Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Dangerous Ebola virus enters India, terrible fire in Himachal forests, Byju's founder jailed

NEWS AFTERNOON: ભારતમાં ખતરનાક ઈબોલા વાયરસની એન્ટ્રી, હિમાચલના જંગલોમાં ભયાનક આગ, Byju'sના ફાઉન્ડરને થઈ જેલ

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

1. ભારતમાં ઇબોલા વાયરસની એન્ટ્રીથી ફફડાટ: યુગાન્ડાથી આવેલી મહિલામાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ક્વૉરન્ટાઇન

App Store

આફ્રિકામાં ઉત્પાત મચાવ્યા બાદ ભારતમાં ઇબોલા વાયરસની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે. યુગાન્ડાથી બેંગલુરુ આવેલી એક મહિલામાં ઇબોલાના ગંભીર લક્ષણો દેખાતા તેને ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવી છે, અને તેના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે.

2. અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય

અમદાવાદના અસારવા સિવિલ કેમ્પસમાં ગત વર્ષે થયેલા પ્લેન ક્રેશ બાદ હવે ત્યાં પુનઃનિર્માણ શરૂ થશે. દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી બી.જે. મેડિકલની હોસ્ટેલ અને મેસની જગ્યાએ સરકાર વધુ રૂમોવાળી અત્યાધુનિક હોસ્ટેલ બનાવશે, જ્યારે જૂની મેસના સ્થળે સ્મારકની માંગ ઉઠી છે.

3. કેરળના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા

કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાન સહિત 10 સ્થળોએ EDએ દરોડા પાડ્યા છે. કોચીન મિનરલ્સ કંપની સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારના કેસમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

4. બાયજૂસના ફાઉન્ડર બાયજૂ રવીન્દ્રનને 6 મહિનાની જેલ

એડટેક કંપની બાયજૂસના ફાઉન્ડર બાયજૂ રવીન્દ્રનને સિંગાપોર કોર્ટે મોટો ઝટકો આપતા 6 મહિનાની જેલની સજા ફટકારી છે. સંપત્તિના મામલે કોર્ટના આદેશોનું પાલન ન કરવા બદલ આ સજા થઈ છે. એક સમયે અબજોપતિ રહેલા રવીન્દ્રનની નેટવર્થ અત્યારે ઝીરો થઈ ગઈ છે

5. હિમાચલના જંગલોમાં ભયાનક આગ, સોલનમાં ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ હવે વિકરાળ બની છે. સોલન જિલ્લાના કંડાઘાટ અને ક્યારીઘાટમાં ઊંચી જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આગ ઓલવવા વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો સતત પ્રયાસ કરી રહી છે.