VIDEO: તહેવારમાં ખાંડ બની શકે છે કડવી, ખાડંનો ભાવ પહોંચ્યો આસમાને!
તહેવારની સિઝનમાં પ્રજા પર ભારે મોંઘવારીનો ડોઝ વર્તાય રહ્યો છે. શાકભાજી કઠોળ અને ફુટ જેવી જીવન જરુરી વસ્તુના ભાવ વધારા સાથે તહેવારની મીઠાસ સમાન ખાંડમાં ભાવ વધારો થયો છે. જૂલાઇમાં જે ખાંડ 40 રૂપિયે કીલોમાં મળતી જે ઓગસ્ટના મધ્યમાં 60થી62 રૂપિયા કિલો સુધી પહોંચી છે. વેપારીઓ માને છે કે હજુ પણ ખાંડનો ભાવ ભળકે બળી શકે છે. શ્રાવણ મહિનાથી તહેવારની શરુઆત થઇ છે. હવે પછી રક્ષાબંધન-ગણેશ ચતુર્થી-નવરાત્રી-દિવાળી વગેરે તહેવાર આવશે. સ્થિતિ જોતા વેપારીઓ માની રહ્યા છે છે કે ખાંડ દિવાળી સુધીમાં 100 રૂપિયા સુધી પહોંચી શકે છે. એક બાજુ સામાન્ય માણસ મોંઘવારીથી પિડાઇ રહ્યો છે ત્યારે ખાંડનો ભાવ વધારો પડ્યા પર પાટું સમાન છે.
અચાનક જ ખાંડના ભાવમાં આવેલા ઉછાળાનું કારણ કેન્દ્ર સરકારની ઇથેનોલ પોલીસી અને થોડા મહિના પહેલા સ્ટોકમાં આપેલી છૂટ છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 20 ટકા ઇથોલેન ભેળવવાની પરમિશન આપી છે. આ ઇથેનોલ શેરડીમાંથી બને છે. ઇથેનોલ બનાવતી કંપનીઓ ખેડૂત પાસંથે જ સીધી શેરડીની ખરીદી કરે છે અથવા ખેડૂત સુગર મીલમાં શેરડી આપવાને બદલે કંપનીમાં આપે છે. આમ મીલને બદલે કંપનીમાં ખેડૂતોને વધારે ભાવ મળે છે. આ કારણે ખાંડનું ઉત્પાદન ઘટી ગયું છે. બીજ કારણ કોર્પોરેટર કંપનીઓની સંગ્રહખોરી છે. સરકારે ચોકક્સ કંપનીઓના હિતમાં સ્ટોક મર્યાદામાં છૂટછાટ આપી હોય તેવી ઘટના ચાર મહિના પહેલા બની હતી. તહેવારની સિઝન અને ઇથોનોલને કારણે સુગરની તંગીની જાણ છતાં થોડા મહિના પહેલા સરકારે ખાંડ માટેની સ્ટોક મર્યાદા ચાર હજાર ક્વિન્ટલ કરી નાંખી હતી. આ કારણે ઇ કોમર્સ અને મોલ કંપનીઓએ ખાંડનો મોટો સ્ટોક કરી નાંખ્યો હતો. તહેવાર વખતે જ બજારમાં ખાંડનો સ્ટોક ઘટી ગયો હતો. ખાંડના વેપારીઓ કહે છે કે દરોજ ખાંડમાં બેથી ત્રણ રૂપિયાનો વધારો થયા છે. જો આવી જ સ્થિતિ રહી તો દિવાળી સુધીમાં ખાંડ 100 રૂપિયે કીલો મળશે. ભોપલના હોલસેલ માર્કેટના સેક્રેટરી વિવેક તિવારી કહે છે સરકારની નીતિના કારણે ખાંડના ભાવ વધી ગયા છે. સ્ટોક મર્યાદા ઘટાડી દેવામાં આવે ફટાફટ 10 રૂપિયા ભાવ ઘટી જશે.
આ સ્થિતિ જોતા સરકાર નહીં જાગે તો લોકોનું મોઢું મીઠું કરવાને બદલે ખાંડ લોકોને કડવા ઘૂંટડા પિવડાવશે..
----બ્યુરો રિપોર્ટ જીએસટીવી

