Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Floods in several areas as Gandak river water level rises after heavy rains in Bihar

VIDEO: બિહારમાં ભારે વરસાદ બાદ ગંડક નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક વિસ્તારોમાં પૂર

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારમાં ભારે વરસાદ બાદ ગંડક નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બગહા વિસ્તારમાં ગંડક નદીનું પાણી આસપાસના ગામોમાં ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. અનેક ગામોના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી હોવાના કારણે  લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકો જરૂરી સામાન સાથે પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા હતા.

App Store

ગંડક નદીના પાણીમાં વધારો થતાં ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. સતત વરસાદ અને નદીના વધેલા જળસ્તરને કારણે ગામડાઓમાં રહેતા લોકોની ચિંતા વધી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધતાં લોકોના ઘરમાં પાણી ઘૂંસી ગયા હતા. અનેક પરિવારના ઘરમાં પાણી ઘૂંસી જતા ઘર સમાન અને ઘરવખરી પલળી ગઇ હતી. ભારે પુરના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવામાં મુશ્કેલી પડી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, ભારે વરસાદ બાદ નદીના પાણીમાં ઝડપથી વધારો થયો હતો. તેના કારણે ગામોમાં પાણી પ્રવેશ્યું હતું. પૂરનાં પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં લોકો સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા. વરસાદ ચાલું રહે અને નદીના પાણીમાં વધુ વધારો થાય અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી વધી શકે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે.

બગહાના અનેક ગામના લોકોની માગ છે કે વહીવટીતંત્ર દ્રારા રાહત અને બચાવની કામગીરીની તૈયારી રાખવામાં આવે. હાલમાં મોટી તકલિફ નથી પણ પાણીનું સ્તર વધ્યું તો ગામડામાં મુશ્કેલી ઉભી થશે. સ્થાનિક લોકો કહી રહ્યા કે બે -ચાર દિવસ ચાલે તેટલું  રાશન છે. જો વરસાદ ચાલું રહેશે તો રાશનની પણ તંગી ઉભી થશે.

--- ------ બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News