VIDEO: UPI ટ્રાન્ઝેક્શન નીતિ પર ગ્રાઉન્ડ રિપોર્ટ, નાના વેપારીઓએ ૨૦૦૦ સુધીના ફ્રી પેમેન્ટ નીતિને આવકારી!
UPI ટ્રાન્ઝેક્શન નીતિ પર મોરાદાબાદથી ગ્રાઉન્ડ રિપોર્ટ
નાના વેપારીઓએ ૨૦૦૦ સુધીના ફ્રી પેમેન્ટ નીતિને આવકારી!
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને નાણાં મંત્રાલય દ્વારા યૂપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને નવા નિયમો અને મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નીતિની સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારી જાહેરાત મુજબ, સામાન્ય ગ્રાહકો માટે વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે. અગાઉના જૂના નિયમો મુજબ, તમામ પ્રકારના સામાન્ય UPI ટ્રાન્ઝેક્શન પર ઝીરો એમડીઆર નીતિ લાગુ હતી, જેમાં ગ્રાહક કે વેપારી પાસેથી કોઈ ચાર્જ લેવાતો નહોતો. પરંતુ નવી માર્ગદર્શિકા હેઠળ ૨૦૦૦થી વધુના મોટા ડિજિટલ મરચન્ટ ટ્રાન્ઝેક્શન પર ૦.૪% સુધીનો એમડીઆર ચાર્જ વેપારીઓ માટે નક્કી કરવામાં આવ્યો છે. ૨,૦૦૦ સુધીના ટ્રાન્ઝેક્શન તથા નાની લારી-ગલ્લા ધારકો અને સ્ટ્રીટ વેન્ડર્સ આ ચાર્જમાંથી મુક્ત રહેશે.
નાના દુકાનદારો માટે મોટી રાહત
UPI પર ચાર્જના નીતિ વચ્ચે સ્ટ્રીટ વેન્ડર્સે આપ્યો સંતોષકારક પ્રતિભાવ!
મોરાદાબાદના સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોએ આ નીતિને આવકારી છે. જલેબી અને પાનની દુકાન ધરાવતા નાના કારોબારીઓનું કહેવું છે કે, ૨૦૦૦ સુધીના નાના ટ્રાન્ઝેક્શન ફ્રી રાખવાથી નાના વેપારીઓ અને ગ્રાહકો બંને પર કોઈ આર્થિક બોજ નહીં પડે. મોટાભાગના નાના વેપારીઓનો દૈનિક વહીવટ ઓછી રકમનો જ હોય છે, જેથી ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં નાના કારોબારીઓની રોજીરોટી સુરક્ષિત રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ સુધારો સામાન્ય જનતા માટે નથી પણ માત્ર નિર્ધારિત મોટા વેપારીઓ માટે જ છે. સામાન્ય નાગરિકો કોઈપણ ચાર્જ વગર પોતાના મિત્રો કે પરિવારને ગમે તેટલી રકમ મોકલી શકશે. આમ, ગ્રાહક સુરક્ષા જાળવીને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના સંતુલિત વિકાસ માટે આ નવીન વ્યવસ્થા અમલી બનાવવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

