મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / બેબી બમ્પ સાથે કામ કરતાં સેલેબ્સ: ગર્ભાવસ્થાની ઉજવણી કે માર્કેટિંગ સ્ટંટ?

- ગ્લેમર ગાઈડ હાલ દીપિકા પાદુકોણ બેબી બમ્પ સાથે એક ફિલ્મના પ્રમોશન મા

શતરંગ / બેબી બમ્પ સાથે કામ કરતાં સેલેબ્સ: ગર્ભાવસ્થાની ઉજવણી કે માર્કેટિંગ સ્ટંટ?

- ગ્લેમર ગાઈડ

હાલ દીપિકા પાદુકોણ બેબી બમ્પ સાથે એક ફિલ્મના પ્રમોશન માટે લાઈમલાઈટમાં આવ્યા. એમાંની બે-ત્રણ પળો પર ઈન્ટરનેટ ક્રેક થયું. એક કે,જયારે દિપીકાએ બેબીબમ્પને એક અત્યંત આકર્ષક ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું, તેમની સાથે હાઈ હિલ્સ લોકોને જરાક ખૂંચ્યા. બીજું, પ્રભાસ અને બચ્ચન સર પણ દિપીકાને ઉઠવા બેસવા માટે મદદ કરવા હોડમાં લાગ્યાં.એક દ્રષ્ટિએ અજીબ લાગતા આવાં દ્રશ્યો હવે સ્ક્રીન પર સામાન્ય બનતા જાય છે.ઘણી વાર એકદમ સામાન્ય લાગતી બાબતો પાછળ ઘણા તર્કો છુપાયેલ હોય છે. કેમકે આ ફિલ્ડના લોકો કેમેરાની સામે મફતમાં ખોંખારો પણ ખાતા નથી.

ગર્ભાવસ્થા દરમ્યાન કાર્યરત રહેવું એ પોઝિટિવ વાઇબ ગણાય,પરંતુ થોડા સમયથી આ બધુ,ધ્યાન ખેંચવા કે લાઈમલાઈટમાં રહેવાનું સાધન બની ગયું છે.એક સમય એવો પણ હતો કે પ્રગ્નેન્સી દરમ્યાન જરૂર પડ્યે જ સેલેબ્સ બહાર જોવા મળતી, અને ત્યારે પણ બ્લેઝર ટાઈપ ઢીલા કપડાં કે મોટી બેગ દ્વારા એ હંમેશા મીડિયાથી બચીને રહેતી. ઇન્ટરનેશનલ સ્ટાર ગ્રેસ કેલીએ પોતાની ગર્ભાવસ્થા છુપાવવા હર્મેસ બેગનો ઉપયોગ કરેલો.પણ હવે સમય અલગ છે,ઘણા સમયથી ઇન્ટરનેશનલ સ્ટાર્સ આડકતરી રીતે ફેમસ થવાના ફંડા શોધતા રહે છે. ઘણા વર્ષો પહેલા સૌપ્રથમ પ્રસિદ્ધ ગાયિકા બિયોન્સ, જેનિફર એનિસ્ટન,કિમ કાર્દાશિયનની પ્રેગ્નેન્સીએ ઇન્ટરનેશનલ ડિજિટલ તેમજ પ્રિન્ટ મીડીયાને કરોડોની કમાણી કરાવી આપેલી.

ભારતીયો પણ હવે આ મામલમાં પાછળ નથી રહ્યા. સેલિબ્રિટીઝના જીવનમાં ગર્ભાવસ્થાનો સમયકાળ ફેન્સ અને મિડિયા માટે હંમેશાથી ખૂબ જ આકર્ષક રહ્યો છે. જ્યારે જાણીતી સેલિબ્રિટીઝ માતાપિતા બનવાના હોય છે, ત્યારે તેમના જીવનની આ ખાસ પળો,વિવિધ માધ્યમોમાં ચર્ચાનો વિષય બની જાય છે.માતૃત્વની આ પળો,ફેશન અને ગ્લેમરના દ્રષ્ટિકોણથી પણ આગવું મહત્વ ધરાવે છે. સેલિબ્રિટીઝ માતૃત્વ દરમિયાન પણ ફેશન બ્લોગર્સ અને ડિઝાઇનર્સ માટે ઇન્સ્પિરેશન બની રહે છે. જેમ કે કરિના કપૂરે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન સ્ટાઈલ અને ફેશનનો નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો.તેણે તેના મેટરનિટી વોર્ડરોબને બેબી બંપ સાથે કેવી રીતે ગ્લેમરસ અને આકર્ષક બનાવી શકાય તે બતાવ્યું. આ રીતે, સેલિબ્રિટીઝની બેબી બંપ વોચ તેમના ફેન્સ માટે ફેશન અને સ્ટાઈલનું ઉદાહરણ પૂરું પાડે છે.આ અગાઉ નેહા ધુપીયા, જેનિલિયા ડિસોઝા જેવી અભિનેત્રીઓ બેબી પ્રોડક્ટસના વેચાણ માટે જાણીતી થઇ હતી.

સોશિયલ મિડિયામાં લોકપ્રિયતા:

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અને ટ્વિટર પર સેલિબ્રિટીઝની બેબી બંપની તસવીરો અને વિડિઓઝ વાઇરલ થાય છે. આ પ્લેટફોર્મ્સ પર સેલિબ્રિટીઝના ફેન્સ તેમના નવા અવતારને જોવાનું તેમજ તેની લાઈફસ્ટાઇલ અપનાવાનું પસંદ કરે છે અને તેને શેર પણ કરે છે. અનુષ્કા શર્માએ તેના બેબી બંપ સાથેની તસવીરો પોસ્ટ કરીને ફેન્સ સાથે પોતાના આ પળોને શેર કર્યા હતા, જે ખૂબ લોકપ્રિય થયા હતા.

પરંતુ મૂળભૂત વાત એ છે કે ગર્ભાવસ્થા એક સ્ત્રી માટે એક અત્યંત આંનદ દાયક વાત છે, જ્યાં સુધી એના માટે દુનિયામાં હકારાત્મક વલણ ફેલાયા કરે ત્યા સુધી એ વ્યાજબી છે. પણ જયારે તે ટાઈમપાસ, ટ્રોલિંગ કે કોઈ વખોડવાનો મુદ્દો બને ત્યારે ચેતવું જરૂરી બની જાય છે.

- જીજ્ઞા જોગીયા

આ સમાચાર શેર કરો