VIDEO: ANDARNI VAAT / હિલ્હી બાદ ઝારખંડમાં વિદ્યાર્થીઓનું આંદોલન
દિલ્લીમાં જંતર મંતર પર થયેલા કોક્રોચ જનતા પાર્ટી અને ઝેન -જી જેવું જ ગંભીર આંદોલન ઝારખંડમાં આકાર લઇ રહ્યું છે. રાંચીના જશપાલસિંહ મુંડા સ્ટેડિયમ પર રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે. આંદોલનમાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહંતો સોનમ વાંગચુકની જેમ ભુખ હડતાલ પર ઉતર્યા છે. રવિવારથી દેવેન્દ્ર મહંતોએ અનિશ્રિત મુદત માટે ભૂખ હડતાલ શરુ કરી છે. રાંચીમાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જેપીએસસી) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન ( જેએસએસસી)ની પરિક્ષામાં થયેલી ગેરરીતિ સામે આવાજ ઉઠાવી રહ્યા છે. યુવાનોનું કહેવું છે કે જેએસએસસી દ્રારા કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની પરિક્ષા લેવાય હતી. તે ધંધલી થઇ છે. પરિક્ષા માફિયાઓ દ્રારા પેપર લીક કરવામાં આવ્યું હતું. પેપરના પ્રશ્નો ટેલીગ્રામ અને સોશિયલ મીડિયામાં ફરતી થયા હતા. એટલું જ નહીં કેટલાક પરીક્ષા કેન્દ્ર પર પેપરનું સીલબંધ કવર તૂંટલું હતું. આવી જ સ્થિતિ જેપીએસસીની પરીક્ષામાં પણ થઇ હતી. જેપીએસસીની પરીક્ષામાં પણ કથિત પ્રશ્નપત્ર ટેલિગ્રામ ચેનલ પર ફરતું થયું હતું. આ પેપરના પ્રશ્નો ઇન્સ્ટાગ્રામ પર પણ આવી ગયા હતા. વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે કે આ બન્ને પ્રશ્ન પત્રો ટીડીપીએલ ખાનગી એજન્સી દ્રારા કાઢવામાં આવ્યું હતું. આ એજન્સી પર પેપર લીકના ગંભીર આરોપ બીજા રાજ્યમાં લાગી ચુક્યા છે. આ રીતે વિદ્યાર્થીઓ અને યુવાનો દ્રઢપણે માને છે કે બન્ને પરીક્ષાના પેપર લીક થયા હતા. આંદોલનકારી વિદ્યાર્થીઓ સૌથી પહેલા બન્ને પરિક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. સાથે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પાણ માંગ કરી રહ્યા છે. બન્ને પેપર ગેરરીતિની તપાસ સીબીઆઇ અને ઇડીને સોંપવાની પણ માંગ કરી છે. ઝારખંડ સરકારે યુવાનો અને વિદ્યાર્થીની માંગ હજુ સ્વિકારી નથી. ઝારખંડની હેમંત સોરેન સરકાર વિદ્યાર્થી સામે ન ઝુકતા આંદોલન વધારે ઉગ્ર બન્યું છે. રાંચીથી શરુ થયેલું આંદોલન ધનબાદ, જમશેરપુર, હજારીબાગ વગેરેમાં વિસ્તર્યું છે. દિવસે દિવસે વિદ્યાર્થીઓનો જમાવડો ઉપવાસી છાવણી પર વધી રહ્યો છે. છાવણી પર વિદ્યાર્થીની મદદે સેવાભાવી સંસ્થાઓ પણ આવી ગઇ છે. ચા-નાસ્તાથી માંડીને ભોજન સુધીની સુવિધા પુરી પડાવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ સરકાર સામે નમતુ જોખવા તૈયાર નથી. જો ઝારખંડ સરકાર વિદ્યાર્થીની માંગ નહીં સ્વિકારે તો આંદોલન દિલ્લી જેવું બની શકે છે.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

