Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jungle raj in Bihar, countrymen outraged by molestation of 10th standard student

VIDEO: બિહારમાં જંગલરાજ, 10માં ધોરણની વિદ્યાર્થીનીની છેડતીથી દેશવાસીઓમાં આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારમાં ખરેખર જંગલરાજની સ્થિતિ છે...એક એવી ઘટના જેને જોઈને સમગ્ર દેશમાં લોકોનો ગુસ્સો ફૂટી નિકળ્યો છે. મોડી રાત્રે બ સ્ટૂડન્ટને પકડી માર મારવામાં આવ્યો અને 10માં ધોરણની વિદ્યાર્થીની સાથે જાહેરમાં ઉત્પિડનનો પ્રયાસ કરવામાં આવ્યો.. જમુઈ જિલ્લામાં એક છોકરા અને છોકરી સાથે થયેલી મારપીટ તથા છેડતીની ઘટના અંગે રાષ્ટ્રીય મહિલા આયોગએ સ્વતઃ સંજ્ઞાન લીધું છે. આયોગના ચેરપર્સન વિજયા રહાટકરે બિહારના DGPને એક પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં તુરંત FIR નોંધવામાં આવે અને વીડિયો ફૂટેજના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.  મહિલા આયોગે જણાવ્યું છે કે તમામ આરોપીઓની વહેલી તકે ઓળખ કરવામાં આવે. આ સાથે જ મહિલા આયોગે પીડિતાના પરિવારની ઓળખ જાહેર થતી રોકવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને રોકવાની અપીલ કરી છે.  7 દિવસમાં મંગાવ્યો રિપોર્ટ   મહિલા આયોગે બિહાર પોલીસ પાસે 7 દિવસની અંદર વિગતવાર કાર્યવાહી રિપોર્ટ પણ મંગાવ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓની ગરિમા, સુરક્ષા અને ગોપનીયતા સાથે કોઈપણ સ્તરે સમાધાન સ્વીકાર્ય નથી. આયોગે આ કેસમાં સમયસર નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

App Store