Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Vikramshila Setu will be closed for three months from October 1 in Bhagalpur!

VIDEO: ભાગલપુરમાં ૧ ઓક્ટોબરથી મોટો ફેરફાર વિક્રમશીલા સેતુ ત્રણ મહિના માટે રહેશે બંધ!

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાગલપુરમાં ૧ ઓક્ટોબરથી મોટો ફેરફાર

App Store

વિક્રમશીલા સેતુ ત્રણ મહિના માટે રહેશે બંધ!

ગંગા નદી પર સ્ટીલ ટ્રસ બ્રિજનું થઈ રહ્યું છે નિર્માણ

બિહારના ભાગલપુર જિલ્લામાં આવેલો ઐતિહાસિક અને મહત્વપૂર્ણ વિક્રમશીલા સેતુ આગામી ૧ ઓક્ટોબરથી ત્રણ મહિના માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગંગા નદી પર બનેલા આ પુલની સુરક્ષા અને મજબૂતી માટે અહીં કાયમી સ્ટીલ ટ્રસ બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવાની હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. પુલ બંધ થવાના કારણે ભાગલપુર અને આસપાસના જિલ્લાઓને જોડતા મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર પર મોટી અસર પડવાની શક્યતા છે. આ અંગે વિગતો આપતાં બિહારના માર્ગ નિર્માણ મંત્રી એન્જિનિયર કુમાર શૈલેન્દ્રએ જણાવ્યું હતું કે, વિક્રમશીલા સેતુની કાયમી મજબૂતી માટે જાળવણી અને નવા બ્રિજનું નિર્માણ અત્યંત જરૂરી બન્યું હતું. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧ ઓક્ટોબરથી ત્રણ મહિના સુધી પુલ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ રહેશે. નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરીને સમયસર પુલને ફરીથી જનતા માટે ખુલ્લો મૂકવા માટે સબંધિત વિભાગ અને એજન્સીઓને સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા છે.

પુલ બંધ રહેતાં ગંગા નદીમાં મળશે મફત વેસલ સેવા!

સેતુના સમારકામથી વાહનવ્યવહાર થશે ડાયવર્ટ!

પુલ બંધ રહેવાના સમયગાળા દરમિયાન મુસાફરો અને સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રી કુમાર શૈલેન્દ્રના જણાવ્યા મુજબ, ગંગા નદી પાર કરવા માટે પ્રવાસીઓ માટે નિઃશુલ્ક વેસલ એટલે સ્ટીમર કે બોટ સેવા પૂરી પાડવામાં આવશે. આ મફત જહાજ સેવા દ્વારા લોકો સરળતાથી નદી પાર કરી શકશે, જેથી દૈનિક મુસાફરો અને વેપારીઓને થનારી હાલાકીમાં મોટો ઘટાડો થશે. ભાગલપુરના વિક્રમશીલા સેતુથી સામે આવેલા દ્રશ્યોમાં પુલની વર્તમાન સ્થિતિ અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. બિહારના આ મહત્વના માર્ગીય કનેક્ટિવિટી પ્રોજેક્ટથી ભવિષ્યમાં મુસાફરી વધુ સુરક્ષિત અને ઝડપી બનશે. જોકે, આગામી ત્રણ મહિના માટે મુસાફરોને વૈકલ્પિક જળમાર્ગનો ઉપયોગ કરવાની અને તંત્રને સહયોગ આપવાની વહીવટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News