VIDEO: આસામના ચિરાંગમાં પ્રકૃતિનો કોપ ચંપાવતી નદીનો તટબંધ તૂટતાં ૧૧ ગામો જળમગ્ન!
આસામના ચિરાંગમાં પ્રકૃતિનો કોપ
ચંપાવતી નદીનો તટબંધ તૂટતાં ૧૧ ગામો જળમગ્ન!
પૂરના પાણીમાં તણાઈ ગઈ લોકોની જિંદગી
આસામના ચિરાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા 11 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચંપાવતી નદીના તટબંધમાં ભંગાણ પડતાં નદીનું પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યું હતું. 11 ગામના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પૂરના પાણીના કારણે રહેણાંક વિસ્તારોની સાથે સાથે ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા... આ કારણે સ્થાનિક લોકોના જનજીવન પર સીધી અસર પડી હતી...ચંપાવતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યા બાદ તટબંધ તૂટતાં પાણી ઝડપથી આસપાસના વિસ્તારો તરફ ફરી વળ્યું હતું. બંધનું પાણી અનેક ગામોમાં પ્રવેશ્યુ હતું.... ઘરોની આસપાસ પાણી ભરાઈ જતાં લોકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો...
ઘરવખરી અને ઊભો પાક બરબાદ થતાં ખેડૂતો પાયમાલ!
પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યૂ કામગીરી શરૂ!
આસમમાં ચોમાચા દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો છે. ચિરાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ લોકો સલામત સ્થળે પહોંચ્યા હતા. અનેક લોકોને રેસ્કયુ કરીને સ્કુલ અને પંચાયતના ઘરમાં આસરો આપવામાં આવ્યો હતા. પાણી ક્યારે ઓસરશે તેની કોઇ અનુમાન ન હોવાથી સ્થાનિકોને વધારે તકલિફનો સામનો કરવો પડ્યો હતો. અનેક ગામમાં ઘરોમાં પાણી ભરાઇન ગયા હતા. આ સંજોગોમાં લોકોની ઘરવખરી ડૂબી ગયાની કે બગડી ગયાની શંકા સેવાઈ રહી છે. પાણી ઓસર્યા બાદ પણ ખેડૂતો સામે પાક અને ખેતીના નુકસાનનું મૂલ્યાંકન કરવાનો પડકાર રહેશે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

