Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Roller barrier will save the vehicles in the valley!

VIDEO: ખીણમાં ખાબકતા વાહનોને બચાવશે રોલર બેરિયર!

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનના પાલી જિલ્લામાંથી પસાર થતાં અત્યંત ભયાનક અને અકસ્માત પ્રવણ દેશુરી નાળ વિસ્તારમાં વાહનચાલકોની સુરક્ષા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પહાડી વિસ્તારમાં આવેલો દેશુરી નાળનો વળાંક અવારનવાર સર્જાતા ભીષણ અકસ્માતો માટે કુખ્યાત માનવામાં આવે છે. આ ડેન્જર ઝોનમાં વાહનો ખીણમાં ખાબકવાના અનેક કરુણ બનાવો બન્યા બાદ હવે અહીં આધુનિક તકનીકનો ઉપયોગ કરીને વાહનવ્યવહાર સુરક્ષિત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ ભયાનક વળાંક પર થતા અકસ્માતોને અટકાવવા માટે પ્રશાસન અને RSRDC દ્વારા દેશુરી નાળ ખાતે રોલર ક્રેચ બેરિયર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. RSRDCના પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજીવ છાજેડે આપેલી માહિતી મુજબ, આ ખાસ પ્રકારના રોલિંગ બેરિયર્સ બેકાબૂ બનેલા કે તેજ ગતિએ આવતા વાહનોને ખીણમાં પડતાં રોકે છે અને તેની ટક્કરની અસરને હળવી કરીને વાહનને સુરક્ષિત રીતે રસ્તા પર પાછું ધકેલે છે. સ્થાનિક વાહનચાલકો અને રહીશોએ પણ તંત્રની આ આધુનિક સિસ્ટમની સરાહના કરતાં ભારે રાહત વ્યક્ત કરી છે. અગાઉ આ વળાંક પર ઝડપી વાહનો કે બ્રેક ફેલ થવાના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે આ રોલર બેરિયર્સ લાગી જવાથી વાહનો પહાડી ખીણમાં ખાબકવાનો ભય નોંધપાત્ર રીતે ઘટી જશે અને વળાંક પર અકસ્માતોથી થતી જાનહાનિ રોકવામાં મોટી સફળતા મળશે.

App Store

તંત્ર દ્વારા આ રોલર ક્રેચ બેરિયર ટેકનોલોજીનો સફળ પ્રયોગ કરાયા બાદ વાહનચાલકોને પણ વળાંક પર મર્યાદિત ગતિએ વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. દેશુરી નાળના આ ભયજનક વળાંકને ઝીરો અકસ્માત ઝોન બનાવવા માટે RSRDC દ્વારા સુરક્ષાના અન્ય સંકેતો અને બેરિકેડિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી આ માર્ગ પર મુસાફરી કરતી હજારો જનતાની સુરક્ષા નિશ્ચિત બનશે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News