Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Two female teachers in Chhattisgarh cross a river at the risk of their lives to go to school and perform their duties

VIDEO: છત્તીસગઢમાં બે મહિલા શિક્ષિકાઓ જીવના જોખમે નદીમાંથી પસાર થઈને શાળાએ પહોંચી પોતાની ફરજ બજાવે છે

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં બાળકોના શિક્ષણ આપવા પ્રત્યે શિક્ષકોની નિષ્ઠાની અનેખો મિશાલ સામે આવી છે. બલરામપુરના ધૌરપુર ગામમાં આવેલી શાળામાં બે મહિલા શિક્ષકો બાળકોને ભણાવવા માટે પોતાના જીવને જોખમમા નાંખીને શિક્ષણ કાર્ય આપી રહી છે. ધૌરપુર ગામની શાળા જંગલની વચ્ચોવચ આવેલી છે. આ શાળા સુધી પહોંચવા માટે મુખ્ય રસ્તાથી ત્રણ કીમી દૂર જંગલમાં જવું પડે છે. આ જંગલમાં કોઇ પાકો રસ્તો નથી પણ પગ કેડી જ છે. એટલું જ નહીં રસ્તામાં વિશાળા નદી પણ આવે છે. મહિલા શિક્ષકો નદી ક્રોસ કરીને શાળાએ પહોંચે છે. ચોમાસાં આ નદીમાં કેડસમુ પાણી હોય છે. અને નદીમાં પ્રવાહમાં પણ ઝડપ હોય છે. આ કારણે નદી પસાર કરવી જીવનું જોખમ હોય છે. પણ મહિલા શિક્ષકો બાળકોને ભણાવવા પ્રત્યેની તેમની નિષ્ઠાથી પાછી હટતી નથી. અને જોખમ ખેડીને દરોજ શાળાએ જાય છે.

App Store

ધૌરપુરની શાળામાં માત્ર નવ જ બાળકો છે. આ નવ બાળકો વચ્ચે બે શિક્ષણ છે. નવ બાળકોના શિક્ષણ માટે તેઓ જંગલમાં જોખમ ખેડીને પહોંચે છે. સૌથી આચર્યની વાત એ કે જે બે શિક્ષિકામાંથી એક શિક્ષિકાને એક વર્ષની બાળકી છે. આ શિક્ષિકા એક વર્ષની બાળકી સાથે લઇને ભણાવવા આવે છે. તેણી જંગલના કાચા રસ્તામાં બાળકને કાંખમાં લઇને ત્રણ કીમી ચાલે છે. નદીનો પ્રવાસ ક્રોસ કરતી વખતે પણ બાળક તેણીના કાંખમાં હોય છે. આમ એક શિક્ષક માતાની શાળા પ્રત્યેની નિષ્ઠા દેખાય છે. મહિલા શિક્ષકો કહે છે. આ અમારું દરોજનું છે. અમે દરોજ ચાલીને આવીએ છીએ. સામા કાઠે બાળકો અમારી રાહ જોતા હોય છે. જો અમે ન આવીએ તો બાળકો નદી કાંઠે અમારી વાત જોતા જોવા મળી છે. આ દ્રશ્ય જોઇને અમે એક દિવસ પણ રોકાઇ જઇએ તેવો વિચાર આવતો નથી.

ધૌરપુરની શાળા અંતરિયાણ વિસ્તારમાં છે. ત્યાં જવા માટે કોઇ શિક્ષક તૈયાર નથી ત્યારે એકલી મહિલા ડર રાખ્યા વગર જંગલમાં ચાલીને જાય તેની હિંમત બિરદાવવા લાયક છે. ધૌરપુરની શાળામાં માત્ર નવ જ વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીમાંથી પણ બધા વિદ્યાર્થી દરોજ હાજર રહેતા નથી. તેમ છતા મહિલા શિક્ષકો ક્યારે એવું વિચારતી નથી કે પાંચ કે સાત બાળકોને ભણાવવા માટે આટલે દુર કેવી રીતે જવું, આ અંગે બલરામપુરના કલેક્ટર ચંદન સંજય ત્રિપાઠી કહે છે મહિલા શિક્ષકો આ રીતે કષ્ઠ વેઢીને શિક્ષણની જ્યોત જલાવી રહી છે તે સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે. તેમા પણ એક મહિલા શિક્ષિકા પોતાના એક વર્ષના બાળકને લઇને નદી પાર કરીને ત્રણ કીમી દૂર શાળાએ પહોંચે છે તે કામ કાબિલેદાદ છે. અમે આ શિક્ષકોનું સન્માન કરીશું.

ઘૌરપુરની શિક્ષકોઓની કહાની પ્રેરણાદાયી છે. તકલીફો પાર કરીને ગરીબ બાળકો માટે શિક્ષણની જ્યોત પ્રજવલ્લીત રાખવી તે ઉદાહરણરૂપ ઘટના છે.

-- બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News