મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સ્ત્રીનો દેહ હિમાલયનાં ઢોળાવો છે, ત્યાં સુગંધની શોધમાં પુરુષ મૃગની જેમ ભટકે છે!

- એય, સાંભળે છે? ફિંગરપ્રિન્ટની જ

શતરંગ / સ્ત્રીનો દેહ હિમાલયનાં ઢોળાવો છે, ત્યાં સુગંધની શોધમાં પુરુષ મૃગની જેમ ભટકે છે!

- એય, સાંભળે છે?

ફિંગરપ્રિન્ટની જેમ દરેક પુરુષ અને સ્ત્રીના શરીરની એક અલાયદી ગંધ હોય છે, અંગત ક્ષણોમાં પ્રેમીની આ ગંધથી ઉત્તેજક સુગંધ બીજી કોઈ ન હોય શકે!

જગુભાઈ નામે એક પ્રૌઢ વ્યક્તિ છે. જગુભાઈની ઘ્રાણેન્દ્રીય-ગંધ પારખવાની શક્તિ અત્યંત સતેજ. એકવાર જગુભાઈ કોઈ ઠંડી જગ્યાએ ગયા અને એમને ભારે સળેખમ-શરદી થઇ. જાતે ડોક્ટર બની બેઠેલા કોઈ લેભાગુની દવા લીધી તો શરદી તો મટી પણ ના જાણે શું આડઅસર થઇ કે જગુભાઈની ગંધ પારખવાની શક્તિ જતી રહી. પણ એ વ્યક્તિ કોઈને જણાવતો નથી કે મને હવે કોઈ ગંધ નથી આવતી. પત્ની શીરો બનાવતા કહે કે, "લોટ શેકાય જાય એની સુગંધ આવે એટલે કહેજો..." જગુભાઈ રસ્તો શોધે છે કે ,"એ તો લોટ બદામી રંગનો થવા લાગે એટલે શેકાય ગયો સમજવો, જોતા રહેવું..." પત્ની કહે કે, "એ તો જોતા જ હોઈએ ને, આંધળા થોડા છીએ..." જગુભાઈને લાગે છે કે જાણે પત્ની કહેતી હોય કે 'નાક વગરના' થોડા છીએ ! જગુભાઈ રોજ બરોજની લાઈફમાં સ્ટ્રગલ કરે છે. પોતે ભૂતકાળમાં ગંધ પારખવામાં કેવા પાવરધા હતા કે પોતાની ઘ્રાણેન્દ્રીયની મદદથી શરતો સુદ્ધાં જીતી હોય એ વાતો જગુભાઈને યાદ આવતી રહે છે.

જગુભાઈનો એક લંગોટીયો ભાઈબંધ છે, નામે મનિયો...મનિયો ભારે વાતોડિયો...એની પાસે અજબ ગજબની વાતો હોય...આ મનિયા સાથે જ જુવાનીમાં જગુભાઈ હોળીમાં એક શરત જીતેલા...આંખે પાટા બાંધીને જગુભાઈને ગામની જુદી જુદી જગ્યાએ ઉભા રાખી પૂછવામાં આવ્યું કે આ કઈ જગ્યા છે? તો જગુભાઈએ આજુબાજુ આવતી કબૂતરની હગારની ગંધથી, ઘોડાના તેજાબી પેશાબ ગંધ અને બીજી આવતી કોઈ એવી જ દુર્ગંધો પરથી એમણે જગ્યાઓ પારખી બતાવી શરત જીતેલા.

જગુભાઈ એકવાર ચોકમાં બેઠા હતા અને મનિયો આવ્યો. વાતવાતમાં મનીયો કહે, "જો જગા, એકવાત સમજી લે, સમાગમમાં બૈરીને ધરો થઇ જાય તો એના શરીરમાંથી કમળના ફૂલની સુગંધ જેવી ગંધ આવે."

મનિયો તો આમ કહીને ચાલ્યો જાય છે, પણ જગુભાઈની ઊંઘ ઉડી જાય છે. જગુભાઈને થાય છે કે આવી ગંધનો પોતાને ક્યારેય અનુભવ થયો નથી, ને હવે તો કેમ થશે? સ્થૂળ ગંધ પારખવામાં-આપણે જેને દુર્ગંધ કહીએ એવી ગંધ પારખવામાં માહેર જગુભાઈ અનુભવે છે કે પોતે જીવનમાં પામવા જેવી ગંધ તો પામ્યા જ નથી. અહીંથી જગુભાઈની સુક્ષ્મ ગંધ પારખવાની મથામણ શરુ થાય છે, જે તેમને હવે ક્યારેય અનુભૂતિ થવાની નથી.

*****

આ કથાનક છે હરિકૃષ્ણ પાઠકની વાર્તા 'ગંધ'નું. આખી વાર્તા મજાની છે, પણ અહીં બસ એનો સંક્ષિપ્તસારથી શરૂઆત એટલે કરી છે કે આપણે થોડી વાત કરી શકીએ મનુષ્ય શરીરની ગંધની...

ફિંગરપ્રિન્ટની જેમ દરેક પુરુષ અને સ્ત્રીના દહની એક અલાયદી ગંધ હોય છે, જે શરીરની ગંધ હોય છે. બાળક નાનું હોય ત્યારે એના શરીરમાંથી એક અલાયદી ગંધ આવતી હોય છે. નવજાત શીશું પણ માતાને ગંધથી જ ઓળખે છે કે આ એ વ્યક્તિ છે જેના ઉદરમાં હું હતું. કોઈ માતાને અલગ અલગ બાળકોના પચાસ ઝભલા આપો તો ય એ એમાંથી પોતાના બાળકનું ઝભલું ઓળખી શકે, કેવી રીતે? એના બાળકની ગંધથી...જેમ જેમ બાળક મોટું થાય એમ એમ એના શરીરની એ ગંધ સ્થૂળ રીતે ઓઝલ થતી જાય છે. પછી એની એ ગંધ ત્યારે જ બહાર આવે છે જ્યારે એ એની પ્રિય વ્યક્તિ સાથે અંગત ક્ષણોમાં હોય. પ્રાણીઓ માટે પણ સમાગમ જોડાવા આ ગંધ ખૂબ મહત્વની છે. ગામડે ગાય અને આખલાનું મેટિંગ કરાવવામાં આવતું ત્યારે આખલાને પહેલા ગાયની યોનિને નિરાતે સૂંઘતો જોયલો છે. 

આપણને એડમાં બતાવવામાં આવે કે કોઈ પુરુષે કોઈ ડીઓ લગાવ્યો અને સ્ત્રીઓ એના તરફ આકર્ષિત થઇ. પણ સ્ત્રીને પોતાના પ્રિય પુરુષની કે પુરુષને પોતાની પ્રિય સ્ત્રીની સહજ શારીરિક ગંધનું જે આકર્ષણ છે, એ આકર્ષણ બીજી કોઈ ગંધમાં નથી હોતું. મોટેભાગે ડીટેલીંગમાં ન પડતી પુરુષ પ્રજાતિ પણ જો એની સ્ત્રીની આ ગંધને અનુભવે છે તો એ ક્યારેય ભૂલતા નથી. એવા રીસર્ચ થયા છે જેમાં પુરુષોએ ખુબ બધા એક સરખા દેખાતા આંતરવસ્ત્રમાં પોતાની પ્રિય સ્ત્રીનું વસ્ત્ર ઓળખી લીધું હોય.

ઓશોએ પણ સ્ત્રીની ગંધ બાબતે વાત કરી છે. એ કહે છે કે જેમ પુરુષ ઉત્તેજિત થાય કે એનું લિંગ એ કહી દે છે, એમ સ્ત્રી જ્યારે ઉત્તેજિત થાય છે ત્યારે એની યોનિમાંથી એક ગંધ વહેતી થાય છે.   

પુરુષની બાબતમાં ઓશોની વાત સાચી કહી શકાય કે એ કોઈ સુંદર સ્ત્રીને જોઇને હરકતમાં આવે છે. પણ સ્ત્રીની ગંધ તો એ જ વ્યક્તિ અનુભવી શકે છે કે જેની સાથે સ્ત્રી પોતાનાં માટે સન્માન, સંવાદ, પ્રેમ ,સમપર્ણ, પોતાનું સ્ત્રીઅત્વ અનુભવે છે. સ્ત્રીની એ ગંધથી ઉત્તેજક અને આકર્ષક ગંધ બીજી કોઈ હોય શકે નહિ. સ્ત્રી એના પ્રિય પુરુષને તીવ્રતા ઝંખે ત્યારે ય એના શરીરમાંથી એ ગંધ ઉઠવા લાગે છે. પેલું હિન્દી સોંગ છે ને કે 'જબ ભી ખયાલો મેં તુ આયે ,મેરે બદન સે ખુશ્બુ આયે.' 

સ્ત્રીનો દેહ હિમાલયના ઢોળાવો છે, પુરૂષ જ્યારે એના રોમ રોમ પર સુગંધની શોધમાં મૃગની જેમ ભટકે છે, ત્યારે એ હિમાલય પીગળે છે, ઓગળે છે અને એનામાં ઉઠે છે પ્રેમની કસ્તુરીની ગંધ...જે પુરુષને ધન્ય કરી દે છે...પુરુષ મઘમઘતો રહે છે. ગંધમાધુર્ય પર હજુ ઘણી વાત થઈ શકે, તમને ગમશે વધુ વાત આવતા અઠવાડિયે કરીએ...

હોંકારો: 

સવિતા ભાર્ગવની એક હિન્દી કવિતા છે:

अपनी गंध अपने कपड़ों में डाल देती हूँ
अपनी गंध अपनी जूती और
मोज़े में डाल देती हूँ
अपनी गंध सबसे अधिक
अपने अंत:वस्त्रों में डाल देती हूँ
और उससे भी अधिक
तुम में डाल देती हूँ

देखो
तुम्हारे नथुने
किस तरह फड़फड़ा रहे हैं।

- કાનજી મકવાણા 

આ સમાચાર શેર કરો