Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : 3 members of a family die after building collapses in Lakhimpur Kheri!

VIDEO: લખીમપુર ખીરીમાં મકાન તૂટતાં એક જ પરિવારના ૩ લોકોના મોત!

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશમાં આકાશી આફતનો કાળમુખો પ્રહાર

App Store

લખીમપુર ખીરીમાં મકાન તૂટતાં એક જ પરિવારના ૩ લોકોના મોત!

ચાલુ કેબ પર ઝાડ ધરાશાયી થતા ૨ લોકો કારમાં ફસાયા!

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસી રહેલા વિનાશક આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. લખીમપુર ખીરી, રાજધાની લખનૌ અને જાલૌનમાં ભારે વરસાદના લીધે સર્જાયેલી અલગ-અલગ દિલધડક દુર્ઘટનાઓમાં મોટી જાનહાનિ અને નુકસાનના અહેવાલ સાંપડ્યા છે. અવિરત વરસી રહેલા આફતના વરસાદે સમગ્ર યુપીમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. લખીમપુર ખીરીમાં મુસળધાર વરસાદ વચ્ચે એક કાચું મકાન અને છાપરું ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયું હતું. મકાનની કાચી દિવાલ અને છાપરું અચાનક તૂટી પડતાં નીચે ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ લોકોનું કાટમાળ હેઠળ દબાઈ જવાથી દર્દનાક મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છાયા વ્યાપી ગઈ છે.

જાલૌનમાં જર્જરિત મકાન જમીનદોસ્ત

ચોમાસાના ભારે વરસાદથી યુપીમાં તારાજી!

વરસાદી પ્રકોપથી અનેક વિસ્તારોમાં ભય અને શોકનું વાતાવરણ!

બીજી તરફ રાજધાની લખનૌના ચારબાગ વિસ્તારમાં ભારે વરસાદ અને તોફાની પવનો વચ્ચે એક વિશાળકાય ઝાડ ચાલુ કેબ પર ધરાશાયી થયું હતું. આ હોનારતમાં કેબમાં સવાર બે મુસાફરો ગાડીના કચડાયેલા પતરા વચ્ચે ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિકો અને પોલીસની ટીમે ભારે જહમત બાદ રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. આ જ રીતે જાલૌન જિલ્લામાં પણ જર્જરિત મકાન અચાનક તૂટી પડતાં આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. યુપીના વિવિધ જિલ્લાઓમાંથી સામે આવેલા દ્રશ્યોમાં જમીનદોસ્ત થયેલા કાચા મકાનો, કચડાયેલી ટેક્સી અને દબાયેલા વાહનો સ્પષ્ટ જોઈ શકાય છે. વરસાદી પ્રકોપને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લા પ્રશાસન દ્વારા જર્જરિત અને કાચા મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News