VIDEO: યુસીસી મુદ્દે બિહારમાં એનડીએમાં ગરમાવો
સોર્સ : gstv
બિહારમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ પટણામાં નીતિશ કુમારના નિવાસસ્થાને જેડીયુના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી. જેડીયુએ સ્પષ્ટ કર્યું છે કે યુસીસીનો ડ્રાફ્ટ જોયા વગર કોઈ ઉતાવળમાં નિર્ણય લેવામાં આવશે નહીં. પક્ષના નેતાઓએ કાયદાની જોગવાઈઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાની વાત કરી છે. જેડીયુના રાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ સંજય ઝાએ કહ્યું કે ડ્રાફ્ટમાં કોઈ ચિંતા જણાશે તો કેન્દ્ર સાથે ચર્ચા કરવામાં આવશે. હવે 18 સપ્ટેમ્બરે યોજાનારી જેડીયુ વિધાનમંડળ દળની બેઠક પર સૌની નજર છે.

