Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Floodwaters penetrate low-lying areas of Ganga-Yamuna in Sangam Nagari Prayagraj, an atmosphere of fear all around!

VIDEO: સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા-યમુનાનો મહાકોપ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પૂરના પાણી, ચારેય તરફ ભયનો માહોલ!

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા-યમુનાનો મહાકોપ

App Store

નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પૂરના પાણી, ચારેય તરફ ભયનો માહોલ!

બે મહાનદીઓના ઉફાનથી અનેક વિસ્તારમાં દહેશત

ઉત્તર પ્રદેશના પવિત્ર સંગમ નગર પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં ભયાનક વધારો થતાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહેલા મુસળધાર વરસાદ અને બેરેજોમાંથી સતત છોડાઈ રહેલા પાણીના કારણે બંને પવિત્ર નદીઓ ડેન્જર માર્ક નજીક પહોંચી ગઈ છે. નદીઓના પ્રચંડ ઉફાનને લીધે પ્રયાગરાજના ચંદન નગર, બઘારા, સલોરી, દારાબગંજ અને ગૌસ નગર જેવા નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નદીઓના વધતા પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. લોકોના ઘરોમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જવાથી કિંમતી ઘરવખરી અને અનાજ પલળીને નષ્ટ થઈ ગયા છે. રસ્તાઓ જળમગ્ન બની જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને અનેક મોહલ્લાઓનો માર્ગ સંપર્ક કપાઈ ગયો છે. પરિણામે સ્થાનિક રહીશો પોતાના માલસામાન અને બાળકો સાથે ઊંચાઈવાળા વિસ્તારો કે છતો પર આશ્રય લેવા મજબૂર બન્યા છે.

પ્રયાગરાજના અનેક મોહલ્લાઓ બન્યા ટાપુ, માર્ગ સંપર્ક ઠપ્પ!

પૂર પ્રભાવિતોને સલામત સ્થળે ખસેડવા બચાવ અભિયાન તેજ!

સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, જળસ્તરમાં અચાનક થયેલા વધારાને કારણે તેમને સામાન ખસેડવાનો પૂરતો સમય પણ મળ્યો નથી. પીવાના શુદ્ધ પાણી, વીજળી અને દૈનિક ખાદ્ય સામગ્રીની ભારે અછત ઊભી થતાં લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકો તંત્ર પાસે તાત્કાલિક રાહત સામગ્રી, પીવાનું પાણી અને સલામત આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવાની આજીજી કરી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ફસાયેલા લોકોને હોડીઓ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જળ સંસાધન વિભાગ દ્વારા સંગમ તટ અને નદી કિનારે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ નાગરિકોને નદી કાંઠે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News