Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Petrol-Diesel Gas Shortage in the State Due to Truck Divers' Strike Strike in Manipur

VIDEO: મણીપુરમાં ટ્રક ડાઇવરોની હડતાલ હડતાલને કારણે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ ગેસની તંગી

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મણીપુરમાં ટ્રક ડાઇવરોની હડતાલ

App Store

હડતાલને કારણે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ ગેસની તંગી

બળવાખોર જૂથ ખંડણી માંગતા હોવાનો આરોપ

પૂર્વિય રાજ્ય મણીપુરમાં સ્થિતિ શાંત પડવાનું નામ લેતી નથી. બંધ કે હડતાલ મણીપુરમાં સામાન્ય બની ગયું છે. રસ્તા પર ગેરકાયદેસર રીતે ટ્રેક ડ્રાઇવરો પાસેથી વસુલવામાં આવતી ખંડણીને કારણે મણીપુરના ટ્રક ડાઇવર એસોશિએશન દ્રારા હડતાલ પાડવામાં આવી હતી. રાજ્યમાં ટ્રકની હડતાલને કારણે ટ્રકના પૈડા થંબી ગયા ગયા. રાજ્યમાં ઇમ્ફાલ સહિતના વિસ્તારોમાં અનેક કિલોમીટર સુધી માલવાહક ટ્રક, ઓઇલ ટેન્કર અને LPG બુલેટ ટેન્કરની લાંબી લાઇન જોવા મળી હતી. રસ્તાઓ પર જ્યાં પણ નજર કરો ત્યાં વાહનોની લાંબી કતાર જોવા મળતી હતી. પેટ્રોલ, ડીઝલ, LPG, અનાજ, કરિયાણા સહિત જીવનજરૂરી વસ્તુઓ લઇને જતા વાહનો પણ આ હડતાલમાં સામેલ થયા હતા. યુનાઇટેડ નાગા કાઉન્સિલ એટલે કે UNC દ્વારા જાહેર કરવામાં આવેલી અનિશ્ચિતકાળની આર્થિક નાકાબંધીને કારણે NH-37 સહિતના મહત્વના માર્ગો પર માલવાહક વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતા..  

મણિપુર પેટ્રોલિયમ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ડ્રાઇવર્સ એસોસિએશને જુલાઈમાં સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે ઇમ્ફાલ-જીરિબામ NH-37 પર પેટ્રોલિયમ ટેન્કરો પાસેથી અલગ-અલગ સશસ્ત્ર અને ગુનાહિત જૂથો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવી રહી છે. સંગઠને સરકાર પાસે ડ્રાઇવરો અને વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આ વસૂલાત રોકવાની માગ કરી હતી. સરકાર સાથેની ચર્ચા છતાં નક્કર ઉકેલ ન મળતાં પેટ્રોલિયમ ટ્રાન્સપોર્ટર્સે હડતાળની જાહેરાત કરી હતી. આ હડતાલને ઇમ્ફાલના માલોમ ડેપોમાંથી પેટ્રોલ-ડીઝલને રિટેલ આઉટલેટ્સ સુધી મોકલવાનું તેમજ સેકમાઈ બોટલિંગ પ્લાન્ટમાંથી LPG સિલિન્ડરો ગેસ એજન્સીઓ સુધી પહોંચાડવાનું બંધ થયું હતું. પરિણામે પેટ્રોલ પંપો પેટ્રોલની તંગી જોવા મળી રહી છે. અનેક પંપ પર પેટ્રોલનો સ્ટોક પણ ખતમ થયો હતો. આર્થિક નાકાબંધીના કારણે હાઇવે પર આવશ્યક ચીજવસ્તુઓ લઇને જતા વાહનો અટવાઇ ગયા છે. ડ્રાઇવરોનું કહેવું છે કે રસ્તાઓ પર સુરક્ષા વિના વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે

મણિપુરની ભૌગોલિક સ્થિતિ પડકારજનક છે. રાજ્યમાં મોટા ભાગનો પુરવઠો હાઇવે માર્ગે પહોંચતો હોવાથી તેની સીધી અસર બજારો અને સામાન્ય લોકો પર પડી છે. જો નાકાબંધી તથા ડ્રાઇવરોનું આંદોલન લાંબું ચાલશે તો પેટ્રોલ, ડીઝલ, LPG અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના પુરવઠા પર મોટી અસર થશે.

 ---  બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News