Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Vegetable farms submerged, harvested !

VIDEO: શાકભાજીના ખેતરો જળમગ્ન, કોહવાઈ ગયો પાક !

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લખનૌમાં વરસાદી આફતનો કાળમુખો પ્રહાર

App Store

શાકભાજીના ખેતરો જળમગ્ન, પાક કોહવાઈ ગયો!

જગતના તાતની મુશ્કેલીમાં થયો વધારો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં અવિરત વરસી રહેલા કસમયના વરસાદે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની કમર ભાંગી નાખી છે. વિરામ વગર પડી રહેલા વરસાદ અને ખેતરોમાં સર્જાયેલા ગંભીર જળબંબાકારના કારણે તૈયાર શાકભાજીનો પાક સંપૂર્ણપણે કોહવાઈ રહ્યો છે. લણણીના સમયે જ આવેલી આ કુદરતી આફતે ધરતીપુત્રોની મોંઘાદાટ મહેનત પર પાણી ફેરવી દીધું છે, જેનાથી સમગ્ર કિસાન આલમમાં ઘેરી ચિંતા વ્યાપી ગઈ છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે રીંગણ, ટામેટાં, ભીંડા, મરચાં અને વેલાવાળા શાકભાજીના છોડના મૂળિયાં સડી ગયા છે. સતત જળભરાવને લીધે પાકમાં રોગચાળો ફેલાઈ ગયો છે અને શાકભાજી બગડીને કાળા પડી ગયા છે. બજારમાં લઈ જવા માટે તૈયાર થયેલો પાક ખેતરોમાં જ નાશ પામતાં ખેડૂતોને લાખો રૂપિયાનું સીધું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

શાકભાજીના પાકને ભારે નુકસાન!

આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં થઈ શકે છે વધારો!

આ ભારે બરબાદી અંગે પોતાની વેદના ઠાલવતાં સ્થાનિક ખેડૂત નવલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બિયારણ, ખાતર, કીટનાશક દવાઓ અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખો પાક નષ્ટ થઈ ગયો છે. હવે પરિવારનું ગુજરાન ચલાવવું અને ખેતી માટે લીધેલું દેવું ચૂકવવું અશક્ય બની ગયું છે. પીડિત ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય આપવાની ગુહાર લગાવી છે.લખનૌના શાકભાજીના ખેતરોમાંથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં જળમગ્ન ખેતરો, કોહવાયેલો શાકભાજીનો પાક અને પોતાની લૂંટાયેલી મહેનત બતાવતા ખેડૂતો સ્પષ્ટ જોઈ શકાય છે. કસમયના વરસાદથી માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ આગામી દિવસોમાં બજારમાં શાકભાજીની અછત સર્જાતાં ભાવ વધારાનો સામાન્ય જનતા પર પણ મોટો બોજ પડવાની શક્યતા સેવાઈ રહી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News