મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જાણો ટેરો કાર્ડ દ્વારા તમારું આખું અઠવાડિયું કેવું રહેશે?

- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ ક

શતરંગ / જાણો ટેરો કાર્ડ દ્વારા તમારું આખું અઠવાડિયું કેવું રહેશે?

- ફ્યુચર ફ્રોમ ટેરો

     આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે. 

મે 6 – મે 12  

મેષ (એરિસ) માર્ચ 21-એપ્રિલ 19

હેલ્થ: (ઓર્ડીનરીનેસ)

ઘરના ઝઘડાના કારણે આ સપ્તાહે હાઈ બીપી કે હાયપર ટેન્શન આવી શકે છે. તેથી આ કાર્ડ કહી રહ્યું છે કે, જેમ બને તેમ વધુ નેચરમાં સમય વિતાવવો. સિઝનલ ફ્રુટ્સ ખાવાથી હેલ્થ સારી રહે. ખુલ્લા પગે ઘાસમાં ચાલવાથી ફાયદો થાય.

કરિયર: (એડવેન્ચર)

નવી કરિયર તકો આવતી દેખાઈ શકે છે, નવી સ્કિલ ડેવલપ કરવા પર ફોકસ કરવું. વધુ પગાર કે પ્રોફિટની લાલચમાં આવીને ઉતાવળ કરીને જોબ ચેન્જ કરવી કે, ડીલ કરવાની કાર્ડ્સ ના કહી રહ્યા છે. નવી તકોને બરાબર રીતે સમજીને પ્લાનિંગ સાથે આગળ વધવાથી લાભ થશે. 

રિલેશનશિપ: (બ્રેક થ્રુ)

જે રિલેશન્સમાં તમને સફોકેટેડ થવાની લાગણી અઆવતી હોય તેમાંથી બહાર આવવા માટે આ સપ્તાહ ફેવરેબલ છે. કોઈ પણ સંબંધમાં તમારી ઈચ્છાઓ મારીને બીજા માટે કામ કરવાનું બંધ કરવું. સહન કરીને પોતાના સપના મારવાની આદતમાંથી બહાર આવીને પોતાના માટે સ્ટેન્ડ લેવું. 

વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20

હેલ્થ: (કંટ્રોલ)

કંટ્રોલનું કાર્ડ હેલ્થ માટે અલાર્મિંગ પરિસ્થતિ બતાવી રહ્યું છે. બોડી પેઈનના ઈશ્યુ આવી શકે છે તેવી સ્થિતિમાં ફિઝીકલ એકસરસાઈઝ કરવાથી ફાયદો થશે. હેલ્ધી અને સાત્ત્વિક ખોરાક જ લેવાનું કાર્ડ સજેસ્ટ કરે છે. સેવન ચક્ર મેડીટેશન અને વોકિંગ હેલ્પફુલ  બનશે. કામમાંથી બ્રેક લઈને આરામ કરવો.

કરિયર: (ટોટાલિટી)

કરિયર સામાન્ય ચાલશે. કોઈ નવા કામ હાથ પર લેવા માટે આ સપ્તાહ યોગ્ય નથી એમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. જે કામ પેન્ડીંગ છે તે પહેલા ફીનીશ કરવા અને ખૂબ જ ધીરજ સાથે કામ કરવું. ડેડલાઈન ફોલો કરવી જેથી ટીમ વર્ક રેગ્યુલર પણે થતું રહે. 

રિલેશનશિપ: (આઈસ-ઓલેશન)

તમારી જીદ અને ઇગોના કારણે તમે ભૂતકાળમાં અન્ય લોકો માટે ખોટા નિર્ણયો લીધા હતા જેના પરિણામો આ સપ્તાહે આવી શકે છે. તે પરિસ્થિતિમાં પોતાની ભૂલ સમજવી, સ્વીકારવી, સુધારવી અને આગળ વધવું. યાદ રાખવું કે ભૂલ સ્વીકારવાથી તમારું મહત્ત્વ ઓછું નહિ થાય. 

મિથુન (જેમિની) મે 21- જૂન 21 

હેલ્થ: (ધ રિબેલ)

જૂનો પગનો દુઃખાવો અને શોલ્ડર પેઈનમાં રાહત આ સપ્તાહે મળી શકે છે. શારીરિક ઉર્જામાં વધારો થવાનું કાર્ડ જણાવી રહ્યું છે. માનસિક રીતે સ્ટ્રોંગ બનીને શારીરિક હેલ્થ સારી કરવા બાબતે એક્શન લેશો તો ફિટનેસના ગોલ્સ ઇઝીલી પૂરા થશે.  

કરિયર: (અન્ડરસ્ટેન્ડિંગ)

તમારા કામ માટે હવે તમે તૈયાર છો, તમારું માર્કેટ અને કોમ્પીટીશન સમજીને કામ શરુ કરવાનું સજેશન આ કાર્ડ આપી રહ્યું છે. સેલ્ફ કોન્ફિડેન્સ રાખીને ડર્યા વિના રિસ્ક લેવાનો સમય આવી ગયો છે. નવી જોબ શોધતા હોવ તો ફિલ્ડના લોકોને મળીને વાત કરવાથી નવી તકો ઓપન થાય. 

રિલેશનશિપ: (પ્રોજેક્શન્સ)

તમે અને તમારા પાર્ટનર એકબીજા સાથે ઈમોશનલી ઓનેસ્ટ બની રહ્યા નથી. જે મનમાં છે તે વાત કહેવાના બદલે સામેની વ્યક્તિ સમજી લેશે તેમ વિચારવાથી સંબંધ બગડી શકે છે. તમારા મનમાં જે પણ વાત હોય કે વિચાર હોય તેને ડર્યા વિના સામેની વ્યક્તિ સાથે કોમ્યુનિકેટ કરો અને તેમને પણ એ જ સ્પેસ આપશો તો સંબંધો સુધરતા જણાશે.

કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22

હેલ્થ: (ધ માઈસર)

માત્ર કામ પર ધ્યાન આપવાના કારણે છેલ્લા કેટલાક સમયથી હેલ્થ પર જરા પણ ધ્યાન આપ્યું નથી જેના કારણે આ સપ્તાહે બેક પેઈનનો ઈશ્યુ આવી શકે છે. કરોડરજ્જુમાં ખાસ કરીને ઇન્જરીના આવે તેનું ધ્યાન રાખવું. નાના દુઃખાવા માટે પણ પૈસાની ચિંતા કર્યા વિના ડૉકટરની સલાહ અવશ્ય લેવી.

કરિયર: (મેચ્યોરિટી)

પહેલાના ઇન્વેસ્ટમેન્ટના પોઝિટીવ રિઝલ્ટ આ સપ્તાહે મળવાની શક્યતા આ કાર્ડ જણાવી રહ્યું છે. નવી કરિયર તકો અને ફાઈનાન્સ બેનેફિટ આવવાના ચાન્સિસ પણ જણાઈ રહ્યા છે. તમે કરેલી મહેનતના ફળ ટૂંકમાં આ સપ્તાહે મળશે. એટલું જ નહિ આ સપ્તાહે કરેલા કામના સુંદર રિઝલ્ટ્સ મળશે. 

રિલેશનશિપ: (હિલીંગ)

પરિવારમાં લાંબા સમયથી ચાલતા ઝગડાનો અંત આવતો જણાય. બંને પક્ષે સમજણ આવે અને તેના કારણે જે પ્રોબ્લેમ્સ છે તેની સામે બેસીને વાતચીત આ સપ્તાહે થઇ શકે છે. સંબંધો સુધારવા પર જ ફોકસ કરવું અને તમારા નજીકના લોકોને ઈમોશનલ કમ્ફર્ટ આપવી. 

સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22

હેલ્થ: (અવેરનેસ)

કાર્ડ ઓફ અવેરનેસ પ્રમાણે ઓવરઓલ હેલ્થ સામાન્ય રહેશે પરંતુ અચાનક માથાનો દુઃખાવો કે ટેન્શનની પરિસ્થિતિ આવી શકે છે. મેડિટેશન કરવાથી માનસિક શાંતિ મળે અને હેલ્થ સારી થાય. બોડીમાં થોડો ચેન્જ પણ દેખાય તો ડૉકટરનો તુરંત સંપર્ક કરવો.

કરિયર: (રિબર્થ)

જૂના કામને નવી રીતે કરવાનો ચાન્સ આ સપ્તાહે તમને મળી શકે છે. નવું શીખવામાં નાનપ રાખવી નહિ. નાના નાના અવરોધો પર ધ્યાન આપીને સમય વેડફવો નહિ પણ, પોતાના ગોલ્સ પર ફોકસ કરીને આગળ વધતા રહેવું. 

રિલેશનશિપ: (ટ્રાવેલિંગ)

પરિવાર સાથે કોઈ ટ્રીપનું પ્લાનિંગ કરવું હોય તો આ સપ્તાહ યોગ્ય હોવાનું આ કાર્ડ જણાવી રહ્યું છે. તમારા કોઈ રિલેટીવ તમને મળવા આવે અથવા તમે કોઈને મળવા માટે જાવ તેવા સંજોગો બની શકે છે. સોલો ટ્રેકિંગ કે ટ્રીપ પર જવા માટે પણ પ્લાન કરી શકો છો.

કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22

હેલ્થ: (ક્લીન્ગીંગ ટુ ધ પાસ્ટ)

ભૂતકાળની વાતો યાદ કર્યા કરવાથી માથાનો દુઃખાવો થઇ શકે છે. જેને પણ જૂની બીમારી હોય તેવા લોકો તે સારી થાય તેના બદલે તેની ફરિયાદ કર્યા કરશે તો તબિયત વધુ ખરાબ થશે. વર્તમાનમાં તમારી પાસે ઘણી મદદ છે, કમ્ફર્ટ છે તેનું મહત્ત્વ સમજીને ખુશ રહેવાનો પ્રયત્ન કરવો. 

કરિયર: (ધ માસ્ટર)

તમારી કારકિર્દીના બધા જ નિર્ણયો તમારા પોતાના હોવા જોઈએ તે યાદ રાખીને અન્ય લોકોની વાતમાં આવીને ભૂલ કરવી નહિ. કરિયર કે જોબ ચેન્જનો નિર્ણય લઇ લીધો હોય તો ભગવાનને પ્રે કરીને એ નિર્ણયમાં આગળ વધવાની સલાહ આ કાર્ડ આપી રહ્યું છે. 

રિલેશનશિપ: (ધ ફૂલ)

પરિવારમાં શાંતિ રહે તે માટે તમે પહેલ કરી શકો છો તેમ આ કાર્ડ કહી રહ્યું છે. નવી રિલેશનશીપમાં આગળ વધતા પહેલા તે વ્યક્તિને બરાબર રીતે ઓળખવી અને તમારા ઈરાદા સારા છે તો સામેની વ્યક્તિના પણ સારા હોય તેમ માનીને તુરંત વિશ્વાસ કરી લેવો નહિ. 

તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23 

હેલ્થ: (માઈન્ડ)

આ રાશિના જાતકોનું માનસિક સ્વાસ્થ્ય હાલ ખૂબ જ ચિંતાનો વિષય છે. સાયકોલોજિકલ કાઉન્સેલિંગ હેલ્પફૂલ થઇ શકે છે. પોતાના ટ્રોમા સ્વીકારીને પોતાને હીલ કરવા માટે માનસિક તૈયારી આ સપ્તાહે કરવાનું કાર્ડ જણાવી રહ્યું છે અને એમ કરવાથી જ પરિસ્થિતિ બદલાશે. 

કરિયર: (સ્લોઈંગ ડાઉન)

કરિયર સ્ટેડી રીતે આગળ વધતું રહેશે. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી. નવું કામ શરુ કરતા પહેલા પણ તે ફિલ્ડના અનુભવી માણસને મળીને ચર્ચા કરીને આગળ વધવું તેવી સલાહ આ કાર્ડ આપી રહ્યું છે. 

રિલેશનશિપ: (ફલાવરિંગ)

આ સપ્તાહે ખાસ કરીને તમારી ફિમેલ સાથેની રિલેશનશીપ ખૂબ જ સારી બની શકે છે. ઘરની સ્ત્રીઓને ખુશ રાખવી. અણધારી રીતે ફિમેલ પાસેથી હેલ્પ આવવાના ચાન્સિસ કાર્ડ જણાવી રહ્યું છે. આ રાશિની સ્ત્રીઓ માટે સલાહ છે કે, સ્વયં સાથેની રિલેશનશીપ પર ફોકસ કરવું.

વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21 

હેલ્થ: (કમ્પેરિઝન)

આ સપ્તાહે આ રાશિના જાતકો માટે હેમેજર લ્થ ઇશ્યુઝ આવવાના ચાન્સિસ કાર્ડ જણાવી રહ્યું છે. નાની બીમારી પહેલા સારી થઇ જાય પણ જો યોગ્ય સારવાર કરવામાં ના આવે તો મોટી બીમારીમાં ફેરવાઈ શકે છે. કોઈ પણ હેલ્થ ઈશ્યુ ઇગ્નોર કરવા નહિ. મનના વિચારો મનમાં દબાવી દેવાથી હાર્ટ ઇશ્યુઝ આવી શકે છે.

કરિયર: (લેટિંગ ગો)

વધારે પડતા કામનો બોજો હટાવવાનો સમય આવી ગયો છે. તમારા ઇગોના કારણે તમારી ટીમના લોકોને આ સપ્તાહે મુશ્કેલી પડી શકે છે. તમારા કરિયરમાંથી બ્રેક લઈને હેલ્થ પર વધુ ફોકસ કરવું. અન્ય લોકોને તેમના કામની ક્રેડીટ આપવી.

રિલેશનશિપ: (પ્લેફૂલનેસ)

તમારા મનમાં ચાલતી વાતો અને વિચારો ટ્રાન્સપરન્ટ થઈને પરિવાર સાથે શેર કરવાથી સંબંધ મજબૂત બનશે. કોઈ તમને જજ કરશે અથવા તમને દબાવી દેશે તે ડર માત્ર તમારા મનમાં છે જેથી તે દૂર કરીને તમારા અસલી નેચરમાં ઓપન અપ થવું. 

ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21 

હેલ્થ: (કોમ્પ્રોમાઈઝ)

હેલ્થ બાબતે આ સપ્તાહે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ નહિ કરવા માટે આ કાર્ડ જણાવી રહ્યા છે. જયારે આરામની જરૂર હોય ત્યારે કરી જ લેવો, ફ્રુટ્સ વધારે ખાવા. ખાસ કરીને પ્રેગનેન્ટ સ્ત્રીઓએ દરેક પ્રકારના ટેન્શનથી દૂર રહી ઇમોશનલ હેલ્થ પર ફોકસ કરવું.

કરિયર: (ગિલ્ટ)

તમે ગમે તેટલું કામ કરો પણ તેના રિઝલ્ટ ના મળે તેમ આ સપ્તાહે બની શકે છે. ગિલ્ટનું કાર્ડ જણાવી રહ્યું છે કે, તમારું કામ તમારી રીતે કરવામાં તમને અડચણો આવી શકે છે તેવામાં તમારા આઈડીયાઝ પર ફોકસ કરીને કામ કરતા રહેવું, અન્ય લોકોની વાતોમાં આવીને સેલ્ફ કોન્ફિડન્સ લૂઝ કરવો નહિ. 

રિલેશનશિપ: (ફ્રેન્ડલીનેસ)

તમારી આસપાસના લોકોને તે જેવા છે તેવા જ એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરવાથી નવું શીખવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો આ સપ્તાહે સુધરી શકે છે. મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવાથી પાર્ટનર સાથેની રિલેશનશીપ વધુ સારી થાય. 

મકર: (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19

હેલ્થ: (અબન્ડંસ)

કાર્ડ ઓફ અબન્ડંસ મુજબ આ રાશિના જાતકો માટે હેલ્થ બાબતે આ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ અને શાંતિપૂર્ણ જણાઈ રહ્યું છે. નવું હેલ્થ રૂટીન અને ડાયટ શરુ કરવા માટે ખૂબ જ યોગ્ય સમય છે. નેચરમાં સમય વિતાવવાથી માનસિક શાંતિમાં વધારો થશે.

કરિયર: (અલોનનેસ)

કારકીર્દી બાબતે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા ૨-૩ દિવસ સમય લઈને કોઈની પણ ઇન્ફ્લુઅન્સ વિના તમારે શું કરવું છે તે વિચારવું અને ત્યારબાદ જ કોઈ નિણર્ય લેવો. ઓવરઓલ કરિયર ધીમે ધીમે આગળ વધતું જણાય.

રિલેશનશિપ: (હારમની)

તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથેની તમારી કેમેસ્ટ્રી આ સપ્તાહે ખૂબ જ વધારે મજબૂત બની શકે છે. કોઈ પણ કામ કરવામાં તેમનો સાથે મળી રહેશે અને તમારે જોઈએ તે પ્રકારે હેલ્પ  મળશે. 

કુંભ: (એકવેરિયસ) જાન્યુઆરી 20- ફેબ્રુઆરી 18 

હેલ્થ: (કંડીશનિંગ)

આ કાર્ડ જણાવી રહ્યું છે આ સપ્તાહે તમારે પગની ઇન્જરીથી સાચવવું. બેકપેઈન પણ આવી શકે છે. જે હેલ્થ રૂટીન ઘણા સમયથી આળસના કારણે ટાળી રહ્યા છો તે આ સપ્તાહે અવશ્ય શરુ કરવું જોઈએ. 

કરિયર: (આઉટસાઈડર)

તમારું કરિયર તમારી જવાબદારી છે તે ધ્યાન રાખીને તમારા પ્રોજેક્ટ્સ અને ટાસ્ક કોઈ પણ મદદ વિના જાતે જ પૂર્ણ કરવા પર ફોકસ કરવું. પોતાની જાતને કોન્ફિડેન્સ આપીને જાતે જ પ્રોબ્લેમના સોલ્યુશન શોધવા તેમ આ કાર્ડ ગાઇડન્સ આપી રહ્યું છે. 

રિલેશનશિપ: (સોરો)

લવ રિલેશનશીપમાં મિસ કોમ્યુનિકેશનના કારણે બ્રેક અપ થવાના ચાન્સિસ કાર્ડ જણાવી રહ્યું છે જે ટાળવા માટે થઈને ઝગડાથી દુઃખી થઈને બેસી જવાના બદલે મન ખોલીને વાત કરવી અને તમને જે બાબતોથી તકલીફ થાય છે તે કહેવું. 

મીન: (પાઇસિસ)ફેબ્રુઆરી 19- માર્ચ 21 

હેલ્થ: (ગાઇડન્સ)

નકારાત્મકતાના સ્થાને પોઝિટીવ વિચારો રાખીને હેલ્થ ઇશ્યુઝમાંથી જલદી બહાર આવી શકશો. ઓવરઓલ હેલ્થ સામાન્ય રહેશે. ડૉકટરની સલાહ માનીને ફોલો કરવી.

કરિયર: (પાસ્ટ લાઈવ્સ)

કરિયરમાં આવતી કાર્મિક પ્રોબ્લેમ્સ આ સપ્તાહે દૂર થતી જણાઈ રહી છે. નવી કરિયર તકો આ સપ્તાહે તમારા માટે ખુલી શકે છે. કામ મેળવવા માટે ભૂતકાળમાં કરેલા પ્રયત્નોના પોઝિટીવ રિઝલ્ટ આ સપ્તાહે મળી શકે છે. 

રિલેશનશિપ: (ઇનર વોઈઝ)

કોઈ પણ નવા સંબંધો ડેવલપ થતા દેખાય ત્યાં પોતાના મનની વાત સાંભળવી. પોતાની બધી જ વાતો કે વિચારો કોઈ પણ રિલેશનશિપમાં રીવિલ કરવા નહિ. ખાસ કરીને પાર્ટનર સાથેના સંબંધોમાં ઈમોશનલ થઈને ના બોલવાનું બોલી જાવ તેમ બને. 

- ખુશ્બુ ત્રિવેદી

આ સમાચાર શેર કરો