મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ફ્રોઝન શોલ્ડર કરી નાખશે ફ્રોઝન જીવન

- જાગૃતતા જરૂરી ફ્રોઝન શોલ્ડર ◆ ફ્રોઝન શોલ્ડર શું છે? ફ્રોઝન શોલ્ડર એટલે ખભાની સ્થિર

શતરંગ / ફ્રોઝન શોલ્ડર કરી નાખશે ફ્રોઝન જીવન

- જાગૃતતા જરૂરી  

ફ્રોઝનશોલ્ડર

◆ ફ્રોઝન શોલ્ડર શું છે? 

ફ્રોઝન શોલ્ડર એટલે ખભાની સ્થિરતા. જેમાં ખભાના સાંધાની આસપાસની પેશી જેને કેપ્સ્યુલ કહેવાય છે એ સૂજી જવાના લીધે જાડી અને સખત થઈ જાય છે, જેના લીધે ખભાના સાંધાની મુવમેન્ટ મર્યાદિત થઈ જાય છે. એટલા માટે એને એડેસિવ કેપ્સ્યુલાયટીસ તરીકે ઓળખવામાં આવે છે

◆ ફ્રોઝન શોલ્ડર શા માટે થાય છે? 

કારણો : 

  1. ઇડીયોપેથીક એટલે કોઈ પણ કારણ વગર પણ થઈ શકે. 
  2. ફ્રેક્ચર પછી (ખભાના કે હાથના કોઈ પણ ભાગના)
  3. ખભાની કે હાથની કોઈ પણ સર્જરી પછી
  4. ડાયાબીટીસના દર્દીને 
  5. સ્ટ્રોક, પાર્કિન્સન્સ જેવા રોગોના દર્દીને વગેરે.

જે વ્યક્તિ લાંબા સમય સુધી ખભાનો એની ફૂલ રેન્જમાં ઉપયોગ નથી કરતો એવી પરિસ્થિતિમાં ફ્રોઝન શોલ્ડર થવાની શકયતા વધી જાય છે.

◆ લક્ષણો 

  • ખભામાં ભારેપણું 
  • ખભામાં દુઃખાવો 
  • ખભાના ઉપયોગમાં તકલીફ 
  • રોજિંદી ક્રિયા જેમ કે માથું ઓળવું, કપડાં બદલવા એમાં મુશ્કેલી
  • સુવામાં અતિશય પીડા 
  • રાત્રે દુઃખાવો થવો 

◆ તબક્કા 

1). ફ્રીઝિંગ સ્ટેજ - આ પ્રારંભિક તબક્કો છે જેમાં ખભાનાં ઉપયોગમાં દુઃખાવો, રાત્રે દુઃખાવો અને ઉંઘવું મુશ્કેલ જેવા લક્ષણો શરૂ થાય છે. જે છ થઈ નવ મહિના જેવું રહે છે. 

2). ફ્રોઝન સ્ટેજ - જેમાં મુવમેન્ટ ઓછી થવી અને દુઃખાવો બંને જોવા મળે છે. 

3). થોઇંગ સ્ટેજ - જેમાં દુઃખાવો ધીરે ધીરે ઓછો થાય છે અને ખભાની સ્થિતિ ધીરે ધીરે નોર્મલ થાય છે. જે 5 થી 24 મહિના સુધી ચાલે છે. 

◆ જરૂરી માહિતી 

  • ફ્રોઝન શોલ્ડર 40 વર્ષ પછીની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. 
  • ડાયાબિટીસના દર્દીને ફ્રોઝન શોલ્ડર થવાનું રિસ્ક વધારે હોય છે. 
  • ખભાના બધા જ દુઃખાવા ફ્રોઝન શોલ્ડર નથી હોતા. એટલા માટે તમારે ડૉક્ટર કે ફિઝિયોથેરાપીસ્ટ પાસે નિદાન કરાવવું જરૂરી છે. .

◆ નિદાન 

ફ્રોઝન શોલ્ડરનું નિદાન મોટા ભાગે શારીરિક પરિક્ષણથી જ થઈ જાય છે. અમુક દર્દીઓને એક્સ-રે, એમઆરઆઈ જેવા પરીક્ષણોની જરૂર પડતી હોય છે. 

◆ સારવાર 

→ ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ મુજબની દુઃખાવા અને સોજાની દવા સાથે ફિઝિયોથેરાપી કરવી ખૂબ જ જરૂરી છે. 

→ ફિઝિયોથેરાપીના વિવિધ શેક અને કસરતથી ફ્રોઝન શોલ્ડરમાં સંપૂર્ણ રાહત મળી શકે છે. 

→ કેટલાક ખાસ કેસમાં આર્થોસ્કોપીક સર્જરી પણ કરવી પડે છે. 

ફ્રોઝન શોલ્ડરમાં ગભરાવા જેવું કંઈ જ નથી. વહેલું નિદાન અને વહેલી સારવાર ખૂબ જ જરૂરી છે. 

- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો) 

આ સમાચાર શેર કરો