મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / 12th પછી, ફેશનની દુનિયામાં બનાવો ઝગમગતી કારકિર્દી: જાણો ઉપયોગી માર્ગદર્શન

- ગ્લેમર ગાઈડ 12th બોર્ડના પરિણામો આવી ચુક્યા છે, જે

શતરંગ / 12th પછી, ફેશનની દુનિયામાં બનાવો ઝગમગતી કારકિર્દી: જાણો ઉપયોગી માર્ગદર્શન

- ગ્લેમર ગાઈડ 

12th બોર્ડના પરિણામો આવી ચુક્યા છે, જે લોકોને ડોક્ટર અથવા એન્જિનિયર બનવું છે તે લોકો, એન્ટ્રસ એક્ઝામ આપવાની તૈયારીમાં લાગી ચુક્યા હશે. પરંતુ એ લોકો, જેને જીવનમાં કશું એવુ કરવું છે, જે પોતાની પ્રતિભા અને કળાને નવી ઓળખાણ અપાવી શકે, એ લોકો માટે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખાસ સગવડ નથી. હાં, અહીં વિવિધ કોર્ષ કરવા માટે લાખો કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટસના રાફડા ફાટેલાં છે પણ સુરક્ષિત અને પ્રતિભાશાળી જોબની કોઈ જ ગેરેન્ટી નથી. અધધ ફી ભરીને પણ દરેકને જોબ મેળવવા માટે નવેસરથી સંઘર્ષ કરવો પડતો હોય છે.

લાખો છોકરીઓ જયારે 12th પાસ કરે છે ત્યારે 100 માંથી 60 છોકરીઓને ડ્રેસ ડિઝાઇનીંગના ફિલ્ડમાં કેરિયર બનાવાની ઈચ્છા હોય છે. પરંતુ દરેક મોટા શહેરોમાં ગણ્યા ગાંઠ્યા ઇન્સ્ટિટ્યૂટ સિવાય, નાના શેહેરોમાં ડિગ્રી લેવાની કોઈ ખાસ વ્યવસ્થા હોતી નથી. અને ક્દાચ ડિઝાઇનિંગમાં બેચલર કે માસ્ટર કરે છે તો પણ આગળ શું કરવું એમના જવાબો ખાસ હોતા નથી. ટૂંકમાં કહીયે તો ફેશન ડિઝાઇનિંગ ફિલ્ડમાં એક વખત ડિગ્રી મેળવ્યા બાદ પણ સફળ કારકિર્દીની કોઈ જ ગેરેન્ટી નથી. સિવાય કે તમે મોટી રકમ ઈન્વેસ્ટ કરીને બ્યુટીક કે કોઈ સ્ટોર ખોલો, અને ત્યાં પણ તમારી સીધી જ કોમ્પિટિશન મોટી મોટી બ્રાન્ડ, રિટેલર્સ અને સસ્તું વેંચતા વેપારીઓ સાથે થાય છે. જેથી માર્કેટમાં ટકવું ઘણું જ અઘરું બની જાય છે. તો ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે, શું ડિઝાઇનિંગમાં કેરિયર ના બનાવવું? અથવા તો કેવી રીતે આ ફિલ્ડમાં સફળ થઇ શકાય?

અત્યાર સુધી ફેશન જગતમાં સફળ થવા માટે ડિઝાઇનર્સનો પોતાનો સંઘર્ષ હતો. તેઓ પોતાની મહેનત અને સૂઝબૂઝથી આગળ વધતા હતાં. પરંતુ હવે એવુ નથી રહ્યું ગ્લોબલ માર્કેટિંગના દોરમાં હવે ફેશન ઇન્ડસ્ટ્રીઝ અને બ્રાન્ડસ પણ નવા ટેલેન્ટની શોધમાં હોય છે.

ફેશન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો, આવાં પ્રતિભાશાળી ડિઝાઇનર્સની કારકિર્દી બનાવા માટે વિવિધ આયોજનો કરે છે જ્યાં ટેલેન્ટેડ ડિઝાઇનર્સને મળે છે, પોતાની કળાને નવી ઓળખાણ અને ડાયરેક્ટ બિઝનેસ કરવાનો સુવર્ણ અવસર.

માર્ચ 2024માં સૌપ્રથમ વખત ફેશન ડિઝાઇનર્સ માટે એક નવીનતમ બિઝનેસ એક્સપો 'ધ ડિઝાઇનર્સ ઇન્ડિયા' નુ દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાંથી દરેક ડિઝાઇનર પોતાની કળાનું પ્રદર્શન મોટા બિઝનેસમેન તેમજ ફેશન કંપનીઓ સામે કરી શકે.

ભારત સરકારના NSIC અને NIFT ફાઉન્ડેશન ફોર ડિઝાઈન ઈનોવેશન દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં ઉભરતા ડિઝાઈનરોને સમગ્ર ભારતમાંથી ખરીદદારો અને ઉદ્યોગપતિઓ સાથે જોડવામાં આવ્યા હતા. આ એક B2B પ્રકિયા છે જ્યાં ડાયરેક્ટ ફેક્ટરી અને મોટી બ્રાન્ડ સાથે ડિઝાઇનર્સનો કોન્ટેક કરવામાં આવે છે.

આ ઇવેન્ટ પર,ધ ડિઝાઇનર્સ ઇન્ડિયાના સ્થાપક, કમલ પુગલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ધ ડિઝાઇનર્સ ઇન્ડિયા યુવા પ્રતિભાને પોષવામાં અને ભારતીય ફેશન ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇવેન્ટ મહત્વાકાંક્ષી ડિઝાઇનરો માટે એક લૉન્ચપેડ પ્રદાન કરે છે અને તેઓને તેમના સપનાને સાકાર કરવા માટે યોગ્ય લોકો સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે."

ફેશન ઇન્ડસ્ટ્રીનુ માર્કેટ 2022માં 6 ટ્રિલિયન ઇન્ડિયન રૂપિયામાં હતું જે 2027માં 11 ટ્રિલિયન થવાની સંભાવના છે. આટલુ જ નહિ ભારત ફેશન માર્કેટમાં દુનિયાનું ચોથું સૌથી મોટુ માર્કેટ છે.જે દેશ વિદેશમાં કપડાં એક્સપોર્ટ કરે છે.આપણા દેશના 8% એટલે કે 40 મિલિયન નાના મોટા લોકો ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.જેમાં ટાટા, આદિત્ય બિરલા જેવા નામો પણ પોતાના ફેશન સ્ટોર્સ સાથે સ્થાન ધરાવે છે.

માત્ર ને માત્ર યોગ્ય માર્ગદર્શન અને નાના શેહેરોમાં વ્યવસ્થિત ફેશન ઇન્સ્ટિટ્યૂટસના અભાવના કારણે લાખો ઉત્સુક વિદ્યાર્થીઓ આ ગ્લોબલ માર્કેટિંગનો હિસ્સો બનતા વંચિત રહી જાય છે. ઘણી વાર ફંડિંગના પ્રોબ્લેમને લીધે તો કોઈ વાર મોટા શહેરોની માયાજાયમાં ફસાવાના બીકને લીધે તેઓ કારકિર્દી માટે ફેશન ફિલ્ડ પસંદ કરતાં અચકાય છે. પરંતુ હવે એવુ રહ્યું નથી. જ્યાં દરેક બિઝનેસ માટે નવા પ્લેટફોર્મ રચાય રહ્યા છે ત્યાં ફેશન જગત પણ હવે પાછળ રહ્યું નથી, ધ ડિઝાઇનર્સ ઇન્ડિયા જેવા ઇવેન્ટ્સ દ્વારા પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ ડિઝાઇનર્સના સપનાઓ હકીકતમાં આકાર લઇ રહ્યા છે. અને આગળ પણ નવી પ્રતિભાઓ ફંડિંગ વગર અને કોઈ ખાસ ફેશન ડિગ્રી વગર પણ દુનિયાને સમક્ષ પોતાની કળાને નવા આયામો આપી શકશે.

- જીજ્ઞા જોગીયા

આ સમાચાર શેર કરો