VIDEO: હિમાચલના ચંબા બસ ખીણમાં ખાબકી 7 લોકોના મોત
સોર્સ : gstv
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બૈરાગઢથી ચંબા જતી બસ અચાનક સ્ટીયરિંગ ફેલ થવાને કારણે ૧૦૦ ફૂટ નીચે ખાડીમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં સાત મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય છ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા...દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ભારે મશીનરીની રાહ જોયા વગર પોતાની હિંમતથી બસને ઊંચકી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા....આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

