Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Gold Prices Historical Surface Gold Prices Increased, Modi Government's Trouble Increased

VIDEO: સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ સોનાના ભાવ વધ્યા, મોદી સરકારની મુશ્કેલી વધી

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ

App Store

સોનાના ભાવ વધ્યા, મોદી સરકારની મુશ્કેલી વધી

એસજીબી ગોલ્ડ સ્કીમ સરકાર માટે દેવાનો ડૂંગર બની

 

પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક સમયથી દેશના લોકોને સોનનું નહી ખરીદવાની સલાહ આપી રહ્યા છે.   સોનુ ન ખરીદવા પાછળ પીએમ મોદી વિદેશી હુડીયામણ બચાવવાનું કારણ આપે છે. પીએમએ લોકોને અપીલ કરી હતી કે સોના નહીં ખરીદો તો ડોલરનો ખર્ચ ઓછો થશે. આ કારણે દેશને વિદેશી હુંડીયામણમાં ફાયદો થશે. જો કે પીએમ મોદીની સોનું નહીં ખરીદવાની અપીલ વચ્ચે એક મહત્વની વાત સાઇડમાં જતી રહી છે. કેન્દ્રમાં નવી નવી મોદી સકકાર આવી હતી ત્યારે 2015માં સરકારે લોકોને ભૌતિક સોનાને બદલે સોનાના બોન્ડમાં રોકાણ કરવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડ અમલમાં મુક્યા હતા. હવે આ સોવરિન ગોલ્ડ બોન્ડ હવે સરકાર માટે દેવાનો ડૂંગર બની ગયા છે.

વાત જાણે એમ છે કે લોકો ભૌતિક સોનુ ન ખરીદે પણ તેને બદલે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરે તો લોકો અને દેશ બન્નેને ફાયદો થાય તે ઉદ્દેશ સાથે 2015માં મોદી સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ અમલમાં મુકી હતી. આ સ્કીમાં રોકાણકારો બોન્ડમાં રોકાણ કરે. બદલામં અઢી ટકા લેખે વળતર મેળવે અને આઠ વર્ષે બોન્ડ પાકે ત્યારે સોનાની જે બજાર કિંમત છે તે કિંમતે વળતર પણ મેળવે. એટલે કે રોકાણકારને સોનાના યુનિટના જે બોન્ડ છે તેની બજાર કિંમતના નાણા અને રોકાણમા અઢી ટકાનું વ્યાજ મળે.  જ્યારે સ્કીમ અમલમાં મુકાઇ ત્યારે સોનાની સ્થિતિ સામાન્ય હતી પણ હવે સોનાના ભાવ ઔતિહાસિક સપાટી કુદાવી ચુક્યા છે. 2015ની સરખામણીએ સોનાના ભાવ સાતથી નવ ગણા વધી ગયા છે ત્યારે સરકાર માટે આ સ્કીમ દેવાનો ડૂંગર બની ગઇ છે. સરકારે આઠ વર્ષે પાકતી તારીખે રોકાણકારોને નાણ આપવાના છે. આ નાણાં ડબલ નહીં પણ સાતથી નવ ગણા વધારે આપવાના થઇ રહ્યા છે. સ્થિતિને પારખીને કેન્દ્ર સરકારે એસજીબી સ્કીમ બંધ કરી છે પણ જેણે નાણા રોક્યા છે તેની ચૂંકવણીનું ભારણ મોટું છે.

 

સત્તાવાર આંકડા પ્રમાણે 2015-16થી 2023-24 સુધી સરકાર SGB મારફતે કુલ 72,275 કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. આ બોન્ડ કુલ 147 ટન સોના સાથે જોડાયેલા હતા. શરૂઆતના વર્ષોમાં SGBમાં રોકાણ મર્યાદિત હતું, પરંતુ 2020-21માં કોરોનાની સ્થિતિ અને ત્યાર બાદ સોનાના ભાવમાં આવેલા ઉછાળા બાદ લોકો એસજીબીમાં નાણા રોકવા લાગ્યા. વર્ષ 2020-21માં રોકાણકારોએ રૂપિયા 16,049 કરોડ રોક્યા હતા. વર્ષ 2021-22માં રૂપિયા 12,991 કરોડ અને 2023-24માં સૌથી વધુ રૂપિયા 27,032 કરોડનું રોકાણ આવ્યું હતું. હવે જ્યારે નાણા આપવાની સ્થિતિ છે ત્યારે 2017-18માં SGBની જવાબદારી 6,664 કરોડ હતી, જે 2023-24માં વધીને રૂપિયા 68,598 કરોડ થઈ ગઇ છે. મતબલ કે લગભગ 930 ટકાનો વધારો થયો છે. 2026-27ના બજેટમાં SGBની જવાબદારી રૂપિયા 51,094  કરોડ દર્શાવવામાં આવી છે. બીજી બાજુ બાકી રહેલા જૂના SGBને વર્તમાન સોનાના ભાવથી મૂલવતાં વર્ષ 2032 સુધીમાં આશરે રૂપિયા 1 લાખ 12 હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.  એટલે કે શરૂઆતમાં સસ્તા ગણાતા SGB હવે સરકાર માટે દેવાનો ડૂંગર બની ગયા છે. આમ સોનાના બોન્ડ ખરીદવા લોકોને આકર્ષવા માટે પાકતી તારીકે બજાર કિંમતે વળતરની સરકારની લોભામણી સ્કીમ મોદી સરકાર માટે માથાનો દુખાવો બની ગઇ છે...

---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News