Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : The kitchen budget was disrupted as the price of expensive onions skyrocketed due to the muskiness of the poor!

VIDEO: ગરીબોની કસ્તુરી થઈ મોંઘી ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં રસોડાનું બજેટ ખોરવાયું!

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગરીબોની કસ્તુરી થઈ મોંઘી

App Store

ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં રસોડાનું બજેટ ખોરવાયું!

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવતાં સામાન્ય ગૃહિણીઓ અને મધ્યમ વર્ગીય પરિવારોનું રસોડું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક બજારોમાં ડુંગળીના છૂટક ભાવમાં આસમાની વધારો નોંધાયો છે. જથ્થાબંધ બજારમાં જે ડુંગળી કિલોના ૨૦ થી ૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી હતી, તે જ ડુંગળી હવે રિટેલ માર્કેટમાં ગ્રાહકોને ૭૦ થી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો ખરીદવી પડી રહી છે. શાકભાજીના પ્લેટરમાં અગાઉ લીંબુના ભાવે લોકોને આંસુ લાવ્યા હતા, ત્યાં હવે ડુંગળી પણ ગરીબોની પહોંચથી બહાર જઈ રહી છે. ડુંગળી ઉપરાંત ખાંડ, ખાદ્યતેલ અને અન્ય નિત્ય ઉપયોગી કરિયાણાની ચીજવસ્તુઓમાં પણ સતત ભાવવધારો જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય પરિવાર માટે પોતાનું દૈનિક જીવનનિર્વાહ ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.

૨૦ થી ૫૦ રૂપિયે મળતી ડુંગળી છૂટકમાં ૭૦ થી ૧૦૦ રૂપિયે વેચાઈ!

ખાંડ અને તેલ બાદ હવે ડુંગળીએ ગૃહિણીઓને રડાવ્યા!

વિશેષ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તૂટે જેવી અત્યંત કટોકટીભરી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ખરીદી કરવા પહોંચેલી ગૃહિણીઓ અને ગ્રાહકોએ પોતાનો આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે આવકના સાધનો મર્યાદિત છે અને સામે દૈનિક ખાધ અન્ન અને શાકભાજીના ભાવ બમણા થઈ રહ્યા છે, જેના કારણે ઘર ચલાવવું હવે નાકની દંડીએ દમ લાવવા સમાન બની ગયું છે. રસોડાના બજેટ પર પડેલા આ પ્રહાર બાદ ગૃહિણીઓ અને આમ જનતા દ્વારા સરકાર તથા વહીવટીતંત્ર સમક્ષ વચેટિયાઓ પર લગામ કસવાની માગ કરાઈ રહી છે. બજારમાં વધી રહેલા કૃત્રિમ ભાવવધારા પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને સજ્જડ નિયંત્રણ લાવીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સામાન્ય નાગરિકોની પહોંચમાં લાવવામાં આવે તેવી જોરદાર અપીલ કરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News