Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Five injured in landslide in Thar valley in Nainital

VIDEO: નૈનિતાલમાં થાર ખીણમાં ખાબકતાં પાંચ ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નૈનિતાલના ખુરપાતાલ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પ્રવાસીઓથી ભરેલી થાર કાર અચાનક નિયંત્રણ ગુમાવીને ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત સમયે કારમાં પાંચ પ્રવાસીઓ સવાર હતા. થાર ખીણમાં પડતાં તમામ પાંચ પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી તમામ ઈજાગ્રસ્તોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના દૃશ્યો પણ સામે આવ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News