Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Price hike of Rs 9 in milk and Rs 2 in CNG

VIDEO: દૂધમાં 9 રૂપિયા અને સીએનજીમાં 2 રૂપિયાનો ભાવ વધારો ઝિંકાયો

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિશ્વભરમાં મંદી પણ ભારતની જીડીપી 7.8 ટકા પહોંચી

App Store

જીડીપી વધી પણ દેશમાં મોંઘવારીએ માંઝા મુકી

દૂધમાં 9 રૂપિયા અને સીએનજીમાં 2 રૂપિયાનો ભાવ વધારો ઝિંકાયો

એક તરફ ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2026-27ના એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો GDP 7.8 ટકા વધ્યો છે. RBIના 7 ટકાના અંદાજ કરતાં પણ ત્રિમાસિક ગ્રોથ વધારે છે. બીજી બાજુ દેશમાં મોંધવારી કુદકેને ભુસકે વધી રહી છે. જીવન જરુરી ચિજવસ્તુના ભાવ રોકેટની જેમ આસમાનને આંબી રહ્યા છે. મુંબઈમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ મોંઘવારીના બે મોટા ઝટકા આવ્યા છે. બોમ્બે મિલ્ક પ્રોડ્યુસર એસોશિએશને દૂધના ભાવમાં 9 રૂપિયાનો અધધ વધારો કર્યો છે. તો બીજી તરફ CNGના ભાવમાં પ્રતિ કિલોએ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં ભેંસના દૂધનો જથ્થાબંધ ભાવ અગાઉ રૂપિયા 93 પ્રતિ લિટર હતો, હવે 9 રૂપિયાનો વધારો કરવામાં આવતા દુધનો ભાવ વધીને રૂપિયા 102 પ્રતિ લિટર થયો છે. આ વધારાની અસર છૂટક બજારમાં વધુ જોવા મળી શકે છે. લોકો કહે છે કે મોંધવારી વધી રહી છે તેને કન્ટ્રોલ કરવાને બદલે દુધ સહિતની વસ્તુના ભાવ વધી રહ્યા છે. આ મોંઘવારીમાં જીવવનું મુશ્કેલ બન્યું છે..

ઉત્પાદકો દૂધના ભાવ વધારા માટે પશુઆહાર, ઘાસચારો અને અન્ય ઇનપુટ ખર્ચમાં થયેલો વધારો માને છે. દૂધ મોંધુ થતા હવે દુધની બનાવટ જેવી ચા, દહીં, છાશ, પનીર, મીઠાઈ અને અન્ય દૂધ આધારિત વસ્તુઓમાં ભાવ વધારો થશે..

મુંબઈમાં દુધ સાથે CNGના ભાવમાં પ્રતિ કિલો 2નો વધારો થયો છે. અગાઉ સીએનજી ગેસ પ્રતિ કિલો 86 રૂપિયે મળતો હતો. હવે સીએનજી પ્રતિ કિલો 88 રૂપિયે મળશે. CNGના ભાવ વધારાની અસર ઓટો-રિક્ષા, ટેક્સી અને CNG કાર ચલાવતા લોકો પર પડશે. CNG મોંઘું થતાં મુસાફરીનો ખર્ચ પણ વધશે. મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં ઓટો તથા ટેક્સીના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ઘરમાં દૂધ મોંઘું, બહાર નીકળો તો વાહનનો ખર્ચ મોંઘો અને મુસાફરી કરો તો ઓટો-ટેક્સીનું ભાડું મોંધું. આમ આ ભાવવધારો રોજ કમાઈને રોજનું ઘર ચલાવતા લોકો માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. દુધના કારણે એક નાના પરિવારમાં 400થી 600 રૂપિયાનો ખર્ચ વધી જશે. જ્યારે સીએનજીના ભાવ વધારાથી 500થી 700 રૂપિયાનો ખર્ચ વધશે. આમ એક સામાન્ય પરિવાર માટે દર મહિને એક હજારથી પંદરસો રૂપિયાનો ખર્ચ સીધો વધી જશે. જે લોકો પર પડ્યા પર પાટુ સમાન છે.

--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News