શતરંગ / ટેરો કાર્ડ દ્વારા જાણો કેવું રહેશે તમારું આખું અઠવાડિયું
- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા મા

- ફ્યુચર ફ્રોમ ટેરો
આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો
દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે.
22 એપ્રિલથી 28 એપ્રિલ
મેષ (એરિસ) માર્ચ 21 - એપ્રિલ 19
હેલ્થ: (કોમ્પ્રોમાઈઝ)
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ એવરેજ દેખાઈ રહ્યું છે. કાર્ડ્સ જાણવી રહ્યું છે કે ખાવા પીવામાં ધ્યાન નહિ રાખવાથી એલર્જી જેવી સમસ્યા સર્જાઈ શકે છે. કોમ્પ્રોમાઇઝનું કાર્ડ સૂચવી રહ્યું છે કે, આળસ છોડીને ફિઝિકલ એક્સરસાઇઝ કરવાનો સમય આવી ગયો છે.
કરિયર: (પોસિબિલિટી)
કામ કાજની નવી તકો શોધવા માટે આ સપ્તાહ પરફેક્ટ છે પણ સાથે જ ચેલેન્જીસ પણ આવશે જે સમજવા માટે અને સમજીને તક ઝીલવા માટે બાજ નજર રાખવી પડશે. કોમ્પિટિશન વધારે અને તકો ઓછી હોવાથી સમય વેડફ્યા વિના યોગ્ય સમયે પગલાં લેવા.
રિલેશનશિપ: (મેચ્યોરિટી)
અન્ય લોકોની વાતોમાં આવીને પોતાના અંગત લોકો સાથે સંબંધ બગડી શકે છે તેવા સંજોગોમાં પોતાની સમજણ પર વિશ્વાસ રાખી વિચારીને કોઈ પણ રિએક્શન આપવું. ફેમિલી સાથે અથવા પાર્ટનર સાથે વન ડે પિકનિક રિલેશન સારા બનાવશે.
વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20
હેલ્થ: (કંડિશનિંગ)
આ સપ્તાહે બૅક પેઈન અને પગના દુખાવાની ફરિયાદ રહેવાની શક્યતાઓ જણાઈ રહી છે. વધારાના કામ હાથ પર લેતા પહેલા સ્વાસ્થ્યનો વિચાર કરવો જરૂરી જણાય. કોઈ પણ હેલ્થ ઈશ્યુ ઇગ્નોર ના કરવા તેમ કાર્ડ જણાવી રહ્યું છે.
કરિયર: (રિબર્થ)
કારકિર્દીમાં નવા વળાંક આવી શકે છે. રિસર્ચ અને બ્રેઈન સ્ટોર્મિંગ હેલ્પફુલ રહેશે. તમારાથી નીચેની પોઝિશનના લોકો તમારો આત્મવિશ્વાસ તોડવાની કોશિશ કરી શકે છે પરંતુ જો તમે તમારા કામ પર ફોકસ કરશો તો સક્સેસ મળશે. પોતાનું કામ સુધારવા પર ફોકસ રાખવું.
રિલેશનશિપ: (ગોઈંગ વિથ ધ ફ્લો)
વધુ પડતા આર્ગ્યુમેન્ટમાં પાડવાનું ટાળવું અને લાગણીઓમાં આવીને કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડો સમય રાહ જોવી અને પછી આગળ વધવું. પરિવારના લોકોની વિરુદ્ધ જવું નહિ.
મિથુન (જેમિની) મે 21- જૂન 21
હેલ્થ: (ઇન્ટેન્સિટી)
કાર્ડ ઓફ ઇન્ટેન્સિટી જણાવી રહ્યું છે કે, જૂના હેલ્થ ઇશ્યુઝમાંથી ખૂબ જલ્દી બહાર આવી શકશો. ઓવરઓલ હેલ્થ આ રાશિના લોકો માટે આ સપ્તાહે ખૂબ જ પોઝિટિવ દેખાઈ રહી છે. ખાસ કરીને ડિપ્રેશન અને સ્ટ્રેસમાં રહેતા લોકો માટે હીલિંગ વીક રહેશે. સન બાથ અને સન મેડિટેશનથી લાભ થાય.
કરિયર: (ગિલ્ટ)
કારિકિર્દિમાં સ્ટક ફીલ થાય. કાર્ડ યોગ ગિલ્ટ કહી રહ્યું છે કે, તમને ગમતું કામ કરવા માટે અને કોઈ પણ કામ તમારી રીતે કરવા માટે તમારે અન્ય લોકોની ઇન્ફ્લુઅન્સમાંથી બહાર આવવું પડશે. જુઓ, સમજો, ચિંતન કરો અને પછી કોઈ પણ કામમાં પોતાની રીતે આગળ વધો.
રિલેશનશિપ: (સાઇલન્સ)
સાઇલન્સ આ આક્રંદ મુજબ ગાઈડન્સ આવી રહ્યું છે કે, બને ત્યાં સુધી મૌન રહેવું અને જ્યાં જરૂરી લાગે ત્યાં સ્પષ્ટ રીતે તમારી વાત રજૂ કરવી. એમ કરવાથી ઝગડા ટાળી શકશો. ઈમોશન્સ પર કાબૂ રાખીને બને ત્યાં સુધી ગુસ્સો કરવો નહિ.
કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22
હેલ્થ: (શેરિંગ)
ગરમીના કારણે હેલ્થ પર ખરાબ અસર થવાની શક્યતાઓ વધુ જણાઈ રહી છે. શેરિંગનું કાર્ડ ગાઈડન્સ આપી રહ્યું છે કે, બને તેટલા વધુ ફ્રૂટ્સ ખાવા, નેચરમાં સમય વિતાવવો અને ખાસ કરીને પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ એ તબિયત સાચવવી. પ્રેગ્નેન્સી પ્લાન કરવા માટે ઉત્તમ સમય છે.
કરિયર: (કરેજ)
મુશ્કેલ સમયમાં હિંમત રાખીને આગળ વધશો તો સફળતા અવશ્ય મળશે જ. જ્યાં કોઈ પણ પોસિબિલિટી જ ના હોય ત્યાંથી રસ્તો મળશે. કરેજનું કાર્ડ કહે છે કે, હિંમત હાર્યા વિના મક્કમતા સાથે કામ કરવું અને દરરોજ હનુમાન ચાલીસ કરવાથી લાભ થશે.
રિલેશનશિપ: (કમ્પૅરિઝન)
તમારું પાર્ટનર અને ફેમિલી તમારાથી લાગે છે એ વાતનો સ્વીકાર કરવો અને જે પ્રમાણે જેની સ્કિલ છે તે જ પ્રમાણે તેમની પાસેથી અપેક્ષા રાખવી. તમારા પ્રોબ્લેમ્સ તમારા છે અને સોલ્યુશન પણ તમે જ લાવી શકશો.
સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22
હેલ્થ: (એક્ઝિસ્ટન્સ)
કાર્ડ ઓફ એક્ઝિસ્ટન્સ પ્રમાણે શારીરિક હેલ્થ ઓવરઓલ પોઝિટિવ રહેશે પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર જણાઈ રહી છે. મેડિટેશન કરવું અને પોતાની જાતને ફ્લોસ સાથે એકસેપ્ટ કરવી, પરફેક્શન પાછળ ભાગવું નહિ.
કરિયર: (એક્સપિરિયન્સ)
નવા અનુભવો અને નવી પદ્ધતિના કામ માટે આ સપ્તાહે તૈયાર રહેવાનું કાર્ડ ઓફ એક્સપિરિયન્સ કહી રહ્યું છે. તમારે જે કામ અથવા પ્રોજેક્ટ કરી રહ્યા છો તેમાં વચ્ચે અડચણો આવી શકે છે પરંતુ તે લાંબો સમય તમને અટકાવી શકશે નહિ.
રિલેશનશિપ: (સોરો)
ખાસ કરીને રોમેન્ટિક રિલેશનશિપમાં મળેલી અસફળતા પોતાના પર હાવી થવા દેવી નહિ. કપિ પણ વ્યક્તિના લીધે અથવા સંબંધોમાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે જે દુઃખ ફીલ થઇ રહ્યું છે તેનો સામનો કરો અને ફ્રેશ માઈન્ડ સાથે પોતાના મિત્રો સાથે સમય વિતાવવો.
કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22
હેલ્થ: (ધ ક્રિએટર)
ધ ક્રિએટર કાર્ડ પ્રમાણે આપે આ સપ્તાહે પેટના રોગોથી સાચવવું જોઈએ. ફિઝિકલ એક્સરસાઇઝ કરવાથી ફાયદો થશે. બને તેટલું વધારે એક્ટિવ રહેવું જેથી અપચાનો પ્રોબ્લેમ સોલ્વ થાય.
કરિયર: (આઈસોલેશન)
પર્સનલ ઇશ્યુઝ અને ભૂતકાળમાં કરેલી ભૂલોના કારણે કરિયરમાં બ્રેક આવના ચાન્સ છે. ટેરોનું ગાઈડન્સ છે કે, તમે જે ભૂલ કરીને તેનું પરિણામ તમને જ મળશે પણ ભવિષ્યમાં ઘટના રિપીટ ના થાય તે માટે હાલના સમયમાંથી બને તેટલું વધુ શીખવું.
રિલેશનશિપ: (વી આર ધ વર્લ્ડ)
પરિવાર અને ફ્રેન્ડ્સનો અનકન્ડિશન્લ સપોર્ટ મળી રહેશે. તમારા મનની વાત તેમની સાથે શેર કરવી. ફેમિલી ગેટ ટુ ગેધર કરવાથી તમારું મન હળવું થશે અને સંબંધો મજબૂત બનશે.
તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23
હેલ્થ: (ટર્નિંગ ઈન)
હેલ્થ બાબતે આ સપ્તાહ સમાન ય જણાઈ રહ્યું છે પરંતુ માથાના દુખાવાથી સાચવવું. હાર્ટના પેશન્ટ્સે ખાસ કરીને લોકોના ટેંશન લેવા નહિ અને નાની નાની વાત પર કારણ વિના વિચાર્યા કરવું નહિ. મેડિટેશનથી લાભ થાય.
કરિયર: (અલોનનેસ)
જે લોકો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હોવ તો પાર્નલ કરવો, પાર્ટનરશીપમાં હાલ પડવું નહિ. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા 2-3 દિવસનો સમય અવશ્ય લેવો જેથી કરીને તમારી રીતે ડિસિઝન પર આવી શકો. કામ માટે ટ્રાવેલના યોગ બની શકે.
રિલેશનશિપ: (પાસ્ટ લાઇવ્સ)
અંગત સંબંધો સાચવવા માટે ભૂતકાળમાં કરેલી બભૂલો રિપીટ કરવી નહિ. સાચું બોલીને થોડો સમય કોઈની નારાજગી સહન કરવાનો નિર્ણય વધુ યોગ્ય. ઉતાવળિયા નિર્ણયો લઈને સંબંધ બનાવવા કે તોડવા નહિ.
વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21
હેલ્થ: (લેટિંગ ગો)
ખાસ કરીને ઈમોશનલ પ્રોબ્લેમ્સ રહ્યા કરે અને જૂની ફરિયાદો અને દુઃખને યાદ કરવાથી માથાનો દુઃખાવો આવી શકે છે. કાર્ડ ઓફ લેટિંગ ગો કહી રહ્યું છે કે, જે બાબતો, પરિસ્થિતિ, વ્યક્તિ કે ઘટના તમને સ્ટ્રેસ આપે છે તેને જવા દો.
કરિયર: (પ્લેફૂલનેસ)
તમે જે પણ કામ કરો છો તેમાં તમારી એક્સપર્ટી છે અને ખૂબ જ આરામથી તમે દરેક ટાર્ગેટ અચિવ કરી શકશો. જો કે, ધ્યાન એ વાતનું રાખવાનું છે કે, તમારા કામ સરળતાથી કરી લેવાના સ્વભાવનો લોકો ફાયદો ઉઠાવી જાય નહિ.
રિલેશનશિપ: (ફાઇટિંગ)
તમારા સૌથી નજીકના લોકો તમને હેલ્પ કરવા ઈચ્છે છે પરંતુ તમારા હંમેશા આર્ગ્યુમેન્ટ કરવાના સ્વભાવના કારણે તમને હેલ્પ કરી શકતા નથી. કાર્ડ ઓફ ફાઇટિંગ કહી રહ્યું છે કે, પરિવારનો સપોર્ટ લેવો અને તેમની વાત સાંભળવી એ તમારા હિતમાં છે.
ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21
હેલ્થ: (હીલિંગ)
જૂની બીમારીથી છુટકારો મળતો જણાય. ખાસ કરીને માઈગ્રેન, થાયરોઇડ અને કૉન્સ્ટિપેશનના પેશન્ટને રાહત મળી શકે છે. તમારા કોઈ પણ હેલ્થ ઈશ્યુ પાછળનું કારણ તમારી ઈમોશન શેર નહિ કરવાની હેબિટ છે તેથી શેર કરતા રહેવું.
કરિયર: (લવર્સ)
પાર્ટનરશીપમાં બિઝનેસ કરવાથી ફાયદો થઇ શકીએ છે. તમારા પાર્ટનરનો સપોર્ટ નવું કામ શરૂ કરવામાં અને જૂનું કામ આગળ વધારવામાં મળશે. તમારી અપેક્ષાઓ અને રિયાલિટી અલગ હોઈ શકીએ છે જે સમજવામાં પાર્ટનર હેલ્પ કરશે.
રિલેશનશિપ: (અવેરનેસ)
તમારા નજીકના લોકોની કોઈ અસલિયત અથવા તો તેમના ઈરાદાઓ સામે આવી શકે છે જે તમને તમારા ફ્યુચર પ્લાનમાં હેલ્પફુલ થઇ શકે છે. સેલ્ફ રિલેશનશિપ પર ફોક્સ કરીને પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવો.
મકર: (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19
હેલ્થ: (હાર્મની)
કાર્ડ ઓફ હાર્મની જણાવે છે કે, આ સપ્તાહે સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. સ્વિમિંગ જેવી એક્સરસાઇઝ અથવા પાણી પાસે જઈને મેડિટેટ કરવાથી માનસિક શાંતિ જળવાઈ રહે.
કરિયર: (મોરાલિટી)
તમારા કરિયરનો જે ખરાબ સમય હોય તેમાં અન્ય લોકોની હેલ્પ લેવી ખૂબ જ જરૂરી છે. અન્ય લોકોની વાત સાંભળો અને તેમના વિચારોને સમજીને અમલમાં મૂકવાથી કરિયર સ્ટેબલ બનશે. હેલ્પ લેવી ખોટી વાત નથી તે યાદ રાખવું.
રિલેશનશિપ: (બ્રેકથ્રુ)
ઘણા સમયથી જે સંબંધમાં સફોકેશન લાગતું હોય તેમાંથી બહાર આવવવાની તક અને તાકત મળશે. કોઈ પણ સંબંધમાં પોતાનું સ્ટેન્ડ લેવું એ આ સપ્તાહે ફરજીયાત જણાય.
કુંભ: (એકવેરિયસ) જાન્યુઆરી 20- ફેબ્રુઆરી 18
હેલ્થ: (ધ રિબેલ)
ધ રિબેલનું કાર્ડ કહે છે કે જો લાંબા સમયથી કોઈ દવા ચાલતી હોય તો તે ચેન્જ કરવી અથવા ડૉક્ટર પણ ચેન્જ કરી શકો છો. વ્યસનના કારણે તકલીફ આવી શકે છે. જૂની અનહેલ્ધી હેબિટ છોડીને હેલ્ધી અને એક્ટિવ લાઈફ સ્ટાઇલ જરૂરી જણાય.
કરિયર: (ઓર્ડિનરીનેસ)
કરિયર સામાન્ય ચાલે. કાર્ડ કહી રહ્યું છે કે, હાલના સમયમાં કરિયર સેટ છે અને તમારે નેચર સાથે કનેક્ટ થવાની જરૂર છે. સ્પર્ધામાં ઉતર્યા વિના તમારા ગ્રોથ માટે સંતોષ રાખવો અને બ્રેક લેવી.
રિલેશનશિપ: (ઇન્ટિગ્રેશન)
તમારા બધા જ સંબંધો ખૂબ જ સારી રીતે સચવાયેલા રહેશે અને ખાસ કરીને તમારા પાર્ટનર સાથેની રિલેશનશિપ વધુ મજબૂત બનાવવા માટે શિવલિંગ પર દર સોમવારે જળ ચડાવવું.
મીન: (પાઇસિસ) ફેબ્રુઆરી 19- માર્ચ 21
હેલ્થ: (અન્ડરસ્ટેન્ડિંગ)
હેલ્થ વાઈઝ આ સપ્તાહ તમારા માટે સામાન્ય જણાઈ રહ્યું છે. તમે સમજી ના શકો તેવા હેલ્થ ઇશ્યુઝમાં જાતે જ ઓવરથિન્કિંગ કર્યા વિના ડૉક્ટરની સલાહ લેવી. પોતાના બૉડીને સમજવાનો પ્રયત્ન કરવો.
કરિયર: (પોલિટિક્સ)
તમારી સાથે કામ કરતા લોકો તમને હેરાન કરી શકે છે, કોઈના કમિટમેન્ટ પર ભરોસો કરવો નહિ. તમારી પર્સનલ લાઈફના ઇશ્યુઝ સોલ્વ કરવા પર વધારે આપવું કેમ કે એ જ તમને આવનારા સમયમાં કરિયર બિલ્ડ કરવામાં હેલ્પફૂલ બનશે.
રિલેશનશિપ: (પાર્ટિસિપેશન)
તમારા મનમાં ચાલતી વાત તમારા પાર્ટનર અને ફેમિલી સાથે આ સપ્તાહે અચકાયા વિના શેર કરી શકશો. તમારા મેન્ટલ લેવલને સમજી શકે તેવા લોકો સાથે મુલાકાત થવાના ચાન્સીસ છે.
- ખુશ્બુ ત્રિવેદી








