મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / શું તમને કામ કરતાં વારંવાર આંગળીઓમાં ઝણઝણાટી થાય કે આંગળીઓ સૂન પડી જાય છે?

- જાગૃતતા જરૂરી આજકાલના કોમ્પ્યુટર યુગનાં જમાનામાં આપણે ઘણી બધી અલગ

શતરંગ / શું તમને કામ કરતાં વારંવાર આંગળીઓમાં ઝણઝણાટી થાય કે આંગળીઓ સૂન પડી જાય છે?

- જાગૃતતા જરૂરી

આજકાલના કોમ્પ્યુટર યુગનાં જમાનામાં આપણે ઘણી બધી અલગ અલગ બીમારીનો સામનો કરવો પડતો હોય છે. હથેળીના કે આંગળીઓના વધુ પડતા ઉપયોગનાં લીધે કે કાંડાની વધુ પડતી મૂવમેન્ટનાં લીધે કાંડા પર સતત દબાણ રહે છે. જેના કારણે તેઓ વારંવાર હાથ અથવા કાંડામાં કળતર, દુઃખાવો, ઝણઝણાટી, અથવા ભારેપણું અનુભવે છે. આવી સમસ્યાને ‘કાર્પલ ટનલ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે.  

કાર્પલ ટનલ સિન્ડ્રોમ (CTS) શું છે?

કાર્પલ ટનલ એ એક સાંકડો માર્ગ છે જે કાંડાની વચ્ચેથી પસાર થાય છે. તેની મધ્યમાં એક ચેતા હોય છે જે અંગૂઠા અને આંગળીઓમાં સંવેદના આપવાનું કામ કરે છે.

જ્યારે આ ચેતા પર વધુ પડતુ દબાણ આવે છે ત્યારે આંગળીઓ સૂન પડવી, હાથમાં અને આંગળીઓમાં દુઃખાવો અને ઝણઝણાટી કે બળતરા જેવી તકલીફ થાય છે અને હાથનો ઉપયોગ કરવો અઘરો પડી જાય છે જેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવાય છે.

કાર્પલ ટનલ સિન્ડ્રોમ શા કારણે થાય છે? 

=> કાંડાનો અને આંગળીઓનો સતત થતો વધુ પડતો ઉપયોગ

=> હાથમાં વધુ પડતા સોજા આવવાથી (પ્રેગનેન્સી, થાઇરોઇડ, મોટાપો, મેનોપોઝ)

=> સંધિ વા 

=> કાંડાનું ફ્રેક્ચર કે મચકોડ

=> વધુ પડતા વાઈબ્રેશનવાળા કે પાવર ટૂલનો ઉપયોગ કરતી વ્યક્તિઓમાં 

કાર્પલ ટનલ સિન્ડ્રોમનાં ચિહ્નો શું છે? 

→ હાથ અને આંગળીઓમાં સતત ઝણઝણાટી થવી.

→ આંગળીઓ વારંવાર સૂન પડી જવી 

→ હાથમાં બળતરા થવી

→ કાંડા અને આંગળીઓમાં દુઃખાવો 

→ રાત્રે સૂતી વખતે હાથમાં ઝણઝણાટી કે બળતરા થવી અને હાથને શેક કરવાથી તે દૂર થવી 

→ હાથમાં અને આંગળીઓમાં નબળાઈ લાગવી

કાર્પલ ટનલ સિન્ડ્રોમનું નિદાન કેવી રીતે થાય છે? 

=> કાર્પલ ટનલ સિન્ડ્રોમનું નિદાન અમુક સ્પેશિયલ ટેસ્ટથી માત્ર શારીરિક પરિક્ષણથી થાય છે.

=> અમુક દર્દીઓને NCS (નર્વ કંડક્શન સ્ટડી) ની જરૂર પડે છે.

કાર્પલ ટનલ સિન્ડ્રોમની સારવાર શું છે? 

→ જો કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં નસ પરનું દબાણ શરૂઆતનાં સ્ટેજમાં હોય તો દવા અને ફિઝીયોથેરાપીથી સંપૂર્ણ આરામ મળી જાય છે.

→ જો વધુ પડતું દબાણ હોય તો સર્જરી દ્વારા કાર્પલ ટનલને પહોળી કરવી પડતી હોય છે જેનાથી નસ પરનું દબાણ હટાવી શકાય.

કાર્પલ ટનલ સિન્ડ્રોમને કેવી રીતે રોકી શકશો?

→ કોમ્પ્યુટરનોઉપયોગ કરતી વ્યક્તિએ થોડાં થોડાં સમયના અંતરે વિરામ લેવો જોઈએ જેથી કાંડાને આરામ મળે.

→ જો વારંવાર સોજો આવતો હોય તો સોજા ઉતારવા માટેની દવા લેવી હિતાવહ છે જેથી નસ પર વધુ પડતું દબાણ અટકાવી શકાય.

→ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે પ્રોપર પોશ્ચર હોવું જોઈએ જેથી કાંડુ વધું પડતું સ્ટ્રેચ પોઝિશનમાં લાંબો સમય ના રહે.

કાર્પલ ટનલ સિન્ડ્રોમ શરૂઆતનાં સ્ટેજમાં જ અટકાવવો જોઈએ. જો વધુ પડતી મોડી સારવાર લેવામાં આવે તો કાયમી નુકશાન થઈ લકવા જેવી અસર થઈ શકે છે.

- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)

આ સમાચાર શેર કરો