Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : People rescued from Trishuli Hydropower Tunnel in Nepal

VIDEO: નેપાળના ત્રિશુલી હાઇડ્રોપાવરની ટનલમાંથી લોકોને કરાયું રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભયાનક પુરે નેપાળને કર્યું તબાહ

App Store

70 કલાક મોત સામે ઝઝુમ્યા બાદ થયો બચાવ

અપર ત્રિશુલી હાઇડ્રોપાવરની ટનલમાંથી લોકોને કરાયા રેસ્ક્યુ

નેપાળમાં 26 ઓગસ્ટના રોજ આવેલા ભયાનક પુરની અતિભંયકર તસવીરો ધીમે ધીરે સામે આવી રહી છે. નેપાળ અને તિબેટ બોર્ડરે ગ્લેશિયલ ફાટવાથી આવેલા ભયંકર પુરના કારણે એક હજારથી વધારે લોકોના મોત થયા છે. હજુ પણ બે હજારથી વધારે લોકો મિસિંગ છે. જેમ જેમ સ્થિતિ સામાન્ય બની રહી છે તેમ તેમ રેસ્ક્યુ ઓપરેશન ઝડપી થઇ રહ્યું છે. નેપાળના રાસુવામાં અપર ત્રિશુલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ભયાનક સ્થિતિ હવે સામે આવી રહી છે. અપર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં પુર વખતે મોટી સંખ્યામાં કામદારો અને સ્થાનિક લોકો ફસાયા હતા. કાદવ અને પુરના કારણે ટનલ ભરાઇ ગઇ હતી. ટનલમાં રહેલા 100 કરતા વધારે લોકો અંદર જ રહી ગયા હતા હવે સ્થિતિ થાળે પડતા નેપાળ આર્મી દ્રારા ત્યાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે..

વીઓ 2

નેપાળ આર્મીના હેલિકોપ્ટર દ્રારા લોકોને અંદારથી રેસ્ક્યુ કરીને બહાર કઢયા હતા. આ લોકો ત્રણ દિવસથી ભુખ્યા તરસ્ય ટનલમાં હતા. તેઓ ટનલની અંદર ભરાયેલા કાદમમાં ડુબેલા હતા. ચાર દિવસથી પાણી અને જમવાનું પણ મળ્યું ન હતું. નેપાળ આર્મી દ્રારા આ લોકોને કાદવમાં દોરડાથી ધસડીને બહાર કઢાયા હતા. આર્મીના જવાનો ટનલમાં પહોંચ્યા હતા અને તમેના શરીર પર સુરક્ષિત રીતે દોરડા બાંધીને બહાર કાઢ્યા હતા. હાઇડ્રો પાવર પ્રોજેક્ટની ટનલ 30થી વધારે ફૂટ ઉંચી હતી. જેમા 10થી વધારે ફૂટનો કાદવ હતો. સ્થિતિ એટલી જોખમી હતી કે રેસ્ક્યુ ટીમો ધીમે ધીમે આગળ વધતી હતી. સૈનિકો કાદવમાં રસ્તો બનાવીને ફસાયેલા લોકો સુધી પહોંચ્યા અને તેમને એક પછી એક બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

વીઓ 3

શનિવાર સુધીમાં અપર ત્રિશૂલી પ્રોજેક્ટમાંથી નેપાળ આર્મીએ આશરે 350 લોકોને સુરંગ અને આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સુરંગમાં હજુ પણ લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ ટીમો સતત શોધખોળ કરી રહી છે..

 ---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News