VIDEO: વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતોનો રોષ, કહ્યું હાર્દિક પટેલ ભાજપમાં ગયા બાદ ખોટું બોલતા થઈ ગયા
સોર્સ : gstv
મોરબીના રાજપર ગામે વીજ કંપનીઓના પોલ મુદ્દે ખેડૂતોની એક મહત્વની સભા યોજાઈ હતી. આ સભામાં વીજ પોલ નાખવા સામે સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રને ખેડૂતોએ અસ્વીકાર્ય ગણાવ્યો હતો અને પોતાની જમીનનું યોગ્ય વળતર આપવાની ઉગ્ર માંગ કરી હતી. આ સાથે જ, ધારાસભ્ય હાર્દિક પટેલના નિવેદન સામે જેતપર આંદોલન સમિતિ મેદાને આવી છે. ખેડૂત આગેવાનોએ હાર્દિક પટેલના નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢી યોગ્ય જવાબ આપ્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે સરકાર ગમે તેટલા દબાણ કરે કે પરિપત્રો લાવે, પરંતુ પોતાના હિત અને અધિકારો માટે લડત અવિરતપણે ચાલુ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે એવું નિવેદન કર્યું હતુ કે, સરકારે ચાર ગણા વળતરની જાહેરાત કરી છે તો ખોટું આંદોલન ન કરવું જોઈએ.

