Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Snowfall begins in high altitude areas of the Himalayas before winter

VIDEO: શિયાળા પહેલા હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શરુઆત

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શિયાળો નજીક આવતાની સાથે જ હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલા ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં તાજી બરફવર્ષાએ સમગ્ર વાતાવરણને બરફીલા રંગમાં રંગી દીધું છે. કઠુઆના કૈલાશ કુંડ પર્વતો અને ચટરગલા બાયપાસ વિસ્તારમાં આશરે 14 હજાર ફૂટની ઊંચાઈએ તાજી હિમવર્ષા થઈ છે. ઊંચા પર્વતો પર પડેલા બરફના કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે.

App Store

સામાન્ય રીતે શિયાળાની ઋતુ આગળ વધવાની સાથે હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થાય છે. આ કારણે બરફવર્ષાની પ્રક્રિયા શરૂ થાય છે. કઠુઆના દૂરના અને ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં પણ હવામાનમાં આવેલા ફેરફારની અસર જોવા મળી રહી છે. કૈલાશ કુંડ અને ચટરગલા બાયપાસ વિસ્તારમાં બરફની ચાદરથી કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. પહાડોની ટોચથી લઈને આસપાસના ઢોળાવો સુધી બરફની સફેદ ચાદર પથરાઈ ગયા છે. દૂરથી જોતા સમગ્ર પર્વતીય વિસ્તાર જાણે બરફના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.

તાજી હિમવર્ષાના કારણે ઊંચાઈવાળા વિસ્તારમાં ઠંડીમાં પણ વધારો થયો છે. હિમવર્ષા બાદ અહીંના રસ્તાઓ અને પર્વતીય વિસ્તારોનું દૃશ્ય પણ બદલાઈ ગયું છે. ખાસ કરીને ચટરગલા બાયપાસ વિસ્તારમાં બરફથી ઢંકાયેલા પહાડોનું દૃશ્ય ખૂબ જ આકર્ષક બની ગયું છે. હિમવર્ષા  કુદરતના સૌંદર્યમાં વધારો કરવાની સાથે શિયાળાની ઋતુના આગમનનો સંકેત આપે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થતા આગામી દિવસોમાં હવામાનની સ્થિતિમાં વધુ ફેરફાર થશે. હિમવર્ષા ધીરે ધીરે મેદાની પ્રદેશમાં પણ આવશે.

કઠુઆના ઊંચાઈવાળા વિસ્તારોમાં પડેલી તાજી બરફવર્ષાએ શિયાળાના આગમનની ઝલક આપી છે. સફેદ બરફથી ઢંકાયેલા કૈલાશ કુંડ અને ચટરગલા વિસ્તારના પહાડોનું મનમોહક દૃશ્ય આવનારા દિવસોમાં પ્રવાસીઓ અને કુદરતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

 

----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News