શતરંગ / શું તમારું બાળક ટો વોકિંગ કરે છે? શું ટો વોકિંગ નોર્મલ છે?
- જાગૃતતા જરૂરી ટો વોકિંગ એટલે એડી ઉપર રાખી પગની આંગળીઓ ઉપર ચાલવું. ટો વોકિંગ જ્યારે નાનાં બાળકો ચાલ

- જાગૃતતા જરૂરી
ટો વોકિંગ એટલે એડી ઉપર રાખી પગની આંગળીઓ ઉપર ચાલવું. ટો વોકિંગ જ્યારે નાનાં બાળકો ચાલવાનું શીખતા હોય છે એમાં જોવા મળતું હોય છે, જે મોટાભાગે 2-3 વર્ષની વય સુધીમાં એડી મુકીને ચાલવાનું શીખી જાય છે. જ્યારે બાળકો 3 વર્ષ પછી પણ પગની આંગળીઓ પર ચાલે ત્યારે એને નોર્મલ ના કહી શકાય.
★ પેરેન્ટ્સની થતી ભૂલ
મોટા ભાગે માતા-પિતા ટો વોકિંગ કરતા બાળકોને ટોકતા હોય છે. બેટા, સીધુ ચાલ. બેટા, એડી નીચે મુકીને ચાલ. ઘણીવાર બાળકો કરે છે અને ઘણીવાર નથી કરતા. શું તમે એની કોઈ તપાસ કરાવી કે કેમ તમારું બાળક પંજા પર ચાલે છે? માત્ર ટોકવાથી બાળકની ચાલ સુધરતી નથી. એનું નિદાન પણ જરૂરી છે.
★ શું કારણો છે ટો વોકિંગ ના?
→ જ્યારેબાળકોચાલતાશીખેછેત્યારે
→ પીંડીનાસ્નાયુખુબજકડકહોયત્યારે
→ કોઈમગજકેકરોડરજ્જુનેલગતીબીમારીહોયત્યારે
→ મસ્ક્યુલરડિસ્ટ્રોફીજેવીસ્નાયુનીતકલીફહોયત્યારે
→ ઘણીવારકોઈપણકારણવગરપણટોવોકિંગજોવામળેછે.
★ ટો વોકિંગથી થતા ગેરફાયદા
- ટો વોકિંગથી એન્કલ જોઈન્ટ ખૂબ જસ્ટીફ થઈ જાય છે.
- બેલેન્સ પ્રોબ્લેમ થાય છે.
- સ્નાયુનું બેલેન્સ બગડવાના લીધે હીપ, ની અને કમરના સાંધા પર પણ અસર પડેછે.
- પોશ્ચર બગડે છે.
★ કેવી રીતે તપાસ કરાવવી?
→ મોટા ભાગે ટો વોકિંગ કડક પીંડીના લીધે અથવા ટેન્ડોએકીલીસ ટાઈટ હોવાના લીધે બાળકોમાં જોવા મળે છે.
→ તમારે પીડીયાટ્રીશીયન અને ફિઝિયોથેરાપીસ્ટ પાસે જઈ એની સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ.
★ શું એની સારવાર શક્ય છે?
→ હા, ટો વોકિંગના કારણો શોધી એની સારવાર વહેલી તકે કરવી જોઈએ.
→ નાનાં બાળકોમાં માત્ર થોડી કસરતો, સ્ટ્રેચિંગ, યોગા, ફિઝિયોથેરાપીથી સંપૂર્ણ નોર્મલ ચાલવાની પેટર્ન આવી જાય છે.
→ જ્યારે તમારા બાળકનાં પીંડીના સ્નાયુ ખુબ જ કડક થઇ ગયાં હોય તો તમારે ફિઝિયોથેરાપીસ્ટ અને ડૉક્ટરની સલાહ મુજબ(નાઈટસ્પ્લિન્ટ) એટલે રાત્રે પહેરવાના બુટ પહેરવા જોઈએ.
→ જ્યારે ફિઝિયોથેરાપીથી પણ ટો વોકિંગમાં સુધારો ના આવે તો પીડીયાટ્રીક સર્જન સ્નાયુને લાંબા કરવાની સર્જરી કરે છે, જેનાથી પણ બાળકોમાં નોર્મલ પેટર્ન આવી જાય છે જે છેલ્લો ઉપાય છે.
ટો વોકિંગને 3 વર્ષપછીનાં બાળકોમાં અવગણશો નહી. વહેલી તકે નિદાન કરાવો અને ડૉક્ટરની સલાહ મુજબની સારવાર કરાવો.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)








