાદ-વિવાદમાં પડવું નહિ.
રિલેશનશિપ: (બ્રેક થ્રુ)
તમારે પોતાના માટે સ્ટેન્ડ આ સપ્તાહે લેવું જોઈએ તેવી સલાહ આ કાર્ડ આપી રહ્યું છે. જે સંબંધોમાં ઘણા સમયથી ફસાયેલા હોવ અને હેરાન થઇ રહ્યા હોવ તો તેમાંથી બહાર આવી શકશો.
વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20
હેલ્થ: (હિલીંગ)
જૂની હેલ્થ પ્રોબ્લેમ્સ આ સપ્તાહે સોલ્વ થતી જણાશે. ખાસ કરીને શરદી, અપચાના ઈશ્યુમાં રાહત મળશે. કાર્ડ કહે છે કે, આ સપ્તાહે પૂરતો રેસ્ટ કરીને હેલ્થ સારી થાય તેના પર વધુ ધ્યાન આપવું.
કરિયર: (એક્ઝિસ્ટન્સ)
આ કાર્ડ જણાવે છે કે, આ સપ્તાહે કોઈ પણ કામ હાથ પર લેતા પહેલા તે કામ કે પ્રોજેક્ટ અથવા તેમાં કામ કરતા ટીમ મેમ્બર્સ વિષે પૂરતી માહિતી મેળવી લેવી. કામની ડેડ લાઈન પૂર્ણ થવાની હોય ત્યાં જ અચાનક નવી ડિમાન્ડ કે કામ આવી શકે છે.
રિલેશનશિપ: (ટોટાલિટી)
આ સપ્તાહે તમારે તમારા દરેક નજીકના સંબંધો સાચવીને ચાલવું. કોઈની પણ સાથે વિવાદમાં ઉતરવાથી ઘરનો માહોલ ખરાબ થઇ શકે છે.
મિથુન (જેમિની) મે 21- જૂન 21
હેલ્થ: (પ્લેફૂલનેસ)
મિથુન રાશિના જાતકો માટે ઓવરઓલ હેલ્થ ખૂબ ક પોઝિટીવ રહેશે. પડવા આખડવાથી સાચવવું. વોકિંગ કરવું અને બને તેટલું ઓચ્ચું ટેન્શન લેવું.
કરિયર: (કમ્પ્લિશન)
નવું કામ શરુ કરતા પહેલા એ શ્યોર કરવું કે તમે જૂનું કામ અધૂરું ના રાખો. નવી કરિયર તકો આ સપ્તાહે શોધવા માટેનો ઉત્તમ સમય છે. જો કરિયર ચેન્જ કરવું હોય તો પહેલા તમારા હાલના કરિયર રિલેટેડ બધા જ પેન્ડિંગ કામ પૂરા કરવા પર ધ્યાન આપવું.
રિલેશનશિપ: (ઇનોસન્સ)
તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારા માટે ખરાબ બોલી શકે છે. તેવામાં તમારે કોઈ પણ રિએક્શન આપ્યા વિના જ વિવાદ ટાળવો. ઈગો કાબૂમાં રાખવો અને ગુસ્સામાં આવીને કોઈ પણ નિણર્ય લ્રવો નહિ.
કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22
હેલ્થ: (પાસ્ટ લાઈવ્સ)
આ સપ્તાહે ઊંઘ નાં આવવી, માથાનો દુઃખાવો કે પછી ડિપ્રેશન રિલેટેડ હેલ્થ ઇશ્યુઝ આવી શકે છે તેમ કાર્ડ પાસ્ટ લાઈવ્સ જણાવે છે. કોઈ પણ હેલ્થ ઈશ્યુ વારંવાર આવે તો તેમાંથી તમારે કશુંક શીખવાનું છે તે યાદ રાખવું.
કરિયર: (લેઝીનેસ)
પાછલા દિવસોમાં કામમાં મળેલી સફળતાને કારને આ સપ્તાહે અલાસ આવે અને તેના કારણે નવા કામ હાથમાંથી સરકી શકે છે. કાર્ડ સલાહ આપે છે કે, આ જ યોગ્ય સમય છે વધુ કામ કરવાનો અને કરિયર ગ્રોથ પર ફોકસ કરવાનો.
રિલેશનશિપ: (કોમ્પ્રોમાઈઝ)
આર્થિક બાબતો એ લાઈફ પાર્ટનર સાથે વિવાદ થઇ શકે છે, ખોટું બોલવું નહિ. ટૂંકા ગળાના ફાયદા માટે કોઈ પણ રિલેશનમાં કોઈ પણ બાબતે મન મારીને પરાણે સમાધાન કરવું નહિ.
સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22
હેલ્થ: (આઉટ સાઈડર)
આ રાશિના નાના બાળકો માટે આ સપ્તાહે હેલ્થ ઇશ્યુઝ આવે તેમ બની શકે છે. જો કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ આવે તો પહેલા જાતે એક્સેપ્ટ કરવું કે બોડીને હિલીંગની જરૂર છે અને તે પછી મેડિકલ હેલ્પ લેવી. ખુલ્લા પગે ઘાસમાં ચાલવાથી ફાયદો થાય.
કરિયર: (ફ્રેન્ડલીનેસ)
તમારા ટીમ મેમ્બર્સના વ્યક્તિત્વની સ્વતંત્રતા સ્વીકારવી અને સાથે જ તમારા મંતવ્યોને પણ માં આપવું. કોઈની મદદથી ખૂબ સારું કામ થઇ શકશે.
રિલેશનશિપ: (વી આર ધ વર્લ્ડ)
ફેમિલી ગેટ ટુ ગેધર થવાની શક્યતા આ સપ્તાહે જણાઈ રહી છે. બને તેટલો વધુ સમય પરિવાર સાથે વિતાવવો. ફેમિલી પિકનીકનો પ્લાન બનાવવા માટે ઉત્તમ સપ્તાહ.
કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22
હેલ્થ: (ટર્નિંગ ઇન)
આ સપ્તાહે આ રાશિના જાતકોની હેલ્થ ઓવરઓલ પોઝિટીવ જણાઈ રહી છે. કાર્ડ ઓફ ટર્નિંગ ઇન મુજબ ઈમોશનલ હેલ્થ પર વધુ ફોકસ કરવું. પેનિક અને એન્કઝાઈટીના કારણે ઊંઘ ના આવવી, માથું દુઃખવું જેવા ઈશ્યુ આવી શકે છે/
કરિયર: (કરેજ)
ઘણા લાંબા સમયથી જે કામ માટે પ્રયત્ન કરી રહ્યા હોવ તે આ સપ્તાહે પૂર્ણ થઇ શકે છે તેમ આ કાર્ડ કહે છે. તે સિવાય નવા કામમાં જેટલી મહેનત કરશો તેનાથી વધુ ફળ મળશે પરંતુ તે ફળ મેળવવા માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.
રિલેશનશિપ: (ધ માસ્ટર)
ધ માસ્ટરનું કાર્ડ કહે છે કે, આ સપ્તાહે તમારે ફેમિલી સાથે વધુ સમય વિતાવવો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિ જો તમારા પરિવારમાં હોય તો તેની સાથે વાત કરવી, તેમની વાતો સાંભળવી અને તેમના જીવન અનુભવમાંથી શીખવાનો પ્રયત્ન કરવો.
તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23
હેલ્થ: (અલોનનેસ)
અલોનનેસના કાર્ડ મુજબ હેલ્થ સામાન્ય જણાશે. ઉંમરલાયક વ્યક્તિઓએ તબિયત પર ખાસ ધ્યાન આપવું તેમ કાર્ડ સૂચન કરે છે.
કરિયર: (ગાઇડન્સ)
તમારા પ્રોફેશનલ એડવાઈઝર સાથે બેસીને સલાહ લેવી અને પછી કામ કે પ્રોજેક્ટ આગળ વધારવો. તમારી અંતરસૂઝને સાંભળવી, તમારા કામ કે ટાર્ગેટને પૂર્ણ કરવા માંતેબો પ્લાન કે રસ્તો તમારા મનમાં છે જે, માત્ર શાંતિથી, ધીરજપૂર્વક પોતાની જાત સાથે ચર્ચા કરવી, રસ્તો મળશે.
રિલેશનશિપ: (નો-થિંગનેસ)
નજીકના વ્યક્તિઓ સાથે પ્રોબ્લેમ્સ ત્યારે શું કરવું એ ખબર ના પડે ત્યારે કશું જ ના કરવું. તમારે આ બાબત સમજવા સમય જોઈએ છે એ પછી વાત કરીશું તેમ કહીને તે સમયે કોઈ પણ પ્રકારનો વિવાદ ટાળવો.
વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21
હેલ્થ: (સ્લોઈંગ ડાઉન)
જો કોઈ બીમારી અત્યારે હોય તો તે ધીરે ધીરે દૂર થતી જણાશે તેમ આ કાર્ડ કહી રહ્યું છે. હેલ્થ સાચવવા માટે વોકિંગ કરવું જરૂરી છે. આ રાશિના લોકો માટે આ સપ્તાહે વોટર બોડી પાસે સમય વિતાવવાથી હિલીંગ થશે.
કરિયર: (રિબર્થ)
આ સપ્તાહે નવી રીતે કોઈ કામ કરવાની તક મળી શકે છે. નવા લર્નિંગ અને કામની નવી પદ્ધતિ શીખવી. મોનોટોનસ કામ માટે નવો અપ્રોચ લેવાથી રિઝલ્ટ્સ સારા મળશે.
રિલેશનશિપ: (ન્યૂ વિઝન)
જૂના સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે નવી પરિસ્થિતિ ઉભી કરવી પડશે તેમ આ કાર્ડ કહે છે. પાર્ટનર સાથેના સંબંધમાં આ સપ્તાહે સુધારો કરવો. જો તેમની સાથે કામ કરવાનો પ્લાન કરવો હોય તો થઇ શકશે.
ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21
હેલ્થ: (હારમની)
કાર્ડ ઓફ હારમની કહી રહ્યું છે છે કે, આ સપ્તાહે આ રાશિના જાતકોએ હેલ્થ બાબતે વધુ ચિંતા કરવાની જરૂર નથી. જો કે, માઈગ્રેન કે હાર્ટના દર્દીઓએ થોડું સાચવવું. મેડીટેશનથી ફાયદો થાય.
કરિયર: (મુમેન્ટ ટુ મુમેન્ટ)
આ સપ્તાહે કારકિર્દી બાબતે કોઈ ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતા રહેશો તો લાંબા ગાળે ફાયદો થશે. ફિલ્ડના અનુભવી વ્યક્તિ સાથે બેસીને સલાહ લેવી. આ કાર્ડ એમ પણ કહે છે કે, તમારું ફોકસ તમારું કામ જ હોવું જોઈએ, આસપાસની વાતો કે ડિસ્ટ્રેકશનના કારણે તમારું કામ ઠેલાઈ ના જાય તેનું ધ્યાન રાખવું.
રિલેશનશિપ: (ધ માઈઝર)
આ કાર્ડ કહે છે કે, કંજૂસાઈ કરવી નહિ. ફેમિલીનું મહત્ત્વ સમજવું અને માત્ર પૈસાના જ સંબંધો રાખવા નહિ. કોઈને તમારી મદદની જરૂર હોય તો આર્થિક મદદ કરવી.
મકર: (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19
હેલ્થ: (ગોઇંગ વિથ ધ ફલો)
આ સપ્તાહે મકર રાશિના લોકોની તબિયત ઓવરઓલ પોઝિટીવ રહેશે તેમ આ કાર્ડ જણાવે છે. બને તેટલું વધુ પાણી પીવું. તમારી મેન્ટલ હેલ્થ ખરાબ ના થાય તેનું ધ્યાન રાખવું.
કરિયર: (ગિલ્ટ)
તમારા મનમાં તમારે જે પણ કામ કરવું છે તે ક્લિયર છે તેમ છતાં અન્ય લોકોની વાતમાં આવીને કામ કર્યું હશે તો તેના કારણે પસ્તાવાની લાગણી આવશે. તમારી સફળતા અને નિષ્ફળતા માટે માત્ર તમે જવાબદાર હોવા જોઈએ તે યાદ રાખવું અને પોતાના મનની વાત સાંભળીને ગ્રોથ તરફ આગળ વધવું.
રિલેશનશિપ: (રિસેપ્ટીવિટી)
તમારા મનની વાત સાંભળનાર કોઈ નવા મિત્રની મુલાકાત થાય તે આ અઠવાડિયે બની શકે છે. તમારા નજીકના લોકો પણ તમારા ઈમોશન સમજશે અને તેમની રીતે તમને મદદ પણ કરશે.
કુંભ: (એકવેરિયસ) જાન્યુઆરી 20 - ફેબ્રુઆરી 18
હેલ્થ: (ટ્રાન્સફોર્મેશન)
આ કાર્ડ મુજબ હેલ્થ બાતે ઘણા બધા ચેન્જીસ આ સપ્તાહે આવી શકે છે. જો કે, આ ચેન્જીસ હકારાત્મક હોવાની સંભાવના વધુ છે. પોતાના ફિઝીકલ હેલ્થ ગોલ્સ માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. ફિઝીકલ હેલ્થ ટ્રાન્સફોર્મ કરવા માટે મેડીટેશન અને કસરત કરવા.
કરિયર: (પોલિટીકસ)
ઓફિસમાં કોઈ કલીગ અથવા તમારા બોસ તમારી સાથે પોલિટીકસ કરી શકે છે. તમારી પાસેથી કામ લેવા માટે તમારી સામે સારા બનીને કોઈ વ્યવહાર કરે તો તેનાથી ચેતવું. જ્યાં જરૂર પડે ત્યાં તમારે પણ કામ કઢાવવા માટે પોલિટીકસ કરવું પડશે.
રિલેશનશિપ: (ધ લવર્સ)
જો જીવનસાથીની શોધમાં હોવ તો તે શોધનો આ સપ્તાહે અંત આવી શકે છે. આ કાર્ડ કહે છે કે, આ સપ્તાહ તમારા પાર્ટનર સાથે વિતાવવું અને તેમને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો.
મીન: (પાઇસિસ) ફેબ્રુઆરી 19 - માર્ચ 21
હેલ્થ: (ધ ડ્રીમ)
ઓવરથિન્કિંગના કારણે માથાનો દુઃખાવો રહેશે તેમ કાર્ડ જણાવે છે. એ સિવાય કાર્ડ કહે છે કે, કોઈ પણ હેલ્થ ઈશ્યુ માટે પોતાની રીતે દવા કરવી નહિ, ડૉકટર પાસે જઈને રિયાલીટી શું છે તે સમજવાનો પ્રયત્ન કરવો.
કરિયર: (કંટ્રોલ)
ઘણું બધું કામ તમારી પાસે છે પરંતુ તમે અન્ય લોકોના કામ કંટ્રોલ કરવાની ઈચ્છા કરશો તો તમારા કામ આ સપ્તાહે અટકવાની શક્યતા કાર્ડ જણાવે છે. આ સપ્તાહ તમારા માટે એક્શન લઈને પોતાની જાત પર કામ બાબતે પ્રયોગ કરવાનું છે. પરંતુ, તમારો સ્વભાવ તમને તેમ કરતા રોકી શકે છે તે યાદ રાખવું.
રિલેશનશિપ: (ધ સોર્સ)
તમારા સૌથી નજીકના લોકો સાથેના રિલેશનમાં એક નવી ઊર્જાનો સંચાર આ સપ્તાહે થતો જણાય છે. કાર્ડ ઓફ ધ સોર્સ કહે છે કે, કોઈ પણ વ્યક્તિ સાથે નિકટના સંબંધ વિકસાવવા માટે તેમના મૂળને જાણવું, તેમના ઇન્ટેન્શન અને તે પછી જ આગળ વધવું.
- ખુશ્બુ ત્રિવેદી








