VIDEO: નેપાળમાં ભયાનક પુર વચ્ચે અડિખમ ઉભેલું લીલા રંગનું મકાન
ભયાનક પુર વચ્ચે અડિખમ ઉભેલું લીલા રંગનું મકાન
મકાન પરથી મદદ માટે આજીજી કરતો પરિવાર
ચારે બાજુ મોત અને મદદની એક માત્ર આશા
શું આ મકાન અને પરિવાર બચી ગયો કે બધુ પાણીમાં વહી ગયું ?
નેપાળમાં આવેલા વિનાસક પુરમાં નુવાકોટના બિદુરમાં ત્રિશોલી નદીના કિનારે વસેલું એક મકાન દેશ-દુનિયામાં ચર્ચાસ્પદ બન્યું છે. બે માળનું લીલા કલરના મકાનમાં રહેતા લોકો ભયાનક પુર વચ્ચે મદદની માગ કરી રહ્યા છે. આ વીડિયો દેશ વિદેશમાં વાઇરલ થયો છે. વીડિયોમાં ત્રિશુલી નદીનો પ્રચંડ પ્રવાહ તમામ વસ્તુ ખેદાન મેદાન કરી રહ્યો છે. પાણી - કાદવ અને કાટમાળમાં નદી કાઠાની સેંકડો બિલ્ડીંગ પતાની માફક ધરાસઇ થઇ રહી છે. લીલા રંગમાં મકાનમાં બચાવવાની અજીજી કરતા પરિવારની સામે જ પોતાના પાડોશીઓ મકાન સાથે પાણીમાં વહી ગયા છે. થોડી મિનિટો પહેલા ચારે બાજુ મકાનોથી ભરચક વિસ્તારમાં માત્ર લીલુ મકાન જ રહે છે.. પાણીનો પ્રવાહ અને કાદવ ફરી ફરીને મકાનની ચારે બાજુ ભરડો લે છે... આ બધું જોઇને એવું લાગે છે કે આ મકાનમાં રહેતા લોકોનું શું થયું હશે... શું આખો પરિવાર જ અન્ય પરિવારની જેમ પાણીમાં વહી ગયો હશે કે બચી ગયો હશે... આ પરિવારની મદદે કોણ આવ્યું હશે...
ચમત્કારીક રીતે બચી ગયો પરિવાર
વિશ્વભરમાં આ પરિવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો
નદીનો પ્રવાહ અને સ્થિતિ જોતા એવુ લાગતું હતું કે અન્ય પરિવારોની જેમ આ લીલુ મકાન પર ભુતકાળ બની ગયું હશે. જો કે કુદરતનો ચમત્કાર માનો કે બીજુ કાંઇ પણ ભયાનક પુર મકાનને હલાવી ન શક્યુ અને પરિવાર પણ સહી સલામત રહ્યો. ભયાનક પુરમાં ચારથી પાંચ કલાક સુધી સતત મોત સામે ઝઝુમ્યા બાદ આ પરિવાર સલામત રહી બહાર નિકળ્યો હતો. પુર ઓસરી ગયા બાદ નેપાળ આર્મી અને સ્થાનિક લોકો દ્રારા પરિવારને લીલા મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મકાનમાં એક જ પરિવારના સાતથી આઠ સભ્ય હતો. બે માળ પર પરિવાર રહેતો હતો. જ્યારે પરિવારને સલામત બહાર કઢાયો ત્યારે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
પરિવાર બચી ગયો વિશ્વભરમાં ચર્ચા
નેપાળમાં લીલા મકાન સર્વાઇવર તરીકે ભારે ચર્ચા
ભયાનક પુરમાં બચી ગયા બાદ નુવાકોટના આ પરિવારની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર ગ્રીન હાઉસ સર્વાઇવર તરીકે વાઇરલ થઇ રહ્યું છે. વીડિયો શેર કરીને લોકો ગ્રીન મકાનની મજબુતાઇની પણ ચર્ચા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ મજબુત મકાનના કારણે જ આ પરિવાર બચી ગયો છે. ચર્ચા જે પણ હોય પણ નેપાળ પુર હોનારતમાં ગ્રીન હાઉસ એક સિમ્બલ બની ગયું છે.
---------- બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

