મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જિજ્ઞાસા વગરનું જીવન

- નોન ફિલ્ટર્ડ બાળકના પહેલવહેલા શબ્દો સાંભળીને થતી મા-બાપ, પરિવારજનોની એક્સાઇટમેન્ટનું લેવલ માપી શકે એવું કોઈ યંત્ર સુપ

શતરંગ / જિજ્ઞાસા વગરનું જીવન

- નોન ફિલ્ટર્ડ

બાળકના પહેલવહેલા શબ્દો સાંભળીને થતી મા-બાપ, પરિવારજનોની એક્સાઇટમેન્ટનું લેવલ માપી શકે એવું કોઈ યંત્ર સુપર કમ્પયૂટર ને AI ના જમાનામાં ય શોધાયું નથી. એકના એક શબ્દો સંભાળવા ને ગામ આખાને ધરાર સંભળાવવા બાળકની પાછળ પડી જતાં હરખપદુડાઓ જ્યારે એ જ બાળક ‘બા’...’દાદા’... થી આગળ વધીને 'શું?' 'કેમ?' 'કેવી રીતે?' પૂછતું થાય ત્યારે કોઈ આતંકવાદીની ગોળીઓથી બચવા ભાગતી નિર્દોષ પ્રજાની જેમ અહીં તહીં ભાગે છે. આહોયછેબાળકમાટેસવાલોથીભાગવાનીપહેલીશીખ!

જો કે બાળક છે, એટલે બાળક બુદ્ધિ ય રહેવાની. ભોળો જીવ એમ સમજે છે કે પ્રોબ્લેમ સવાલોમાં નહી, જવાબો આપવામાં કે આપનારમાં છે.

'કદાચ આ લોકોને ય મારી જેમ જવાબ નહીં ખબર હોય? પણ તો એ કોઈ બીજાને સવાલ કેમ નથી પૂછતા? કઈ નહીં, શરમાતા હશે! હું જ શોધી લઈશ ક્યાંકથી જવાબોને.'

એ પૂછ્યા કરે છે સહુ આવતા જતા લોકોને સવાલો. ક્યારેય કોઈ દયાળુ દિલ મળી ય જાય છે જે જવાબ આપી દે છે. બચ્ચું ખુશ થઈને ઉછળી પડે છે.

'અરે, આમને આવડે છે જવાબ આપતા! હવે તો બધું પૂછી જ લઉં.'

ને પછી શરૂ થાય છે સવાલોની વણઝાર. અનેક સવાલો ને એના જવાબોમાંથી ઉભરાતા બીજા સવાલો.

'અલ્યા, તું નવરો છે. આખો દિવસ ડાયપરમાં ફરવા સિવાય કંઈ કામધંધો નથી તને. પણ અમારે તો કામ હોય કે નહી?

ચાર - પાંચ સવાલો સુધી ઠીક છે, એનાથી વધારે આશા ના રાખીશ અમારી પાસેથી!'

આ હોય છે બાળકમાટેબીજીશીખ – સવાલોપૂછીએતોયલિમિટમાં! મનમાંઆવેત્યારેનેતેટલાસવાલોનાપૂછાય! નહીતોજેટલાજવાબમળેછેએયમળતાબંધથઈજશે!

પણ આ જિજ્ઞાસાવૃત્તિ દબાતી નથી એનું શું?

'હેં? સ્કૂલમાં મળશે બધા જવાબો? કોણ આપશે? ટીચર? વાહ! મજા આવશે તો તો.'

ને હોંશે હોંશે સ્કૂલમાં જતું બાળક ત્યારે પરીક્ષામાં પ્રશ્નપત્ર સામે જોતું વિચારે છે કે મારે તો સવાલ પૂછવાના હતા ને અહીં તો જવાબો લખવાનું કહે છે!!! એ પણ એવા જવાબો જે હજુ સમજાયા ય નથી મને પુરે પૂરા! પણ ટીચર કહે છે કે બહુ સવાલો પૂછવા એટલે સમય વેડફવો! બુકમાં જે લખ્યું છે એ યાદ રાખવું જ જરૂરી છે. ભલે, ટીચર વધારે જાણે! આ હોય છે બાળકમાટેઅંતિમશીખ – નવાસવાલોપૂછવાનેબદલેજૂનાસવાલોનાજવાબોયાદરાખવાવધારેમહત્વનાછે. અંતિમપરિણામએનાઆધારેજઘડાયછે!

અંતિમપરિણામ – જિજ્ઞાસાવગરનુંજીવન! જ્ઞાનનો મૂળ પાયો જ ઉખેડી ફેંક્યો છે આપણે. શું કરશું હવે આ ભણતરનું?

- કૃતિ શાહ

આ સમાચાર શેર કરો