VIDEO: ANDAR NI VAAT/ મણીપુરમાં નાગા સમુદાયે રસ્તો બંધ કરતા કુકી સમુદાયની હાલક કફોડી
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં લેઇમાખિંગ અને કાંતો સબલ વિસ્તારમાં છેલ્લા લગભગ બે મહિનાથી ચાલી રહેલી આર્થિક નાકાબંધીના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મણીપુરના મહત્વના હાઇવે નેશનલ હાઈવે-બે પર નાગા અને મેઇતેઇ સમુદાય દ્રારા નાકાબંધી કરતા કુકી સમુદાયની સ્થિતિ ખરાબ થઇ છે. છેલ્લા બે મહિનાથી નાના સમુદાય દ્રારા રસ્તો બ્લોક કરી અનાજ, કરિયાણું, પેટ્રોલ-ડિઝલ વગેરે સુવિધા બંધ કરી દેતા લેઇમાખિંગ અને કાંતો સબલ વિસ્તારમાં સ્થિતિ વણસી છે. મણીપુરમાં નાગા અને કુકી વચ્ચે ચાલી રહેલી વંશિય હિંસાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. કુકીના વિસ્તારમાં રોજબરોજની જરુરિયાત વસ્તુ ન મળતા કુકી પણ આક્રમક મોડમાં આવી ગયા છે. ગત મે મહિનામાં કાંગપોકપી જિલ્લામાંથી ૬ નિર્દોષ નાગા નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ જૂન મહિનામાં તેમના વિકૃત થયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાને લીધે નાગા હ્યુમેનિટેરિયન એઇડ કમિટી અને મેઇતેઇ-નાગા સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. નાગા અને મેઇતેઇ સમુદાયનો સીધો આરોપ છે કે આ હત્યા પાછળ કુકી ઉગ્રવાદીઓનો હાથ છે. જ્યાં સુધી આ હત્યાકાંડના ગુનેગારોની ધરપકડ કરી તેમને કડક સજા ન આપવામાં આવે ત્યાં સુધી નાકાબંધી હટશે નહીં. મૃતકોના પરિવારોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહો સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે. બીજી તરફ કુકી સમુદાયની માંગ છે કે નાકાબંધી તાત્કાલિક હટાવવામાં આવે કારણ કે તેનાથી તેમના વિસ્તારોમાં ભારે સંકટ ઊભું થયું છે. કુકી સમુદાયે નાકાબંધીના લીધે અનાજ, રાશન, શાકભાજી, દવાઓ અને પેટ્રોલિયમ પેદાશો જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. કુકી સમુદાયે એ પણ આરોપ લગાવ્યો છે કે પ્રદર્શનકારીઓએ શાળાએ જતાં નિર્દોષ બાળકોની બસોને પણ રસ્તામાં રોકીને શિક્ષણને અવરોધવાનો પ્રયત્ન કર્યો છે. આ કારણે વાલીઓમાં ભારે ડરનો માહોલ છે. સ્થિતિ વણસતા ભારતીય સેના અને આસામ રાઇફલ્સે મોરચો સંભાળ્યો છે. સેનાએ સ્થાનિક સંગઠનો તથા ગ્રામજનો સાથે વારંવાર શાંતિ બેઠકો યોજીને બાળકો તેમજ સામાન્ય લોકોની સુરક્ષાની ખાતરી આપી છે. જે કે બન્ને સમુદાય ટચના મસ ન થતા સ્થિતિ જૈથે થે જેવી બની રહી છે. બન્ને પક્ષ પોતાની માગ પર મક્કમ હોવાથી સ્થિતિ વિકટ બની છે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

