Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Farmer's Hallabal in Sangrur, Bharti Putra in a crossroads mood!

VIDEO: સંગરૂરમાં ખેડૂતોનો હલ્લાબોલ, આરપારના મૂડમાં ધરતીપુત્ર!

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંગરૂરમાં ખેડૂતોનો હલ્લાબોલ, આરપારના મૂડમાં ધરતીપુત્ર!

App Store

ડીસી કચેરી બહાર અનિશ્ચિત મુદતના ધરણા શરૂ!

રાશન-પાણી સાથે ડીસી ઓફિસે પહોંચ્યા ખેડૂતો!

પંજાબના સંગરૂર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભારતીય કિસાન યુનિયન એકતા ઉગ્રાહાંના બેનર હેઠળ ખેડૂતોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ડીસી ઓફિસ ખાતે અનિશ્ચિત મુદતના વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી દીધી છે. ડીસી કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ કેન્દ્ર અને પંજાબ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા ભારે નારેબાજી કરી હતી. ખેડૂતોના આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. 

પડતર માંગણીઓ ન સંતોષાતા પંજાબમાં આંદોલન વધુ તેજ! 

પંજાબના ખેડૂતોએ ડીસી ઓફિસ ઘેરી તંત્રને આપ્યું અલ્ટીમેટમ!

ખેડૂત નેતાઓનો આરોપ છે કે સરકાર દ્વારા તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પ્રત્યે સતત ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. પાકના નુકસાનીનું યોગ્ય વળતર, ન્યૂનતમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી અને કૃષિ ક્ષેત્રે ઉપાડવામાં આવતા ખેડૂત વિરોધી પગલાંઓને પાછા ખેંચવાની માંગ સાથે ધરતીપુત્રો આંદોલનના માર્ગે ઉતર્યા છે. કિસાન યુનિયને સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ મોરચો ચાલુ રહેશે. 

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News