VIDEO: ANDARNI VAAT / અમરનાથ યાત્રા બની કોમી એકતાનું પ્રતિક
કશ્મિરમાં અમરનાથ યાત્રાનો રૂટ ડૂંગરાળ અને પહાડી વિસ્તાર છે. આ વિષમ રૂટ પર દર વર્ષે દેશભરમાંથી અનેક સંસ્થાઓ અને દાતાઓ ભંડારા અને લંગર ચલાવે છે. કશ્મિર બહારથી આવેલી આ સંસ્થાઓ અને સ્વયંસેવકોને સ્થાનિક વાતાવરણ, ડૂંગરાળ અને પહાડી સ્થિતિને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં સ્થાનિક લોકો અમરનાથ યાત્રાના લંગર કે ભંડારાને કોઇ ને કોઇ રીતે મદદ કરતા હોય છે. આવી જ રીતે અમરનાથ યાત્રાના રૂટ પર બનાહીલમાં ભંડારમાં મુસ્લિમ યુવાનો લંગર અને ભંડારામાં મદદ કરતા જોવા મળ્યા હતા. આ સ્થાનિક યુવાનો લંગરમાં રોટલી બનાવવી, સબ્જી સમારવી, માલ-સામનની હેરફેરમાં મદદ કરતા જોવા મળ્યા હતા. આ યુવાનો અમરનાથ યાત્રા શરુ થાય ત્યારથી જ ભંડારને મદદમાં જોડાઇ જાય છે અને બે મહિના સુધી કોઇને કોણ રીતે મદદ કરે છે. બનીહાલમાં દિલ્લીના શ્રી ભોલે શક્તિ મંડલના ભંડારમાં અનેક સ્થાનિક મુસ્લિમ યુવાનો તવા પર રોટલી બનાવતા પણ જોવા મળ્યા હતા. કેટલીક યુવાનો ભોજન પિરસતા પણ જોવા મળ્યા હતા. દેશભરમાંથી આવેલા શ્રધ્ધળુઓને હોસે હોસે ભોજન પિરસતા હતા. તેમની આ કામગીરીમાં યાત્રામાં હિન્દૃ-મુસ્લિમ કોમી એકતાનું ઉકૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું. સ્થાનિક યુવાનોએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રીઓ અમારા મહેમાન છે. આ મહેમાનની સારી રીતે આગતા-સ્વાગતા કરવી.. તેની મદદ કરવી તે અમારી કશ્મિરીયત છે. અમે દર વર્ષે ભંડારા અને લંગરને મદદ કરીએ છીએ. એમ ભોજન બનાવવાથી માંડીને સામન-લાવવા લઇ જવા સુધીના દરેક કામમાં મદદ કરીએ છીએ. અમરનાથ રૂટ પર દરેક જગ્યાએ મુસ્લિમ યુવાનો મદદ કરે છે. આમ યાત્રા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે.
અમરનાથ યાત્રમાં સેકડો લોકો આવે છે. યાત્રાળુઓની મદદ માટે દેશભરમાંથી સેંકડો ભંડારા- લંગર લાગે છે. આ ભંડારામાં મદદ માટેના માણસો પુરતા હોવા નથી. આ કારણે સ્થાનિક મુસ્લિમો ધાર્મિક કાર્યમાં મદદ કરતા રહે છે. ભોલે શક્તિ મંડલ ભંડારાના આયોજક કહે છે, છેલ્લા 25 વર્ષ કરતા વધારે સમયથી અમે ભંડારો લગાવીઓ છીએ. આટલા વર્ષોથી સ્થાનિક મુશ્લીમ લોકો અમારી મદદ કરે છે. તેઓ કોઇને કોઇ કામમાં અમારી સાથે જોડાયેલા રહે છે. અમરનાથ યાત્રાનો રૂટ પહાડી વિસ્તાર છે. બહારથી આવતા સેવાભાવી લોકોને પહાડનો અનુભવ હોતો નથી. માટે માલ-સામાનને હેરફેર જેવા કામમી સ્થાનિક મુસ્લિમો અમારી સાથે ખંભે ખંભા મીલાવીને કામ કરે છે. આમ અમરનાથ યાત્રા કોમી એકતાનું પ્રતિક બની ગઇ છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

