Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ: ક્રાફ્ટ દ્વારા બહેનોને પગભર કરી

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: ક્રાફ્ટ દ્વારા બહેનોને પગભર કરી
સોર્સ : GSTV

- વામાવિશ્વ

App Store

- અનુરાધા દેરાસરી

રણથંભોર, રાજસ્થાનમાં આવેલું બંગાળી વાઘોનું હબ થોડા સમય પહેલાં અચાનક વાઘોની વસ્તી ઓછી થવા લાગી, તે પણ સારી એવી માત્રામાં. વાઘોનો તેમજ અન્ય પ્રાણીઓનો શિકાર થવા માંડયો. કારણકે વિશ્વબજારમાં, વાઘની ચામડી, તેમાંથી બનાવેલા ફરકોટ, તેના હાડકા વગેરેની માંગ વધી અને, તે શિકારીઓને ખૂબ પૈસા મળવા લાગ્યા. સરકારનું ધ્યાન દોરાત, એક એનજીઓની મદદથી ૬૦ શિકારીઓ પકડાયા.

આ શિકારીઓ પકડાયાની ઘટનાને ત્રીજે દિવસે, તેમના ઘરની સ્ત્રીઓ એનજીઓની ઓફિસે, રણથંભોરમાં આવી અને ઊભી રહી અને શોરબકોર કરી, પ્રશ્નો પૂછવા લાગી, તમે અમારા ઘરના પુરુષવર્ગને તો પકડી લીધો, હવે અમારા જીવનનિર્વાહનું શું ? અમારી આજીવિકા શું, અને શેના પર ઘર ચલાવીએ ?

અને એક જુવાન યુવતી સામે આવી, તેણે ખાતરી આપી કે, હું તમને બહેનોને ને જે બાકીના ભાઈઓને રસ હોય તેને આજીવિકાનું સાધન પૂરું પાડીશ. તમારી ર્થિક જરૂરિયાતની વ્યવસ્થા કરીશ.

આ યુવતી તે દિવ્યા ખંડાલ. જેણે રણથંભોરમાં 'ધનક' નામનું સેન્ટર ચાલું કર્યું અને રણથંભોર જેવા સુક્કા પ્રદેશમાં આર્થિક હરિયાળી લહેરાવી અને શિકારીઓના કુટુંબોને આજીવિકા પૂરી પાડી. અને વાઘો તેમજ અન્ય પ્રાણીઓના શિકાર થતા બચાવ્યા.

આ જાંબાઝ યુવતી દિવ્યા ખંડાલ કોણ છે ? તેના પર ફોક્સ કરીએ. દિવ્યા મોહમયી નગરી મુંબઈની અત્યંત આધુનિક યુવતી. તબીબી પરિવારમાં, ધનાઢ્ય વાતાવરણમાં ઉછરેલી. મુંબઈની એસએનડીટી યુનિવર્સિટીમાંથી ડાયેટિશિયનનો અનુસ્નાતક સુધીનો ડીગ્રી કોર્સ કર્યો અને મુંબઈની જાણીતી કોર્પોરેટ કંપની સોડેક્સોમાં ડાયટીશીયનની નોકરી લીધી. કોર્પોરેટ વર્લ્ડમાં કોર્પોરેટ ગર્લ બની અને તેની નોકરીને આધુનિક કોર્પોરેટ વર્લ્ડથી ખુશ હતી.

પરંતુ દિવ્યાની એક ખાસિયત રહી હતી કે, રજાઓમાં તેના કાકા, જ્યાં જ્યાં ફોરેસ્ટ ઓફિસર તરીકે, ફરજ બજાવે ત્યાં ત્યાં તે વેકેશન ગાળવા જાય. અહીં તે, જંગલમાં રહેતા પછાત જાતિઓને જુએ અને તેમની મુશ્કેલીઓ જુએ અને તેને અહેસાસ થાય કે આ પછાત જાતિઓ માટે કંઈક કરવું જોઈએ. વેકેશન પુરું થાય ને પાછી તે કોર્પોરેટ વર્લ્ડમાં જોડાઈ જાય. આમ કરતા ૫ વર્ષ થયા.

પાંચમા વર્ષે તે વેકેશન માટે કાકાને ત્યાં રણથંભોર ગઈ. અહીં તેની મુલાકાત બાયોલોજીસ્ટ અને વાઘ માટે કામ કરતા એનજીઓના ઓફિસર ધર્મેન્દ્ર ખંડાલ સાથે થઈ અને પ્રથમ નજરે પ્રણય થયો અને તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા.

લગ્ન પછી ત્યાં સુક્કા પ્રદેશમાં આવીને, દિવ્યાએ ત્યાં રહેતા આ મોગીયા જાતિના શિકારીઓનું જીવન જોયું. અને થોડા સમયમાં જ શિકારીઓ પકડાઈ જવાથી તેમના ઘરના લોકોનો આજીવિકાનો પ્રશ્ન ઊભો થયો અને, દિવ્યા ખંડાલ આગળ આવી. તેની યુવાનીમાં જંગલની પછાત જાતિઓની મુશ્કેલીઓને જોઈને, મદદ કરવાને જે બીજ રોપાયા હતા, તે અંકુર બની ફૂટી નીકળ્યા.

દિવ્યા ખંડાલે 'ધનક' નામનું ક્રાફ્ટ સેન્ટર શરૂ કર્યું. તેણે પ્રથમ શિકારી ભાઈઓની ઘરની બહેનોને પોતાનો પ્રોજેક્ટ સમજાવ્યો.

આ અંગે દિવ્યા ખંડાલ જણાવે છે કે 'મને ક્રાફ્ટની કોઈ જાણકારી ન હતી. આવા કોઈ સેન્ટરમાં કામ કરવાનો અનુભવ ન હતો. હું તો કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતી હતી, પણ આ મોગીયા જાતિની બહેનોની આજીવિકા ઊભી કરવાના હેતુસર જ મેં આ સેન્ટરની શરૂઆત કરી.'

'ધનક' રણથંભોર જંગલનું અને અરવલ્લી પહાડનું સૌથી જુનું વૃક્ષ છે. જે સૂકું હોવા છતાં ખૂબ ઉપયોગી છે. આથી સેન્ટરનું નામ 'ધનક' સેન્ટર પાડયું.'

દિવ્યા ખંડાલે તેના ઘરના ગેરેજમાં, પોતાની બચત સેન્ટર પાછળ વાપરી 'ધનક સેન્ટર' શરુ કર્યું. શરૂઆતમાં ૫ બહેનો આવી. આ બહેનોને નેતરમાંથી અને વાંસમાંથી છાબડીઓ અને બાસકેટ બનાવવાનું જેમાં રોટલી વગેરે મૂકી શકાય તે શીખવાડી બનાવવાનું શરૂ કર્યું.

આ માટે દિવ્યા યુ ટયુબ પર કેન અને વાંસની બાસકેટ અને છાબડીની બનાવટો જોતી અને આ બહેનોને શીખવાડતી. આ બહેનોને પણ આ નેતરની બનાવટોનો ખ્યાલ હતો. પહેલા વર્ષે થોડો નફો થયો તે તેણે પાંચબહેનોમાં વહેંચ્યો.

હવે પાંચમાંથી અગિયાર બહેનો થયા. આથી દિવ્યાએ કેન બાસકેટો ઉપરાંત, ઘરમાં વધેલા ફેબ્રીકમાંથી થેલા બનાવવાનું અને સ્ટફ ટોઈઝ બનાવડાવવાનું શરૂ કર્યું. આ માટે દિવ્યાએ બે બહેનોને શીખવાડવા બોલાવ્યા. આ પ્રોડક્ટસ તૈયાર થતા, રણથંભોર આવતા મુસાફરો માટે અને આસપાસના શહેરોમાં મારકેટિંગ શરૂ કર્યું.

અને મારકેટ જબરજસ્ત ઊંચકાયું, નફાનું જાયન્ટવીલ શરૂ થયું. આ પછી તો દીવ્યાએ પ્રોડક્ટસ વધારવા માંડી. આ બહેનોનું ભરતકામ ખૂબ સુંદર હતું. ત્યાંની બહેનોના ભરતકામની એક ખાસિયત છે. 'કાશીદા' ભરતકામ. આ ભરતકામ. ખાસ કરીને થેલાઓ પર, મોબાઈલ કવરો પર, વગેરે પર શરૂ કર્યું. તેમજ બીજા ભરત કામ અંગે પણ નિષ્ણાતોને બોલાવી બહેનોને તે ભરતકામ શીખવાડવા માંડયું. જેમાં વાઘથી માંડી ઊંટ સુધીના મોટીફસ ભરવા માંડયા.

આ ઉપરાંત આ બધું સીવવા ત્રણ નિષ્ણાત દરજીઓ રાખ્યા. હવે, આ 'ધનીક' સેન્ટરમાં ભાઈઓ પણ જોડાયા.

દિવ્યા ખંડાલ જ્યારે પરણીને આવી, ત્યારે તેના પતિએ, તેને જંગલના સીનોની ફોટોગ્રાફી શીખવાડી હતી. દિવ્યા આ ફોટોગ્રાફીમાં સુંદર સીનો લેતી. દિવ્યાએ આ સીનો શર્ટ પર, થેલાઓ પર, નાના છોકરાઓના ટીશર્ટ પર ભરાવવાના શરૂ કર્યા.

જોતજોતામાં 'ધનોક ક્રાફ્ટ સેન્ટર' કેલીડોસ્કોપના રંગબેરંગી સીનીરીઓની જેમ, રંગબેરંગી જાતજાતની પ્રોડક્ટસથી ભરાઈ ગયું.

આજે આ સેન્ટરમાં,, પર્સીસ, શર્ટસ, સ્ટફટોઈઝ, કેન બાસકેટો, મોબાઈલ કવરો, હાથમોજાં જેવી અનેક પ્રોડક્ટસ બને છે. આ ઉપરાંત બ્લોક પ્રિન્ટનું કામ પણ શરૂ કર્યું છે.

આજે 'ધનોક સેન્ટર'ના નફામાંથી લગભગ ૪૫ કુટુંબોનો જીવનનિર્વાહ ચાલે છે. દિવ્યા ખંડાલ એક પ્રસંગ યાદ કરતા કહે છે કે, એક સવારે, એક ભાઈ આવીને મારા પગે પાડયા. તેમનું કહેવું હતું, 'ધનોક સેન્ટર'ની આવકમાંથી મારાં ઘરનો જીવનનિર્વાહ ચાલતો હોવાથી હવે મારે હવે પ્રાણીઓના શિકાર કરવાની જરૂર પડતી નથી. આમ તમે મને પાપમાંથી બચાવી લીધો.

'ધનોક સેન્ટર'ની આવકમાંથી દિવ્યાએ માઈક્રોફાઈનાન્સ ઊભું કર્યું છે. જેમાંથી બહેનો લોન લઈ શકે છે અને તેમના બાળકોને ભણાવે છે.

દિવ્યાએ વર્લ્ડ બેન્ક પાસે, પણ લોનની માંગણી કરી છે. તેમજ કેલિફોર્નિયા અમેરિકાની યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે, જે લોકો આ 'ધનોક સેન્ટર'ની પ્રોડક્ટસ લે છે અને તેમના વિદ્યાર્થીઓને શીખવા પણ મોકલે છે.