Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : New market for tea industry launched in Dibrugarh, Assam

VIDEO: આસામના દિબ્રુગઢમાં ચા ઉદ્યોગ માટે નવું માર્કેટ શરૂ

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામના દિબ્રુગઢમાં ચા ઉદ્યોગ માટે નવા માર્કેટ અને ઓક્શન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. દિબ્રુગઢ આસામ અને ભારતના મહત્વના ચા ઉત્પાદન વિસ્તારોનું એક છે. તેની આસપાસના દિબ્રુગઢ, તિનસુકિયા, શિવસાગર, ચરાઇદેવ સહિતના વિસ્તારોમાં મોટા પાયે ચાનું ઉત્પાદન થાય છે. અત્યાર સુધી અહીંના ઘણા ચા ઉત્પાદકોને પોતાની ચા ગુવાહાટી અથવા કોલકાતા જેવા દૂરના બજારો સુધી પહોંચાડવી પડતી હતી. ચાને દૂરના બજારો સુધી લઈ જવા માટે પરિવહન, હેન્ડલિંગ અને અન્ય લોજિસ્ટિક્સ ખર્ચ વધતો હતો. વેપારીઓને પણ ચા વેચવા માટે લાંબી સપ્લાય ચેઇન પર આધાર રાખવો પડતો હતો. હવે દિબ્રુગઢમાં જ ચા ઓક્શન માર્કેટ શરૂ થતાં આ અંતર ઘટાડવાની શક્યતા ઊભી થઈ છે.

App Store

આસમ ચાઇ બજાર દ્વારા દિબ્રુગઢમાં પ્રથમ ઇ-ઓક્શનનું ખુલ્લુ મુકાયું હતું. આ સાથે દિબ્રુગઢ આસામનું ગુવાહાટી બાદ બીજું ચા ઓક્શન સેન્ટર બન્યું છે. પ્રથમ ઓક્શનમાં 127 જેટલા વેચાણકારો અને 55 ખરીદદારો જોડાયા હતા. આશરે 2.23 લાખ કિલો ચા વિવિધ લોટમાં ઓક્શન માટે મૂકવામાં આવી હતી. CTC Leaf કેટેગરીમાં દોઢ લાખ કિલો ચા અને CTC Dust કેટેગરીમાં પોણો લાખ કિલો ચા ઓફર કરવામાં આવી હતી. આ નવા માર્કેટની સૌથી મોટી ખાસિયત એ છે કે અપર આસામના ચા ઉત્પાદકોને હવે પોતાના ઉત્પાદન વિસ્તારની નજીક જ સંગઠિત બજાર અને ડિજિટલ ઓક્શન પ્લેટફોર્મનો ઉપયોગ કરશે.

સ્થાનિક સ્તરે માર્કેટ મળવાથી ચાને ગુવાહાટી કે કોલકાતા સુધી લઈ જવાની જરુર નહીં પડે.  આનાથી ખર્ચ અને સમય ઘટશે. નાના ચા ઉત્પાદકો માટે આ સુવિધા મહત્વની બની શકે છે. કારણ કે વધતા પરિવહન ખર્ચની સીધી અસર તેમના નફા પર પડે છે. ચા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે સ્થાનિક ઓક્શન સેન્ટરથી ચાના ખરીદદારો અને ઉત્પાદકો વચ્ચે સીધો સંપર્ક વધશે અને સ્પર્ધાત્મક બિડિંગથી ચાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. દિબ્રુગઢમાં શરૂ થયેલા આ માર્કેટને પૂર્વ ટી બોર્ડ ચેરમેન પ્રભાત બેઝબરુઆ સહિત ચા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓએ આવકાર્યું છે. પ્રથમ ઓક્શનમાં લગભગ 18 ખરીદદારો સક્રિય રીતે જોડાયા હતા. જોકે, કેટલાક મોટા ખરીદદારો ટેકનિકલ સમસ્યાઓને કારણે પ્રથમ ઓક્શનમાં ભાગ લઈ શક્યા નહોતા. ટી બોર્ડના અધિકારીઓએ પણ માર્કેટમાં વધુ ખરીદદારો જોડાય તે માટે પ્રયત્નશીલ બન્યા હતા. આવનારા સમયમાં જો વધુ ખરીદદારો, વેપારીઓ અને નાના ચા ઉત્પાદકો જોડાશે તો વેરહાઉસ સહિતની અન્ય લોજિસ્ટિક્સ સુવિધાઓ વિકસશે. આથી દિબ્રુગઢ અપર આસામના ચા વેપાર માટે વધુ મહત્વનું માર્કેટ હબ બની શકે છે.

--  બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News