Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Two gates of Vadod Dam in Surendranagar opened in the middle of winter,

VIDEO: સુરેન્દ્રનગરના વડોદ ડેમના બે દરવાજા ભર શિયાળામાં ખોલાયા, આસપાસના 14 ગામો હાઈએલર્ટ પર

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના વડોદ ડેમના બે દરવાજા ભર શિયાળામાં ગેરકાયદેસર રીતે દરવાજા ખોલી પાણીનો વ્યય કરવામાં આવ્યો છે. તંત્રની ઘોર બેદરકારી સામે કિંમતી પાણી વેડફાયું હતું. 14 ગામોને પણ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. 

App Store

ડેમના પાટિયા ખોલી પાણી ભોગાવો નદીમાં ગેરકાયદેસર રીતે જવા દેવામાં આવ્યું?

મળતા અહેવાલ અનુસાર વસ્તડી પુલનું કામ ચાલી રહ્યું છે જેનું કામ પાણી ભરેલા ડેમમાં કરવાનો ટ્રેન્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ છતાં15.85 કરોડના પુલ નિર્માણના કામ દરમ્યાન ડેમના પાટિયા ખોલી પાણી ભોગાવો નદીમાં ગેરકાયદેસર રીતે જવા દેવામાં આવ્યું?

શું કોઈ કોન્ટ્રાક્ટરને લાભ કરાવા ડેમ ગેરકાયદેસર રીતે ખાલી કરવામાં આવ્યો?

શું રાજકીય આગેવાનોના દબાણ મારફતે ડેમના 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. શું કોઈ કોન્ટ્રાક્ટરને લાભ કરાવા ડેમ ગેરકાયદેસર રીતે ખાલી કરવામાં આવ્યો? ડેમના બે દરવાજા ખોલી નાખતા ભોગાવો નદીમાં પાણીને પ્રવાહ વહેતો થયો હતો, તો બીજી તરફ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?