VIDEO: હિમાચલ પ્રદેશના શિમલામાં ટનલ નિર્માણને કારણે ઘરોમાં પડી તિરાડો
નેપાળમાં ભારે પુરના કારણે થયેલા ભુસ્ખલનથી હજારો લોકોના મોત થયા છે. પુરના કારણે મિસિંગ થયેલા લોકોના હયાતીના પુરાવા હજુ પણ મળ્યા નથી. ત્યારે પહાડી વિસ્તારમાં થતા ભુસ્ખલનને કારણે ચિંતા વધી છે. આવી જ ચિંતા ઉત્તરાખંડના શિમલામાં અનેક લોકોને થઇ રહી છે. સિમલામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા ફોર લેનનો રોડ બની રહ્યો છે. તેના માટે અઢી-અઢી કિલોમીટર સુધીની જુદી જુદી બે ટનલ બની રહી છે. આ ટનલમાં બ્લાસ્ટિંગના કારણે શિમલાના શાંતિ વિહાર વિસ્તારમાં અનેક મકાનોમાં તિરાડો પડી છે. તિરાડોને કારણે સ્થાનિકો લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શાંતિ વિહાર વોર્ડના સમિટ્રી અને ઢીંગુ બાવડી વિસ્તારના મકાનોની દિવાલો, ફર્શ અને કેટલાક રિટેનિંગ સ્ટ્રક્ચરમાં તિરાડો જોવા પડી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટનલના કારણે આ તિરાડો પડી છે. આ પહેલા મકાનમાં કોઇ તિરાડ ન હતી. ટનલનું કામ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ તીરાડ પડતી જોવા મળી. શરુઆતમાં તિરાડ નાની હતી. હવે આ તિરાડો દિવસે દિવસે મોટી થઇ રહી છે. શરુઆતમાં એક બે મકાનમાં તિરાડ પડી હતી હવે આ મકાનની સંખ્યા વધીને દસ જેટલી થઇ છે.
શાંતિ વિહારમાં મકાનોમાં તિરાડો બાદ શિમલા જિલ્લા પ્રશાસનની ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને મકાનોનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક રહેવાસીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રશાસને પરિસ્થિતિને ગંભીરતાથી લઇ ટનલના કામમાં જરૂરી પગલાં લેવાનું નક્કી કર્યું છે. આ તિરાડની વૈજ્ઞાનિક અને ટેકનિકલ તપાસ માટે IIT રૂરકીના નિષ્ણાતોની ટીમની મદદ લેવામાં આવી છે. નિષ્ણાતો અસરગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ કરીને તિરાડોના સંભવિત કારણો શોધશે અને ટનલનું કામ સુરક્ષિત રીતે આગળ કેવી રીતે વધારી શકાય તે અંગે સૂચનો આપશે. પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારની આસપાસના મકાનોનું પણ સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રશાસનનું કહેવું છે કે ટ્વિન ટનલની ઉપર અને તેની આસપાસ આશરે 100 મીટરના વિસ્તારમાં આવેલા મકાનોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સર્વેનો હેતુ ટનલ નિર્માણ પહેલાં અને હાલની સ્થિતિ વચ્ચે કોઈ ફેરફાર થયો છે કે નહીં તેની નોંધ તૈયાર કરવાનો છે. પ્રશાસને ટનલ નિર્માણ કામમાં બ્લાસ્ટિંગની પરવાનગી તાત્કાલિક અસરથી સ્થગિત કરી છે.
--- બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી

