VIDEO: નસવાડી-બોડેલી માર્ગ પર ઓવરલોડ મેન્ટલ ભરેલી ટ્રકો દોડતા અકસ્માતનું ગંભીર જોખમ
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી-બોડેલી રોડ પર કોરીમાંથી ઓવરલોડ મેન્ટલ ભરીને બેફામ દોડતી ટ્રકો સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સરકારના નિયમ મુજબ માલસામાનને તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકીને લઈ જવાનો હોય છે, પરંતુ અહીં નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. ટ્રકની બોડીની બહાર દેખાય તેટલું ઓવરલોડ મેન્ટલ ભરવામાં આવતું હોવાથી રસ્તા પર પથ્થરો પડવાની અને પાછળ ચાલતા દ્વિચક્રી વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થવાની પૂરી શક્યતા છે. ખાણ-ખનીજ વિભાગ અને સંબંધિત તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોની માંગ છે કે આવી બેફામ અને ઓવરલોડ ટ્રકો સામે વહેલી તકે સઘન ચેકિંગ કરીને કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.

