Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : First Snowfall of the Season in Hilly Regions of North India: Snow White Cover in Uttarakhand and Himachal

VIDEO: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષા: ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફની સફેદ ચાદર છવાઈ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 

App Store

ઉત્તરાખંડના ચમોલી અને હિમાચલ પ્રદેશના ચંબામાં સિઝનની પહેલી હિમવર્ષાએ પહાડોની સુંદરતામાં વધારો કરી દીધો છે. ચમોલી જિલ્લાના 15 હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલા શ્રી હેમકુંટ સાહિબમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. હેમકુંટ સાહિબ શીખ ધર્મનું મહત્વનું તીર્થસ્થળ છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. હેમકુંટ સાહિબમાં સિઝનની પહેલી હિમવર્ષા સાથે વરસાદ પણ નોંધાયો છે. હિમવર્ષા બાદ ગુરુદ્વારા પરિસર, આસપાસના પહાડો અને રસ્તાઓ પર બરફની સફેદ ચાદર જોવા મળી હતી. આ સમગ્ર વિસ્તાર જાણે બરફમાં ફેરવાઈ ગયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

ઉત્તરાખંડ સાથે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષાએ દસ્તક દીધી હતી. ચંબાના ચુરાહ વિસ્તારના આશરે 14 હજાર 500 ફૂટની ઊંચાઈ પર આવેલા સાચ પાસમાં સિઝનની પહેલી હિમવર્ષા થતાં પહાડો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા હતા. અહીં લગભગ 30 સેન્ટિમીટર જેટલો તાજો બરફ નોંધાયો હતો. ભારે બરફવર્ષાને કારણે બૈરાગઢ-સાચ પાસ-કિલાડ માર્ગ પણ પ્રભાવિત થયો હતો. પાંગી ઘાટી સાથેના સંપર્ક પણ તૂંટી ગયો હતો.  ચંબાના ભર્મૌર વિસ્તાર અને મનિમહેશ તરફના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હિમવર્ષા જોવા મળી હતી. ખરાબ હવામાનને કારણે મનિમહેશ યાત્રા પર પણ થોડા સમય માટે અસર પડી હતી, જોકે હવામાનમાં સુધારો થતાં યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. સિઝનની પહેલી હિમવર્ષાથી એક તરફ પહાડી વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે, તો બીજી તરફ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

હિમવર્ષા બાદ પહાડોનો બદલાયેલો નજારો લોકોને આકર્ષી રહ્યો છે. ઉત્તરાખંડના હેમકુંટ સાહિબથી લઈને હિમાચલના ચંબા સુધી કુદરતે જાણે શિયાળાની આગોતરી ઝલક આપી છે. પહાડો પર પડેલો તાજો બરફ, સફેદ બનેલા રસ્તાઓ અને બરફથી ઢંકાયેલા ધાર્મિક સ્થળોના દૃશ્યો હાલ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે

ટોપિક્સ:GSTV NewsGujarati Newssnowfall