VIDEO: બિહારમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન બીપીએસસી પરિક્ષામાં ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનું આંદોલન
બિહારમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન
બીપીએસસી પરિક્ષામાં ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનું આંદોલન
બિહારના પટણામાં સરકારી ભરતી પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓનો આક્રોશ રસ્તા પર જોવા મળ્યો હતો. BPSC પરીક્ષામાં કથિત ગેરરીતિ અને પેપર લીકના આરોપો સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરી ફરી પરીક્ષા યોજવાની માંગ માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્રારા પોલીસ દરોગા ભરતી પ્રક્રિયામાં પણ મોટા પાયે ગેરરીતિ થઇ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરિક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ પટણામાં મેદનથી લોકભવન તરફ કૂચ શરૂ કરી હતી. ભારતીમાં ગેરરીતિ અને પરિક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ ગાંધી મેદાનથી નિકળીને લોકભવન જવા નિકળ્યા હતા. વિદ્યાર્થીઓએ મૌન રેલી કાઢી હતી. જો કે તેઓ લોકભવન પહોંચે તે પહેલા પોલીસે તેમને રોક્યા હતા. પોલીસે રસ્તાની બન્ને બાજુ બેરિકેટ લગાવી દીધા હતા વિદ્યાર્થીઓ આગળ વધી ન શકે.
વિદ્યાર્થીઓ દ્રારા માંગ કરવામાં આવી હતી કે દરોગાની પરિક્ષા ફરીથી લેવામાં આવે. આ સાથે ઓએમઆર સીટ અને આન્સર કી જાહેર કરવામાં આવે. જેથી કરીને વિદ્યાર્થી સત્ય વાત બહાર આવી શકે. વિદ્યાર્થીઓ માની રહ્યા છે કે દરોગાની ભરતીમાં મોટા પાયે ખોટું થયું છે માટે આ પરિક્ષા સંપુર્ણ રીતે રદ કરવામાં આવે. આંદોલનકારી વિદ્યાર્થીઓ લાંબા સમયથી બીપીએસસીની પરિક્ષા રદ કરવા અને અન્ય પરિક્ષા સિસ્ટમમાં પારદર્શીતા લવાવા માટે પટણાના ગરદનીબાગ વિસ્તારમાં ધરણા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની શિક્ષણ અને ભરતી વ્યવસ્થામાં મોટા સુધારાની પણ માંગ છે. પ્રદર્શનકારી વિકાસ ભટ્ટે કહ્યું કે બિહારમાં વારંવાર પરીક્ષાના પેપર લીક થાય છે. પેપર લીક થાય છે પણ કોઇ કાર્યવાહી થતી નથી. ભરતી પરીક્ષાઓ માટે કોઇ નિયમિત કેલેન્ડર નથી. અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે દરોગાની પરિક્ષા રદ કરવામાં કેમ નથી આવતી. જ્યાં સુધી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દરોગાની ભરતી રદ નહીં કરે ત્યારે સુધી આંદોલન ચાલું રહેશે,
વિદ્યાર્થીના આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ પોલીસ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ... વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી પરીક્ષાની પારદર્શિતા, ગેરરીતિના આરોપોની નિષ્પક્ષ તપાસ અને ભરતી પ્રક્રિયામાં સ્પષ્ટતા નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

