ગરીબોની 'મનરેગા'ને નાબૂદ કરવાની તૈયારી!, કેન્દ્ર સરકાર 'જી રામ જી' નામથી નવો કાયદો લાવશે

મનરેગાને ( MGNREGA) નાબૂદ કરવાની કેન્દ્ર સરકારે તૈયારી દાખવી દીધી છે. ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા માટેના બિલની નકલ લોકસભાના સભ્યોને સોંપવામાં આવી છે. જેમાં 'વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) 2025' નામનું નવું બિલ લાવી 125 દિવસ માટે રોજગારની કાનૂની ગેરંટી આપવાનો તખ્તો ઘડાયો છે.
કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)ને રદ કરવાવા અને ગ્રામીણ રોજગાર માટે નવા કાયદાને પસાર કરવા બિલની નકલો લોકસભાના સભ્યોને આપી છે. આ નવા બિલનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસનો ઢાંચો પુન:સ્થાપિત કરી વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાસંલ કરવાનો છે.

આ નવું બિલમાં ગ્રામીણ પરિવારને દરેક વર્ષે 125 દિવસ રોજગારીની બંધારણીય ગેરંટી આપે છે. આ પગલું ગ્રામીણ રોજગાર અને આજીવિકા સુરક્ષામાં એક મોટો નીતિગત પરિવર્તન લાવશે એવું કેન્દ્ર સરકારનું માનવું છે. મહત્વનું છે કે મનરેગા અધિનિયમ ગ્રામીણ લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી આપતો હતો.

