VIDEO: ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર: ધરોઈ ડેમમાં 1,736 ક્યુસેક પાણીની નવી આવક થઈ શરૂ થઈ
સોર્સ : gstv
રાજ્યના નાગરિકો માટે રાહત આપતા મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં લાંબા સમયના વિરામ બાદ ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થતાં ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ડેમમાં હાલ ૧ હજાર ૭૩૬ ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે, જેના કારણે ડેમની વર્તમાન સપાટી ૧૮૫ પોઈન્ટ ૧૧૦ મીટર એટલે કે 607 ફૂટે પહોંચી છે. આ પાણીની આવકથી ડેમનો કુલ પાણીનો સંગ્રહ વધીને 51 ટકા થયો છે, જેનાથી ઉત્તર ગુજરાતના ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.

