Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Cloudburst in Delhi: Chowmare waterfall from Connaught Place to Aerocity!

VIDEO: દિલ્હીમાં મેઘતાંડવ: કનોટ પ્લેસથી લઈને એરોસિટી સુધી ચોમેર જળબંબાકાર!

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશની રાજધાની દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતા સમગ્ર નેશનલ કેપિટલ રીજનમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. મુસળધાર વરસાદ પડવાના કારણે દિલ્હીના મોટા ભાગના નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર જળભરાવ થયો છે. સતત પડેલા વરસાદને પગલે રાજધાનીના જનજીવન પર માઠી અસર પડી હતી અને વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અતિભારે વરસાદના કારણે દિલ્હીના પોશ વિસ્તારોથી લઈને સામાન્ય રહેણાંક વિસ્તારો સુધી તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જનપથ રોડ, ખાન માર્કેટ, સાઉથ એવન્યુ, લોધી રોડ અને રાયસિના રોડ જેવા મહત્વના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ સિવાય કનોટ પ્લેસ સર્કલ જેવા ધમધમતા વેપારી મથકોમાં પણ પાણી ભરાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. એરપોર્ટ નજીક આવેલા એરોસિટી વિસ્તાર અને બદલપુર, સંગમ વિહાર તથા દુર્ગા વિહાર જેવા રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

App Store

વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ઝખીરા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી જતાં કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પાણી ભરાવાની ગંભીર સમસ્યા વચ્ચે દિલ્હીના તંત્ર અને મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટના બાદ દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી સામે આવેલા દ્રશ્યોમાં ચારેય તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું હતું. કમરબૂડ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા હતા. હાલ વરસાદ થંભી ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાંથી પાણીનો નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવા માટે પંપો મૂકીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News