VIDEO: ANDARNI VAAT / બિહારના પાંકીપુરમાં નીતિન નબીનની આબરુ ગઈ
બિહારની બાંકીપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોટા ઉલટફેર થયો હતો. નબીન પરિવાર અને ભાજપના પ્રમુખ નીતિન નબીનની પરંપરાગત સીટ પર જ ભાજપની નાલેશીભરી હાર થઇ હતી. જન સુરાજ પાર્ટીના સ્થાપનક અને રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 18 હજાર કરતા વધારે મતથી હાર આપી હતી. બાંકીપુર પેટા ચૂંટણીની હાર ભાજપની નેતાગીરી માટે પણ સદમો રહી છે. પાર્ટીના વડા પદે રહીને રાજ્ય અને દેશમાં પાર્ટીને જીતાડવાની જવાબદારી જેની છે તે નીતિન નબીન પોતાની સીટ પર જ પોતાના નજીકના જ વ્યક્તિને જીતાડી ન શકાય. નીતિન નબીન પ્રમુખ બન્યા બાદ આ પહેલી ચૂંટણી હતી. નીબીનને પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ પેદા થયો હતો. પ્રથમ રાઉન્ડમાં પોતાની સીટ ન જીતાડી શક્યા.
પ્રશાંત કિશોર નબીનને તેના ગઢમા હરાવી ને ડાર્ક હોર્સ પુરવાર થયા હતા. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે ઝેન-જી આંદોલનના કારણે પ્રશાંત કિશોરની જીત થઇ છે. કોંક્રોચ જનતા પાર્ટીનું ઝેન-જી આંદોલન દિલ્લી પછી બિહારમાં સૌથી વધારે આક્રમતાથી થયું હતું, ચૂંટણી વખતે જ બિહારના યુવાનો રસ્તા પર ઉતાર્યા હતા. આંદોલનને કચડી નાંખવા માટે બિહાર સરકારે યુવાનોને જેલમાં પુર્યા હતા. યુવાને સામે એકે-47 જેવી ઘાતક રાઇફલ પણ તાકવામાં આવી હતી. આ કારણે યુવાનો અને વાલીઓમાં ગુસ્સો હતો. જે ભાજપની વિરુધમાં પડ્યો. આંદોલન ઉપરાંત બાંકીપુર પેટા ચૂંટણી વખતે મુખ્ય વિપક્ષ આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ મિસિંગ હતા. બિહારના યુવાનો ગુસ્સામાં હતા ત્યારે તેજસ્વી યાદવ બીહારમાં ન હતા. આ સમેય પ્રશાંત કિશોર યુવાનોનો અવાજ બની રહ્યા હતા. બિહારમાં ગુડ્ડારાજ અને કાયદો વ્યવસ્થા કાયમી મુદ્દો રહ્યો છે. બાંકીપુર ચૂંટણીમાં પ્રશાંતિ કિશોરે કાયદો વ્યવસ્થા, રોજગારી, નીટ મુદ્દે અને મુખ્યમંત્રીનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા મુદ્દા ઉછાળ્યા હતા જે બિહારની પ્રજાના ટચ કરી ગયા હતા. બાંકીપુરના લોકો દ્રારા પ્રશાંત કિશોર ઉપર કળશ ઢોળવાનું કારણ તેની સ્વચ્છ છબી પણ છે. બિહારનું રાજકારણ જાતિવાદથી ખદબદે છે. પ્રશાંતિ કિશોર જાતિવાદને બદલે વિકાસની રાજનીતિને પ્રાથમિકતા આપી રહ્યા છે. ચૂંટણી પહેલા તેમણે બિહારની પદયાત્રા કરી હતી. આ બધા મુદ્દા પ્રશાંત કિશોરના પક્ષનાં ગયા હતા. હવે કિશોર ચૂંટાઇને બિહાર વિધાનસભામાં ગયા છે. લોકોને આશા બંધાઇ છે કે કિશોર બિહારને જાતિવાદી રાજનીતિથી મુક્ત કરશે...
- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

